________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૧૧૨
-
આગળથી ખસેડતો ન હતો. ફલાભિમુખ પાપવૃક્ષના દોહલાને તૈયાર કરતો હોય તેમ બ્રાહ્મણોનાં નેત્રોની બુદ્ધિથી શ્લેષ્મ સરખા ચિકણા અને ચક્ષુ જેવડાં ગુંદાફળના ઠળિયાને તે મસળતો હતો તેથી પાછો નહીં હઠેલો રૌદ્રધ્યાનનો પરિણામ અત્યંત વૃદ્ધિ પામવા લાગ્યો. “શુભ કે અશુભ ગમે તે હોય, પરંતુ તે સર્વ મોટાને મોટું જ હોય છે” આ પ્રમાણે પાપરૂપ કાદવમાં વરાહ સરખા તે ચક્રવર્તીના રૌદ્રધ્યાનના પરંપરાવાળા કર્મ બાંધના૨ સોળ વર્ષો વીતી ગયાં. તે બ્રહ્મદત્ત ચક્રવર્તી સાતસો સોળ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી હિસાનબુંધી પરિણામના ફળ અનુરૂપ સાતમી નારકી પૃથ્વીમાં ગયો. ॥ ઈતિ બ્રહ્મદત્ત ચક્રવર્તીની કથા | || ૨૭ || હિંસા કરનારની નિંદા :
८४ कुणिर्वरं वरं पङ्गु-रशरीरी वरं पुमान्
।
अपि सम्पूर्णसर्वाङ्गो, न तु हिंसापरायणः
૫ ૨૮ ॥
અર્થ : હિંસા ન કરનાર, ઠુંઠા, લંગડા અને કોઢિયા સારા છે, પરંતુ સંપૂર્ણ અંગવાળા હિંસા કરનારા સારા નથી. ॥ ૨૮ ||
ટીકાર્થ : હાથ-પગ વગરના, ખરાબ દેહવાળા કુષ્ટ રોગી, અંગરહિત અહિંસકો સારા છે. પણ સર્વાંગ સંપૂર્ણ હિંસા કરનાર સારો નથી. ॥ ૨૮ ॥
‘રૌદ્ર ધ્યાન-પરાયણ પુરૂષ જે શાંતિ નિમિત્તે પ્રાયશ્ચિતભૂત એવી, અથવા કુલક્રમથી ચાલી આવતી માછીમારો વગેરે જે હિંસાઓ કરે છે, તે રૌદ્રધ્યાન વગરની હોવાથી પાપ માટે થતી નથી.' આવી શંકા કરનારને કહે છે—
८५ हिंसा विघ्नाय जायेत । विघ्नशान्त्यै कृताऽपि हि ।
कुलाचारधियाऽप्येषा कृता कुलविनाशिनी ॥ २९ ॥
અર્થ : “વિઘ્નોથી શાંતિ થાય”, તે માટે પણ કરાયેલી હિંસા વિઘ્ન આપનારી બને છે અને કુળના આચારને પાળવાની બુદ્ધિની કરાયેલી હિંસા પણ કુળનો વિનાશ કરનારી થાય છે. ।। ૨૯ ||
ટીકાર્થ : રૌદ્રધ્યાન વગરની, અવિવેકથી કે લોભથી જે શાંતિ-નિમિત્તે કે કુલ-પરંપરાથી ચાલી આવેલી હિંસા એ એકલા પાપના હેતુ સ્વરૂપ નથી, પરંતુ વિઘ્ન-શાંતિ માટે કરાતી હિંસા સમરાદિત્યકથામાં કહેલ યશોધરના જીવ સુરેન્દ્રદત્તની જેમ લોટના બનાવેલા કુકડાના વધ કરવા સ્વરૂપ ભવ-પરંપરા વધારનાર વિઘ્નરૂપ થાય છે. ‘આ અમારા કુળનો રિવાજ છે.' એવી બુદ્ધિથી કરેલી હિંસા કુળનો જ વિનાશ કરનારી થાય છે. || ૨૯ ||
હવે કુળક્રમથી આવેલી હિંસાનો પણ ત્યાગ કરતો પુરૂષ પ્રશંસવા યોગ્ય છે તે કહે છે— अपि वंशक्रमायातां यस्तु हिंसां परित्यजेत् ।
८६
स श्रेष्ठ सुलस इव, कालसौकरिकात्मजः ॥ ૩૦ ॥
અર્થ : વંશ અર્થાત્ કુલ-ક્રમથી ચાલી આવેલી હિંસાનો જે ત્યાગ કરે છે, તે કાલસૌકરિક ખાટકીના પુત્ર સુલસની માફક શ્રેષ્ઠ છે | ૩૦ ||
ટીકાર્થ : સદ્ગતિનો માર્ગ સારી રીતે જાણનાર કસાઈના પુત્ર સુલસની જેમ મરણને ઈચ્છે છે, પણ મનથી પણ પ૨પીડા કરતો નથી, સંપ્રદાય-ગમ્ય સુલસની કથા આ પ્રમાણે છેઃ—