________________
દ્વિતીય પ્રકાશ, શ્લો. ૩૦.
૧૧૫
અનુમોદન આપનાર પશુસરખી બુદ્ધિવાળા તે પુત્રો પશુ લાવ્યા. ત્યાર પછી તેણે પોતાના અંગ પરની રસી લુછી લુછીને પશુના ચારામાં મિશ્રણ કરીને પશુને ત્યાં સુધી ખવરાવ્યું કે જ્યાં સુધી તે પશુ કુષ્ઠી ન બન્યો ત્યાર પછી વિપ્રે પોતાના પુત્રોને પશુ આપ્યો. પિતાનો આશય ન સમજનારા ભોળા પુત્રોએ કોઈક દિવસે તે પશુને હણીને તેનું ભોજન કર્યું. હવે હું આત્મ-કલ્યાણ માટે તીર્થભૂમિએ જાઉં છું. એમ પુત્રોને પૂછીને ‘હવે મારે અરણ્યનું શરણ છે.” એમ વિચારતો તે ઉંચામુખવાળો વિપ્ર ચાલ્યો. અટવીમાં જતાં જતાં તેને અત્યંત તૃષા લાગી અને પાણી માટે રખડતાં રખડતાં તેણે વિવિધ વૃક્ષવાળા પ્રદેશમાં મિત્ર સરખા દ્રહને દેખ્યો. તે દ્રહના કિનારા પરના વૃક્ષોથી ખરી પડેલા પાંદડા, પુષ્પો અને ફળવાળા ઉનાળાના મધ્યકાળના સૂર્યકિરણોથી ઉકળેલા, કઢેલા ઉકાળા સરખા જળનું પાન વિપ્રે કર્યું જેમ જેમ તે પાણી પીએ છે, તેમ તેમ વારંવાર તૃષા વધતી જાય અને વારંવાર પાણી પીએ છે, તેમ તેમ તેને કૃમિ સહિત રેચ લાગે છે. તે દ્રહના જળપાનથી કેટલાક દિવસે તે નિરોગી થયો અને વસન્તમાં જેમ વૃક્ષ તેમ મનોહર સર્વ અવયવવાળો બન્યો. આરોગ્ય પામવાથી હર્ષિત થયેલો વિપ્ર એકદમ ઘરે પાછો કર્યો. “જન્મભૂમિએ પુરૂષોને શરીરનો વિશેષ પ્રકારનો ઉત્પન્ન થયેલ શણગાર છે.'
તે નગરમાં પ્રવેશ કરતો હતો, ત્યારે વિસ્મય પામેલા નગરલોકોએ કાંચળી વગરના સર્પ માફક રોગમુક્ત અને દેખાવડા દેખાતા દેહવાળા તેને જોયો. નગરલોકોએ પૂછયું કે, ફરી જન્મેલા માફક તું નિરોગી કેવી રીતે થયો ? ત્યારે વિપ્રે કહ્યું કે, “દેવતાની આરાધના કરવાથી' પછી પોતાના ઘરે જઈને પોતાના કુષ્ઠ રોગવાળા પુત્રોને હર્ષથી દેખ્યા અને તેઓને કહ્યું કે, “મારી અવજ્ઞા કરવાનું ફળ ઠીક મળ્યું ત્યારે પુત્રોએ તેને કહ્યું, “હે પિતાજી ! વિશ્વાસુ અમારા વિષે તમે શત્રુ માફક આ નિર્દય કાર્ય કેમ કર્યું? ત્યાર પછી લોકોથી તિરસ્કાર પામેલા આશ્રય વગરના તેણે હે રાજન્ ! તારા નગરમાં આવીને જીવિકાના દ્વાર સરખા દ્વારપાળનો આશ્રય કર્યો. તે સમયે અહીં અમે આવ્યા હતા એટલે દ્વારપાળ અમારી ધર્મદેશના સાંભળવા માટે પોતાનું સ્થાન વિપ્રને સોંપીને ગયો. દ્વાર પાસે બેઠેલા તેણે દ્વાર પાસે આવતા પક્ષીઓ માટે નાખેલ બલિ જાણે જીંદગીમાં આવું દેખ્યું ન હોય તે કષ્ટવાળી ભૂખથી ઈચ્છા પ્રમાણે ખાધું. ગળાડૂબ કંઠ સુધી ભોજન કરવાથી ગ્રીષ્મના તાપથી મારવાડના મુસાફર માફક ખૂબ તરસ ઉત્પન્ન થવાથી આકુળવ્યાકુળ બની ગયો. છતાં પણ દ્વારપાળના ભયથી સ્થાન છોડીને પરબડી કે જળાશય તરફ ન ગયો અને તુષાપીડિત તે જળચર જીવોને ધન્ય માનવા લાગ્યો. ‘પાણી પાણી’ એમ બુમ મારતો મારતો મૃત્યુ પામ્યો અને અહીં જ નગરના દરવાજા પાસેની વાવડીમાં દેડકો થયો. અમે ફરી વખત વિહાર કરતા કરતા અહીં આ જ નગરમાં આવ્યા એટલે અમને વંદન કરવા માટે લોકો ઉતાવળા ઉતાવળા આવવા લાગ્યા. અમારા આગમના સમાચાર પનીહારીઓના મુખમાંથી સાંભળી તે દેડકાએ આમ વિચાર્યું કે, આવું પહેલા કયાંય પણ સાંભળ્યું છે વારંવાર ઊહાપોહ કરતા તેને સ્વપ્ર-સ્મરણ કરવા માફક તે જ ક્ષણે જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થયું. દેડકાએ એમ વિચાર્યું કે પહેલા મને દરવાજામાં રોકીને દ્વારપાળ જે ભગવાનને વંદન કરવા ગયો હતો. તે અહીં પધાર્યા છે. જેવી રીતે લોકો તેમના દર્શન કરવા જાય છે. તેવી રીતે હું પણ જાઉં, “ગંગા નદી સર્વ માટે સાધારણ છે, એ કોઈના બાપની માલિકીની નથી” અમને વંદન કરવાના કારણથી કુદી કુદીને તે માર્ગમાં આવતો હતો, એટલામાં તમારા ઘોડાની પગની ખરીથી છુંદાઈને તે દેડકો મૃત્યુ પામ્યો. અમારી ભક્તિથી ભાવિત મનવાળો તે દર્દરાંક દેવપણે ઉત્પન્ન થયો. વગર અનુષ્ઠાનની ભાવના પણ ફળવતી થાય છે. ઈન્દ્રરાજાએ સભામાં કહ્યું કે, શ્રાવકોમાં શ્રેષ્ઠ શ્રેણિક દઢ શ્રદ્ધાવાળો છે, તે કારણે આ દેવ તેની પરીક્ષા કરવા માટે આવ્યો હતો. ગોશીષચંદન વડે તેણે મારા ચરણની પૂજા કરી