________________
દ્વિતીય પ્રકાશ, ગ્લો.ર૭
૧૧૧
મળ્યા પછી શા માટે તપ કરવું ? પ્રયોજનની સિદ્ધિ આપોઆપ થયા પછી પ્રયત્ન કરવા કોણ ઉદ્યમ કરે ?” મુનિએ કહ્યું કે, “મને પણ કુબેર સરખી સંપત્તિઓ મળી હતી, પરંતુ ભવ-ભ્રમણના ભયવાળા મેં તેનો તૃણ માફક ત્યાગ કર્યો છે. સૌધર્મ દેવલોકથી ફીણપુષ્યવાળો આ પૃથ્વીતલમાં આવ્યો છે, અને અહીંથી ઘટેલા પુણ્યવાળો હે રાજન્ ! રખે તું અધોગતિમાં જાય. આર્યદેશમાં, શ્રેષ્ઠ કુલમાં, મોક્ષ આપનાર મનુષ્યપણું પામીને તું અમૃતથી ગુદાશૌચ કરવા માફક આ જન્મ વડે તું ભોગોની સાધના કરે છે ! સ્વર્ગમાંથી ચ્યવીને ઘટેલા પુણ્યવાળા આપણે કુયોનિઓમાં ભટક્યા. વગેરે વાતો યાદ કરાવવા હજુ તું બાળક માફક કેમ મુંઝાય છે ?” આવી રીતે તેણે પ્રતિબોધ કર્યો. તો પણ રાજા ન સમજ્યો. ‘જેમણે નિયાણું કર્યું હોય, તેને બોધિબીજની પ્રાપ્તિ ક્યાંથી થાય ? આ નહિ સમજે તેમ જાણી મુનિ બીજી તરફ વિહાર કરી ગયા. કાલદિષ્ટજાતિના સર્ષે ડંખ્યા હોય પછી ગાડિકો રોકાઈને શું કરે ? ઘોતિકર્મોનો ક્ષય કરી ઉત્તમ કેવલજ્ઞાન પામીને ભવ સુધી રહેનારાં કર્મોને પણ હણીને તે મુનિ મુક્તિપદ પામ્યા. સંસારના સુખાનુભવમાં લીન બનેલા બ્રહ્મદત્તે પણ સાતસો વર્ષ અનુક્રમે પસાર કર્યા. ત્યારે કોઈક પહેલાનો પરિચિત એક બ્રાહ્મણ તેની પાસે આવ્યો, અને તેણે કહ્યું કે, તમે પોતે જે ભોજન કરો છો, તે મને આપો. બ્રહ્મદત્તે તેને કહ્યું કે “મારું ભોજન પચાવવું તારે માટે મુશ્કેલ છે, લાંબા કાળે પચનારું અને મહાઉન્માદ કરાવનારું છે', “અન્નદાન દેવામાં પણ તમે કૃપણ છો ! ધિક્કાર થાઓ તમને” એમ બોલતા તેને તેના કુટુંબ-પરિવાર સાથે રાજાએ પોતાનું ભોજન કરાવ્યું. હવે રાત્રિએ તે બ્રાહ્મણને બીજ માફક કે ભાતના ભોજનથી સો શાખાવાળો કામોન્માદ વૃક્ષ અતિશય પ્રગટ થયો. માતા, બેન, પુત્રી, પુત્રવધૂ વગેરેના ભેદ વગર માંહોમાંહે પશુ માફક પુત્ર સહિત બ્રાહ્મણે રતિક્રીડાની પ્રવૃત્તિ કરી. રાત્રિ પૂર્ણ થયા પછી તે બ્રાહ્મણ અને ઘરના લોકો શરમથી પોતાનું મુખ એક બીજાને બતાવવા શક્તિમાન ન બન્યા. “કૂર એવા રાજાએ મને આખા કુટુંબ સહિત વિડંબના પમાડ્યો” એમ ચિંતવતો બ્રાહ્મણ ક્રોધથી નગર બહાર નીકળી ગયો. બહાર ભ્રમણ કરતાં તેણે દુરથી પીપળાના ઝાડના પાંદડામાં કાંકરાઓ વડે છિદ્ર પાડતા એવા કોઈક બકરાં પાળનાર રબારીને જોયો. “મારા વેરનો બદલો વાળવા માટે આ સાધન બસ છે' એમ વિચારી મૂલ્ય જેવા સત્કારથી તેને ખરીદી લઈ કહ્યું કે, “આ રાજમાર્ગ ઉપરથી હાથી પર બેસી છત્ર-ચામર સાથે જે જાય તેની આંખો બે ગોલિકા ફેંકી ફોડી નાંખવી.” રબારીએ બ્રાહ્મણનું તે પ્રમાણે વચન સ્વીકાર્યું. કારણ કે, પશુ જેવા પશુપાલો વિચાર કરી કાર્ય કરનારા હોતા નથી. પછી તે રબારીએ બે ભીંત વચ્ચે રહીને બે ગોળી બરાબર ફેંકીને રાજાની બે આંખો ફોડી નાંખી. દેવની આજ્ઞા નક્કી ઉલ્લંઘન કરી શકાતી નથી.” બાજપક્ષી વડે જેમ કાગડો તેમ અંગરક્ષકો વડે તે રબારી પકડાયો. ખૂબ માર માર્યો ત્યારે અપ્રિય કરાવનાર બ્રાહ્મણને જણાવ્યો. તે સાંભળી રાજાએ કહ્યું કે, “બ્રાહ્મણની જાતિની ધિક્કાર થાઓ કે, તે પાપીઓ જ્યાં ભોજન કરે છે, ત્યાં જ ભાજન ભાંગે છે. જે દાતાર પ્રત્યે સ્વામીભાવ રાખે છે, એવા કૂતરાને આપેલું સારું. પરંતુ કદાપિ કૃતઘ્ન એવા બ્રાહ્મણોને આપવું ઉચિત નથી. ઠગનારા ક્રૂર વ્યાપદો માંસાહારી બ્રાહ્મણોની ઉત્પત્તિ જેમણે કરી, તે જ પ્રથમ શિક્ષા કરવા લાયક છે' એમ બોલતા અતિશય ક્રોધવાળા રાજાએ પુત્ર, મિત્ર અને બંધુ સહિત તે બ્રાહ્મણનો મુઠ્ઠીમાં આવેલા મચ્છર માફક ઘાત કરાવ્યો. તેણે પ્રધાનને આજ્ઞા કરી કે, ઘાયલ કરાએલા બ્રાહ્મણોનાં નેત્રો વડે વિશાલ થાળ ભરીને મારી પાસે સ્થાપન કરવો. મંત્રીઓ રાજાનો રૌદ્ર અધ્યવસાય જાણી ગુંદાનાં ફળોથી ભરી થાળને ધરતા હતા, “બ્રાહ્મણોનાં નેત્રોથી થાળ સારી રીતે પૂર્ણ બન્યો છે.' એમ બોલતો બ્રહ્મદત્તરાજા તે થાળને અને નેત્રોને વારંવાર મસળે છે. બ્રહ્મદત્તને સ્ત્રીરત્નરૂપ પુષ્પવતીના સ્પર્શમાં જે આનંદ આવતો ન હતો, તેના કરતાં વધારે આનંદ તે થાળના સ્પર્શમાં થતો હતો. મદિરાના વ્યસનવાળો જેમ મદિરાપાત્રને તેમ દુર્ગતિના કારણભૂત એવા તે થાળને કદાપિ પણ પોતાની