________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૩૦
૧૧૭
કૂવામાં પણ તેણે સ્વયં બનાવીને માટીના પાંચસો પાડાઓને હણ્યા છે ત્યાં જઈને જોયું તો તે પ્રમાણે દેખ્યું ત્યાર પછી પોતે ઉદ્વેગ કરવા લાગ્યા કે ‘મારા પૂર્વ કરેલા કર્મને ધિક્કાર થાઓ, સર્વજ્ઞ ભગવંતની વાણી ફેરફારવાળી હોતી નથી.' દ૨૨ોજ પાંચસો-પાંચસો પાડાઓને મારતા આ કાલસૌકરિકને મહાપાપનો ઢગલો વૃદ્ધિ પામ્યો. નરક-પ્રાપ્તિ થઈ ત્યાં સુધી આ લોકમાં પણ તેને અતિભયંકરમાં ભયંકર એવા રોગો ઉત્પન્ન થયા. છેડે નરક પ્રાપ્તિની ઉપર ઉકળેલાં દારુણ પાપો વડે વધ કરાતાં ડુક્કર માફક વ્યાધિની પીડાથી કદર્થના પામેલો ઓ બાપ ! ઓ મા ! એ પ્રમાણે ચીસો પાડતો હતો.
તે સ્ત્રી, તળાઈ, પુષ્પો, વીણાનો શબ્દ કે શીખંડની અનુકુળ સુખ-સામગ્રીનો આંખ, ચામડી, નાસિકા, કાન, જિામાં શુલો ભોંકવા સરખું દુઃખ માનતો હતો. ત્યાર પછી તેના પુત્ર સુલસે તેનું સમગ્ર સ્વરૂપ જગતમાં આપ્ત અને અભયદાન દેનાર એવા અભયકુમારને કહ્યું ત્યારે અભયે તેને જણાવ્યું કે, તારા પિતાએ જે હિંસાદિક પાપ કાર્યો કર્યા છે, તેનું આવું ફળ છે. એ હકીકત સત્ય છે કે, ‘અતિ ઉગ્ર પાપોનું ફળ અહીં જ પ્રાપ્ત થાય છે' તો પણ તેને પ્રીતિ માટે આમ કર. ઈન્દ્રિયોના વિપરીત પદાર્થોથી તેને શાંતિ થશે. વિષ્ટાની દુર્ગંધ નાશ કરવાનું જળ ઔષધ નથી. હવે સુલસે આવીને તેને કડવા અને તીખાં ભોજનો કરાવ્યાં અને તપેલા તાંબાના રસ સરખા પાણીનું પાન કરાવ્યું. ઘણી વિષ્ટા લાવી તેના આખા શરીર પર લેપો કર્યા, ઉંચા કાંટાની બનાવેલી શય્યામાં તેને સુવાડ્યો. ગધેડાના અને ઉંટોના કટુ શબ્દો તેને સંભળાવ્યા. રાક્ષસ, વેતાલ, હાડપિંજર જેવા ભયંકર રૂપો તેને બતાવ્યાં. તેવા પ્રકારના પ્રતિકુળ વિષયોથી ખુશ થયેલા તેણે પુત્રને કહ્યું કે, લાંબા કાળે આજે સ્વાદિષ્ટ ભોજન ઠંડું જળ, કોમળ શય્યા, સુગંધી વિલેપન, કાનને અમૃત સમાન શબ્દ, આવા પ્રકારના સુંદર રૂપો દેખવાનું નેત્રસુખ મને પ્રાપ્ત કરાવ્યું. આટલા લાંબા સમય સુધી તે આવા ભોજનાદિના સુખથી મને વંચિત કેમ રાખ્યો ? તે સાંભળી સુલસ પુત્રે વિચાર્યું કે, અહો ! આ જ જન્મમાં પાપનું ફળ ભોગવે છે, તો નરકમાં તેનું શું થશે ? સુલસ આમ વિચારી રહ્યો હતો, ત્યાં તે મરીને અપ્રતિષ્ઠાન નામની સાતમી નારકીમાં ભયંકર નારકીપણાને પામ્યો.
‘હવે તું પિતાના સ્થાનનો આશ્રય કર,
k
પિતાની મરણોત્તર ક્રિયા પછી સ્વજનોએ સુલસને કહ્યું કે, જેથી કરીને તારા વડે અમે સનાથ બનીએ.' તેઓને સુલસે કહ્યું કે, ‘ એ કાર્ય હું કદાપિ નહિ કરીશ' પિતાએ અહીં જ લગાર અને આવતા જન્મમાં આનું મહાકટુ ફળ મેળવ્યું છે. જેમ મને મારા પ્રાણો પ્રિય છે. તેવી રીતે બીજાં પ્રાણીઓને પણ પોતાના પ્રાણો પ્રિય જ હોય છે. પોતાના પ્રાણ ટકાવવા માટે પારકા પ્રાણોનો નાશ કરનારને ધિક્કાર હો. હિંસાનું આવા પ્રકારનું ફળ દેખીને હિંસાની આજીવિકાથી કોણ જીવે ? જેનું એકાંત ફલ મરણ છે, તે જાણ્યા પછી કિંપાક-ફળ કોણ ખાય ? પછી તે સ્વજનો તેને કહેવા લાગ્યા કે, ‘પ્રાણીવધમાં જ પાપ થશે, તે જેમ ગોત્રીઓ પિતાનું વારસમાં મળેલ સુવર્ણ વહેંચી લે તેની માફક પાપનો ભાગ વહેંચી લઈશું.' તું પ્રથમ એક પાડાને હણ બીજાઓને પછી અમે હણીશું. તેથી ખરેખર તને ઘણું અલ્પ પાપ થશે. તે સમયે પિતાનો કુહાડો હાથ વડે ગ્રહણ કરીને સુલસે તેને પોતાની જંધામાં માર્યો જેથી મૂર્છા ખાઈને તે નીચે પડ્યો. મૂર્છા ઉતરી અને ચેતના આવી એટલે આક્રંદનપૂર્વક કરુણ સ્વરથી બોલ્યો કે અરેરે ! કઠોર કુઠારઘાતથી હું બહુ પીડા પામ્યો છું. હે બંધુઓ ! આ મારી વેદનાને ભાગ પાડીને તમે લઈ લો. જેથી મારી વેદના ઓછી થાય, પીડા પામતા મને બચાવો ! ખેદ પામેલા મનવાળા તે બંધુઓએ સુલસને કહ્યુ કે, ‘કોઈની પીડા કોઈ લઈ શકે ખરો ?' મારી આટલી માત્ર પીડા પણ તમે લઈ શકતા નથી તો પછી તમે નરકપીડા કેવી રીતે લઈ શકશો ? કુટુંબ માટે પાપ કરીને