________________
૧૧૪
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ
તમે તેના તરફ યુદ્ધ કરવા જશો તો, તેને સુખપૂર્વક પકડી શકશો. ગમે તેટલો બળવાન હોય પણ ખિન્ન થયા પછી પરાક્રમથી પરાભવ પાડી શકાય છે” તેના વચનને સારું માનનાર રાજા બાણવૃષ્ટિ વડે સારભૂત અગ્રસૈન્યવાળો હોવાથી ભયંકર સર્વર્સન્યાદિ સામગ્રી સહિત બહાર નીકળ્યો. ત્યાર પછી પાછળ જોયા વગર ચંપાના રાજસૈનિકો નાસવા લાગ્યા. અણધારી વીજળી પડે ત્યારે જોવા માટે કોણ સમર્થ બને? “કંઈ દિશામાં જવું ?' એમ વિચારતો ચંપાનો અધિપતિ એકલો જ પલાયન થયો તેના હાથી, અશ્વો, કોશ વગેરે કૌશાંબીના રાજાએ ગ્રહણ કર્યા.
હર્ષ પામેલા મહા આશયવાળા શતાનીક રાજાએ કૌશાંબીમાં પ્રવેશ કરીને સેતુક વિપ્રને કહ્યું, બોલ, તને શું આપું? વિખે તેને કહ્યું, હું મારી કુટુંબને પુછીને યાચના કરીશ. ગૃહસ્થોને ગૃહીણી વગર બીજું
પર કરવાનું સ્થાન હોતું નથી. હર્ષ પામેલા ભટ્ટ ભટ્ટિણી પાસે જઈ સર્વ હકીકત કહી, ત્યારે બુદ્ધિશાળી એવી તેણે આ પ્રમાણે વિચાર્યું કે, જો આની પાસે રાજા પાસેથી પ્રામાદિક ગ્રહણ કરાવીશ. તો એ બીજી પત્ની પરણશે. કારણ કે, વૈભવ એ અહંકાર કરાવનાર થાય છે. દરરોજ એક એક રે જઈ ભોજન કરવું તથા દક્ષિણામાં એક સોનામહોર માંગવી.” એ પ્રમાણે પતિને શિખામણ આપી. તે પ્રમાણે વિપ્રે માંગણી કરી અને રાજાએ પણ બોલ્યા પ્રમાણે આપ્યું. “સમુદ્ર મળવા છતાં પણ ઘડો પોતાની યોગ્યતા પ્રમાણે જળપ્રાપ્તિ કરે છે.” હંમેશા તે પ્રમાણે તે પ્રાપ્ત કરતો હતો અને વળી તે સાથે આદર પણ મેળવતો હતો. “રાજપ્રસાદ પુરૂષોને મહાગૌરવ કરનાર થાય છે' આ રાજમાન્ય છે. એમ ધ લોકો તેને નિમંત્રણ કરવા લાગ્યા, જેના પર રાજા પ્રસન્ન થાય તેનો સેવક કોણ ન થાય ? પ્રથમ પ વમન કરી તે વારંવાર ભોજન કરતો હતો. કારણકે દરરોજ વધારામાં દક્ષિણા મળતી હતી. “બ્રાહ્મણોના લોભને ધિક્કાર થાઓ.” વિવિધ દક્ષિણાના ધન વડે તે વિપ્ર ધનવાન બન્યો અને જેમ વડલો મૂળ, ડાળ અને વડવાઈ વડે તેમ પુત્ર-પૌત્રોથી તે વિસ્તાર પામ્યો. તે વિપ્ર હંમેશા અજીર્ણ, અન્ન-વમન, ઓડકાર, આમરસ વડે લાખ વડે પીપળાની જેમ તે ચામડીના રોગવાળો બન્યો તેથી કરીને તે સડેલા નાક, પગ અને હાથવાળો કુષ્ઠી બની ગયો. તેમ છતાં અગ્નિ માફક અતૃપ્ત તે, રાજાની પાસે જઈને પણ તેવી રીતે ભોજન કરતો હતો.
એક વખત મંત્રીઓએ રાજાને વિનંતી કરી કે, હે દેવ ! આ કુઠી છે અને તેનો રોગ ચેપી છે, માટે અહીં ભોજન કરે છે, તે યોગ્ય નથી. તેના પુત્રો નિરોગી છે. તેમાંથી કોઈને પણ ભોજન કરાવો. “ખંડિત થયેલી પ્રતિમાના સ્થાને બીજી સ્થાપન કરવી જોઈએ.” એ પ્રમાણે મંત્રીઓએ કહ્યું, તે વાતનો રાજાએ સ્વીકાર કર્યો. પોતાના સ્થાને પુત્રને સ્થાપન કરી વિપ્ર પોતે ઘરે રહ્યો. શુદ્ધ માખીઓના ટોળાથી પરિવરેલ મધપૂડા માફક પિતાને પુત્રોએ ઘર બહાર એક ઝુંપડીમાં રાખ્યો. બહાર રહેલા પિતાની આજ્ઞાને પુત્રો સાંભળતા કે કરતા ન હતા. એટલું જ નહિ પણ શ્વાન માફક તેને ભોજન કાષ્ઠપાત્રમાં આપતા હતા અને પુત્રવધુઓ પણ જુગુપ્સા કરતી, ભોજન પીરસતી માં ફેરવીને ઊભી રહેતી અને નાક મચકોડતી હતી. તેણે વિચાર કર્યો કે, “આ પુત્રોને મેં ધનવાન બનાવ્યા. ત્યારે તેમણે સમુદ્રપાર કરાવનાર વહાણની માફક મારો અનાદર કરી મારો જ ત્યાગ કર્યો. વચનથી પણ તેઓ મને સંતોષ આપતા નથી, એટલું જ નહિ પણ કુઠી, ક્રોધી, અસંતુષ્ટ અયોગ્ય એ વિગેરે અનુચિત શબ્દો બોલી આ પુત્રો મને ક્રોધ કરાવે છે. આ પુત્રો, જેવી રીતે મારી ધૃણા કરે છે, તેમ તેઓ પણ ધૃણાપાત્ર બને તેમ ગમે તેમ કરી હું કરીશ. એમ વિચારી પુત્રોને કહ્યું કે, હવે હું જીવવાથી કંટાળ્યો છું. હે પુત્રો ! આપણા કુલાચાર એવા પ્રકારનો છે કે, મરવાની ઈચ્છાવાળાએ કુટુંબને એક મંત્રેલો પશુ આપવો જોઈએ. માટે એક પશુ લાવો’ એ સાંભળી