________________
*
+44
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ ઘોર નરક વેદના એકલો હું જ પરલોકમાં સહન કરીશ બંધુઓ તો અહિં જ રહેવાના છે માટે ભલે વંશપરંપરામાં હિંસા ચાલી આવી હોય તો પણ તેવી હિંસા સર્વથા હું નહિ જ કરીશ. કદાચ પિતા અંધ થાય, તેથી પુત્રે પણ અંધ બનવું ? એ પ્રમાણે કહી રહેલા અતિપીડાવાળા સુલસની સંભાળ લેવા માટે શ્રેણિકપુત્ર અભયકુમાર ત્યાં આવ્યા.
૧૧૮
સુલસને અભયકુમારે આલિંગન કરી કહ્યું, બહુ સારું, બહુ સારું. તારી સર્વ હકીકત અમે સાંભળી તેથી હર્ષ પામી અમે આવ્યા છીએ. વંશપરંપરાના પાપથી કાદવ માફક દુરથી જે પાછો હઠે છે, તે માટે ખરેખ૨ તું ધન્ય પ્રશંસાપાત્ર છો. અમે ગુણો તરફ પક્ષપાત કરનાર છીએ. ધર્મવત્સલ તે રાજકુમાર અભય મધુર આલાપોથી તેનું બહુમાન કરી પોતાને સ્થાને ગયો. દુર્ગતિથી ભય પામેલો સુલસ પોતાના બંધુઓનો અનાદર કરી બાર વ્રતો ગ્રહણ કરી દરિદ્ર જેમ ઈશ્વરમાં તેમ જૈનધર્મને વિષે સ્થાન પામ્યો. કાલસૌરિકના પુત્ર સુલસની જેમ જેઓ કુલપરંપરાથી થવાવાળી હિંસાનો ત્યાગ કરે છે, તેને સ્વર્ગસંપત્તિઓ દૂર નથી તે શ્રેયકાર્યનો અધિકારી બને છે. || ૩૦ |
હિંસા કરવા છતાં પણ દમાદિક કરવાથી પુણ્ય ઉપાર્જન કરે જ છે અને પાપની પણ વિશુદ્ધિ કરે છે ? તે સંબંધમાં કહે છે—
८७ दमो देवगुरुपास्ति-र्दानमध्ययनं तपः
सर्वमप्येतदफलं हिंसां चेन्न परित्यजेत्
1
॥ ૨૧ ॥
અર્થ : જો હિંસાનો ત્યાગ કરવામાં ન આવે તો ઈન્દ્રિયનું દમન, દેવ-ગુરુની ઉપાસના, દાન, સ્વાધ્યાય અને તપાદિ સર્વ પણ ધર્માનુષ્ઠાનો નિષ્ફળ બને છે. II ૩૧ ॥
ટીકાર્થ : જો શાંતિના કારણભૂત અથવા કુલક્રમથી ચાલી આવતી હિંસાનો ત્યાગ ન કરે તો ઈન્દ્રિયોનો જય કરવા રૂપ દમ, દેવ અને ગુરૂની સેવા, સુપાત્રમાં દાન આપવું. ધર્મશાસ્ત્રાદિકનું પઠન કરવું, ચાંદ્રાયણ આદિ કઠોર તપ કરવા, વગેરે શુભ ધર્માનુષ્ઠાનો પણ પુણ્ય ઉપાર્જન અને પાપક્ષયાદિ ફળ વગરના સમજવા. આ પ્રમાણે માંસલુબ્ધ શાંતિના અર્થી અને કુલાચાર પાલન માટે કરાતી હિંસાનો પ્રતિષેધ કર્યો. ॥ ૩૧ ||
હવે શાસ્ત્રીય હિંસાનો પ્રતિષેધ કરતા શાસ્ત્રથી જ તેનું ખંડન કરે છે—
८८ विश्वस्तो मुग्धधी - र्लोकः पात्यते नरकावनौ
'
अहो नृशंसैर्लोभान्धै-हिंसाशास्त्रोपदेशकैः
॥ ૨૨ ॥
અર્થ : આશ્ચર્યની વાત એ છે કે હિંસા શાસ્ત્રોના ઉપદેશ આપનારાં તથા લોભથી અંધ બનેલા નિર્દય પુરુષો હિંસામાં ધર્મ સમજાવીને ભોળા અને વિશ્વાસુ લોકોને નરકની પૃથ્વીમાં ફેંકે છે. ॥ ૩૨ ||
ટીકાર્થ : નિર્દય અને લોભાંધ એવા મનુ વગેરે હિંસાશાસ્ત્રોના ઉપદેશ કરનારા, દયાવાળા તો હિંસાનો ઉપદેશ કે તેના શાસ્ત્રો રચે જ નહિ. માંસખાવાના લોભમાં અંધ બનેલાઓ વિશ્વાસવાળા ભદ્રિક જનોને નરકપૃથ્વીમાં ફેંકે છે. લોભમાં અંધ કેમ કહ્યા ? તે માટે જણાવે છે સ્વાભાવિક વિવેક અને વિવેકીના સંસર્ગરૂપે ચક્ષુથી રહિત હોવાથી, કહ્યું છે કે, “સ્વાભાવિક વિવેક એ જ એક નિર્મલ ચક્ષુ છે, તેમ જ તેવા વિવેકવાળા સાથે સંવાસ, તે બીજુ ચક્ષુ છે. આ બંને જગતમાં જેને નથી. તે તત્ત્વથી અંધ છે અને તે ખોટા માર્ગે પ્રવર્તે તેમાં કોનો અપરાધ ગણવો ?' ચતુર બુદ્ધિવાળો કાર્યાકાર્યનો વિવેક