________________
દ્વિતીય પ્રકાશ, ગ્લો.૩૦-૪૨
૧૨૧
ગતિ પમાડે છે.” આ અતિ સાહસિક સિવાય બીજો કોણ બોલવા તૈયાર થાય ? હજુ અહિંસક પશુને અકામનિર્જરાથી ઉત્તમ-ગતિની પ્રાપ્તિ થાય, પરંતુ યજ્ઞ કરનાર બ્રાહ્મણને તો કસાઈ માફક તીક્ષ્ણ તલવારના પ્રહારપૂર્વક નિર્દયતાથી હિંસા કરનારને ઉત્તમ ગતિની સંભાવના પણ કેવી રીતે હોય ? | ૩૮ છે. આ જ વાતને વિશેષ કહેવા પૂર્વક ઉપસંહાર કરતા કહે છે– ९५ देवोपहारव्याजेन, यज्ञव्याजेन येऽथवा ।
नन्ति जन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिम् ॥ ३९ ॥ અર્થ : મિથ્યાત્વી દેવોને બલિ આપવાના બહાનાથી અથવા યજ્ઞકર્મના બહાનાથી જે નિર્દય પુરુષો પ્રાણીઓને હણે છે, તેઓ ઘોર દુર્ગતિમાં જાય છે. || ૩૯ //
ટીકાર્થ : મહાનવમી, માઘઅષ્ટમી, ચૈત્ર અષ્ટમી, શ્રાવણ શુક્લ એકાદશીના દિવસોમાં ભૈરવ, ચંડિકા, આદિ દેવોને બલિના બાનાથી કે દેવપૂજાના નિમિત્તે દયા વગરના જેઓ જીવઘાત કરનારા છે, તેઓ ભયંકર નરકાદિ દુર્ગતિમાં જાય છે, અહિ દેવને ભેટ ધરાવવા રૂપ વિશેષ કથન અને યજ્ઞના બહાનાથી ઉપસંહાર જણાવ્યો. નિર્દોષ અને સ્વાધીન ધર્મસાધન હોય, પછી સદોષ અને પરાધીન ધર્મસાધન પકડવું –એ હિતકારી ન ગણાય. કહ્યું છે કે, “આંગણામાં જો મધ મળી જતું હોય, તો પછી તે માટે પર્વત પર જવા કોણ પ્રયાસ કરે ? // ૩૯ // એ જ કહે છે – ९६ शमशीलदयामूलं, हित्वा धर्मं जगद्धितम् ।
अहो हिंसाऽपि धर्माय, जगदे मन्दबुद्धिभिः ॥ ४० ॥ અર્થ : જેમાં ઉપશમ, શીલ અને દયાગુણ છે, તેવા જગતના હિતકારી એવા ધર્મનો ત્યાગ કરી મંદબુદ્ધિવાળા પુરુષોએ હિંસાને પણ ધર્મ કહ્યો છે, તે ખેદની વાત છે. || ૪૦ ||
ટીકાર્થ : કષાય અને ઈન્દ્રિયોના જયરૂપ શમ, સુંદર સ્વભાવરૂપ શીલ, પ્રાણીની અનુકંપા સ્વરૂપ દયા, આ ત્રણ મૂળ કારણ જેના છે, તે અભ્યદય અને મોક્ષના કારણરૂપ ધર્મ છે, આવા પ્રકારનો ધર્મ જગતના જીવોને હિત કરનાર થાય છે, પરંતુ ખેદની વાત છે કે શમ, શીલ, દયા આદિ ધર્મના સાધનોનો ત્યાગ કરીને હિંસાદિકને જેઓ ધર્મ-સાધનો ગણાવે છે અને ધર્મના સાધનોની ઉપેક્ષા કરે છે – એવા પ્રકારે પ્રતિપાદન કરનારાઓની મંદ બુદ્ધિ પ્રગટ છે. || ૪૦ ||
આ પ્રમાણે લોભમૂલક, શાંતિ-નિમિત્તે કુલ-પરંપરાવાળી, યજ્ઞ-નિમિત્તે, દેવને ભેટ આપવા નિમિત્તે જણાવેલી હિંસાનો પ્રતિષેધ જણાવ્યો. હવે પિતૃ વિષયક હિંસા બાકી છે, તે બીજા શાસ્ત્રોમાં કહી છે, તેનો છ શ્લોકોમાં અનુવાદ કરે છે–
९७ हवियच्चिररात्राय, यच्चान्त्याय कल्पते ।
पितृभ्यो विधिवद्दत्तं तत्प्रवक्ष्याम्यशेषतः ॥ ४१ ॥ ९८ तिलैज़हियवैर्माषै-रद्भिर्मूलफलेन वा ।
दत्तेन मासं प्रीयन्ते विधिवत् पितरो नृणाम् ॥ ४२ ॥