________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૫૬-૬૦.
૧૨૭
પરભવમાં મૃષાવાદનું ફલ જણાવે છે– ११५ निगोदेष्वथ तिर्यक्षु, तथा नरकवासिषु ।
उत्पद्यन्ते मृषावाद-प्रसादेन शरीरिणः ॥ ५९ ॥ અર્થ : જગતના જીવો અસત્ય વચનના પ્રભાવથી નિગોદ, તિર્યંચ, અને નરકગતિમાં ઉત્પન્ન થાય છે. / ૫૯ ||
ટીકાર્થઃ અસત્ય બોલવાના પ્રભાવથી પ્રાણીઓ અનંતકાય જીવવાળા નિગોદમાં, ગાય-બળદ આદિ તિર્યચયોનિઓમાં અને નરક-વાસીઓમાં ઉત્પન્ન થાય છે. એ ૫૯ /
હવે અસત્ય બોલવાના ત્યાગમાં સુલટા ઉલટા બે પ્રકારે કાલિકાચાર્યનું અને વસુરાજાનું એ બે દષ્ટાંત કહે છે–
११६ ब्रूयाद्भियोपरोधाद्वा नासत्यं कालिकार्यवत् ।
यस्तु ब्रूते स नरकं, प्रयाति वसुराजवत् ॥ ६० ॥ અર્થ આચાર્યદેવશ્રી કાલિકસૂરિ મ.ની જેમ ભયથી કે આગ્રહથી અસત્ય ન બોલવું અને ભય આદિ ગાઢ કારણથી જે જીવ અસત્ય બોલે છે, તે વસુ રાજાની માફક નરકમાં જાય છે. તે ૬૦ ||
ટીકાર્ય : મરણાદિક ભય કે કોઈના દાક્ષિણ્યથી કાલિકાચાર્ય માફક અસત્ય ન બોલવું અને ઉપર કહેલા કારણો ભય કે દાક્ષિણ્યથી અસત્ય વચન બોલે તો, વસુરાજા માફક નરકે જાય, તે આ પ્રમાણે– સત્ય ઉપર કાલિકાચાર્યની કથા :
પૃથ્વીરૂપ રમણીના મુગટમણિ સમાન તુરમણી નામની નગરી હતી. ત્યાં નામ પ્રમાણે ગુણવાળો જીતશત્રુ નામનો રાજા હતો. ત્યાં રુદ્રા નામની પ્રસિદ્ધ બ્રાહ્મણીને દત્ત નામનો પુત્ર હતો. દત્ત અત્યંત ઉશૃંખલ, હંમેશા જુગાર રમવો, મદ્યપાન કરવું એમાં જ મજા માનતો. ઈચ્છા પ્રમાણે છૂટથી વર્તન કરવા માટે તે રાજાની સેવા કરવા લાગ્યો. રાજાએ પણ તેને છાયા માફક જોડીદારોમાં મુખ્ય બનાવ્યો. “વૃદ્ધિ પામતી વિષવેલડીને આગળ વધવા કે ઉપર ચડવા માટે વૃક્ષ કામ લાગે છે' આ દત્તે પ્રજાને ભેદનીતિથી ગમે તેમ ઉશ્કેરીને રાજાને દેશવટો અપાવ્યો. પાપાત્માઓ અને કપોત પોતાના આશ્રયનો ઉચ્છેદ કરનારા હોય છે તે દુરાત્મા આ રાજાના રાજ્ય પર પોતે જ બેસી ગયો. “હલકા માણસને પગનો અગ્ર ભાગ આપ્યો, તો માથા સુધી ચડી બેસે છે” સાક્ષાત્ પાપરૂપ ધૂમથી વિશ્વને મલિન કરતો હોય તેમ, તે ધર્મબુદ્ધિથી પશુઓની હિંસાવાળા મોટા યજ્ઞો કરવા લાગ્યો. કોઈક સમયે સંયમ દેહ સ્વરૂપ હોય તેવા, તે દત્તના મામા કાલિકાચાર્ય નામના આચાર્ય વિહાર કરતા ત્યાં આવ્યા. મિથ્યાત્વ-મોહિત હોવાથી આચાર્યની પાસે જવાની ઈચ્છા ન હતી. છતાં પણ માતાએ અતિશય દબાણ કર્યું. જેથી તે મામાની પાસે આવ્યો. મદિરા પાન કરેલા માફક પ્રમત્ત સરખા તેણે ઉભટપણાથી તેમને પૂછ્યું, “હે આચાર્ય ! જો જાણકાર હો તો યજ્ઞોનું ફળ કહો' કાલિકાચાર્યે કહ્યું કે, જો તું ધર્મ પૂછે છે, તો તે સાંભળ- પોતાને જે જે અપ્રિય હોય, તે બીજાને ન કરવું' અરે ! હું તો યજ્ઞનું ફળ પુછું છું એ પ્રમાણે ફરી કહ્યું, એટલે આચાર્યે કહ્યું ‘હિંસાદિ એ શ્રેય કરનાર નહિ, પણ પાપ બંધાવનાર થાય છે.' ફરી દુર્બુદ્ધિ દત્તે તે જ પ્રશ્ન નિંદાપૂર્વક પૂછયો. છતાં આચાર્યે સજ્જનતાપૂર્વક ઉત્તર આપ્યો કે, “યજ્ઞોનું ફલ નરક છે' ક્રોધ પામેલા દત્તે કહ્યું કે, આ વિષયમાં ખાત્રી કઈ ? તે કહો. આચાર્યે કહ્યું કે, આજથી સાતમે દિવસે તું ચંડાલની શ્વાન-કુંભમાં