________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૪૩-૫૦
૧૨૩
છે કે, પિતાને, દાદાને અને વડદાદાને પિંડ અર્પણ કરે.” તેઓનું તર્પણ કરવા માટે મૂઢપુરૂષો જે હિંસા કરે છે, તે માત્ર માંસલોભાદિના નિમિત્તવાળી નથી, પણ નરકાદિક દુર્ગતિના કારણવાળી છે, થોડી પણ કોઈક હિંસા એ નરક-કારણ નથી થતી એમ ન માનવું વળી જે પિતાદિક પૂર્વજોની તૃપ્તિ માટે વિસ્તારથી વર્ણવેલી, તે ભોળા લોકોની બુદ્ધિમાં ભ્રમ કરાવનારી છે, તલ, ડાંગર વગેરે તથા મત્યાદિના માંસથી મૃત્યુ પામેલા પિતાદિકને તૃપ્તિ થાય છે !” તે માટે કહે છે કે “જો મરેલા પ્રાણીઓને પણ અહીં તૃપ્તિ થતી હોય તો નિર્વાણ પામેલા દીવાનું સ્નેહ-તેલ દીપકની શિખાને જરૂર વૃદ્ધિ પમાડે એકલી હિંસા દુર્ગિતના કારણભૂત જ છે, તેમ નહિ, પરંતુ હિંસા કરતા જંતુઓ સાથે વેર વિરોધ થતો હોવાથી આ લોક અને પરલોકમાં હિંસાના કારણથી ભયહેતુ બને છે. | ૪૭ ||
અહિંસકને તે સર્વ જીવોને અભયદાન આપવામાં શૂરવીર હોવાથી કોઈના પણ તરફથી ભય રહેતો નથી, તે જણાવે છે–
१०४ यो भूतेष्वभयं दद्याद् भूतेभ्यस्तस्य नो भयम् ।
यादृग्वितीर्यते दानं, तादृगासाद्यते फलम् ॥ ४८ ॥ અર્થ : જે પુરુષ જીવોને અભયદાન આપે છે. તે પુરુષને અન્ય જીવોથી ભય ઉત્પન્ન થતો નથી. જેવું દાન અપાય છે. તેવું ફળ પ્રાપ્ત થાય છે || ૪૮ |
ટીકાર્થ : જેઓ જીવોને અભય આપે છે, તેને તેમના તરફથી ભય હોતો નથી. જેવા પ્રકારનું દાન આપે, તેવા જ પ્રકારનું ફળ મેળવે છે. // ૪૮ ||
આ પ્રમાણે હિંસામાં તત્પર બનેલા મનુષ્યોને નરકાદિક દુર્ગતિરૂપ હિંસાનું ફળ જણાવ્યું. હિંસક એવા નિંદાપાત્ર ચરિત્રવાળા દેવોના પણ મૂઢજન-પ્રસિદ્ધ પૂજ્યત્વની નિંદા કરે છે.
१०५ कोदण्डदण्डचक्रासि-शूलशक्तिधराः सुराः ।
हिंसका अपि हा कष्टं, पूज्यन्ते देवताधिया ॥ ४९ ॥ અર્થ : ધનુષ્ય દંડ, ચક્ર, તલવાર, ફૂલ અને શક્તિ નામના શસ્ત્રો ધારણ કરનારા હિંસક એવા પણ દેવી દેવતાની બુદ્ધિથી પૂજાય છે તે દુઃખની વાત છે ! | ૪૯ //.
ટીકાર્થ : અતિશય ખેદની વાત છે કે રુદ્રાદિક દેવો હિંસા કરનારા હોવા છતાં અજ્ઞાન, અણકેળવાએલા સામાન્ય લોકો વડે વિવિધ પુષ્પ, ફળ ભેટ વગેરેથી પૂજાય છે, તે માટે દેવતાબુદ્ધિથી હિંસકપણાના હેતભૂત વિશેષણ કહે છે. ધનુષ્ય દંડ, ચક્ર, તલવાર, શૂલ અને શક્તિ હથિયાર ધરનાર હોવાથી હિંસા કરનાર. હિંસા ન કરનારા હોય તો ધનુષાદિક ધારણ કરવું અયુક્ત છે. ધનુષધારી શંકર, દંડ રાખનાર યમ, ચક્ર અને તલવાર ધારણ કરનાર વિષ્ણુ, શૂલધારી શિવ અને શિવા, શક્તિધર, કુમાર, ઉપલક્ષણથી બીજા શસ્ત્રો ધારણ કરનાર દેવો પણ સમજી લેવા // ૪૯ ||
આ પ્રમાણે વિસ્તારથી હિંસાનો પ્રતિષેધ કરી પ્રતિપક્ષભૂત અહિંસાવ્રતની બે શ્લોકો વડે સ્તુતિ કરે છે–
१०६ मातेव सर्वभूताना-महिंसा हितकारिणी ।
अहिंसैव हिं संसार-मरावमृतसारणिः