________________
દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭
૧૦૭ માટે તે ક્યાંય ગયા જણાય છે. સંશય વગરની વાત છે, કે “મંત્રીઓ સ્વામીના કાર્ય માટે પૂછ્યા વગર પણ જાય છે. તમારા વિષયની ભક્તિથી જ રક્ષાએલો તે નક્કી પાછો આવશે જ. સ્વામિ-ભક્તિનો પ્રભાવ એવો છે કે, તે સેવકો માટે બખ્તર સરખું કાર્ય કરે છે. સ્થાને પહોંચ્યા પછી સેવકો દ્વારા તેની શોધ કરાવીશું. યમરાજાના વનસરખા આ વનમાં રોકાઈ રહેવા યોગ્ય નથી.” તેના વચનથી અશ્વોને ચલાવ્યા એટલે મગધરાજાના સીમાડાના ગામ પહોંચ્યા. અશ્વોને અને વાયરાને વળી દુર શું હોય ? મકાનમાં રહેલા ગામના મુખીએ તેમને જોયા એટલે તે પોતાના ઘરે લઈ ગયો. “અજાણ્યા મહાપુરુષો આકૃતિનાં દર્શન માત્રથી પૂજા પામે છે.” ગામમુખીએ તેમને પૂછયું કે, તમારા ચહેરાથી તમો શોકવાળા જણાવો છો, ત્યારે કહ્યું કે મારો મિત્ર ચોરો સાથે યુદ્ધ કરતાં કરતાં ક્યાંય ગયો છે, એટલે મુખીએ કહ્યું કે, ‘હનુમાન જેમ સીતાની તેમ તેની ભાળ શોધી લાવીશ' એમ કહીને ગ્રામજનો આખી મહાઇટવીને ખુંદી વળ્યા. ગ્રામ-નેતાએ પાછા આવીને કહ્યું કે, વનમાં તો પ્રહારથી ઘાયલ થયેલો કોઈ દેખાયો નહિ, પરંતુ આ એક બાણ મળ્યું છે. નક્કી વરધનુ હણાયો એમ ચિતવતા બ્રહ્મદત્તને શોક માફક અંધકાર સ્વરૂપ રાત્રિ-સમય થયો. રાત્રિના ચોથા પહોરે ત્યાં ચોરો ત્રાટક્યા. પંરતુ જેમ કામથી પ્રવાસીએ તેમ કુમારથી તેઓ ભાગી ગયા. ત્યાર પછી ગામ-નેતાથી અનુસરાતો તે ક્રમે કરી રાજગૃહ ગયો અને તેની બહાર તાપસના આશ્રમમાં રત્નવતીને મૂકી. નગરમાં પ્રવેશ કરતાં તેણે એક મહેલની બારીમાં ઉભેલી સાક્ષાત રતિ-પ્રીતિ સરખી નવયૌવનવય પામેલી બે કામિનીઓને દેખી. તે બંનેએ કુમારને કહ્યું કે, “પ્રેમ રાખનાર જનનો ત્યાગ કરી ચાલ્યા જવું. તે તમારા સરખાને યોગ્ય ગણાય ?' કુમારે કહ્યું કે, પ્રેમ રાખનાર જન કોણ છે ? અને મેં ક્યારે તેમનો ત્યાગ કર્યો ? અને તમે કોણ છો ? તમો પ્રસન્ન થાવ હે નાથ ! તમો આવો અને વિશ્રામ કરો' એવા વચનો બોલતા તેમણે બ્રહ્મદત્તને મનની માફક ઘરમાં પ્રવેશ કરાવ્યો. પછી સ્નાન, ભોજન કરી રહેલા બ્રહ્મદત્તને તેઓ પોતાની યથાર્થ કથા કહેવા લાગી –
જ્યાં વિદ્યાધરોના આવાસો છે, તે સુવર્ણ (રૂપા) સરખી શિલાવાળો પૃથ્વીના તિલક સમાન વૈતાઢય નામનો પર્વત છે. તેની દક્ષિણ શ્રેણીમાં શિવમંદિર નામના નગરમાં અલકામાં જેમ ગુહ્યક તેમ જ્વલનશિખ નામનો રાજા છે. તે વિદ્યાધર રાજાને તેજસ્વી મુખકાંતિવાળી મેઘને જેમ વીજળી, તેમ વિદ્યુતશિખિ નામની પ્રિયા હતી. તેમના નાટ્યગૃત્ત પુત્રની પછી જન્મેલી ખંડા અને વિશાખા નામની પ્રાણાધિક પ્રિય એવી બે અમે પુત્રીઓ છીએ. કોઈક દિવસે મહેલમાં પિતાજી અગ્નિશિખ મિત્ર સાથે વાર્તાલાપ કરતા હતા, ત્યારે અષ્ટાપદપર્વત પર જતા દેવોને આકાશમાં જોયા. ત્યાર પછી મિત્રને સાથે લઈ અમે તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા. “સ્નેહીઓ હોય, તેમને ધર્મમાં જોડવા જોઈએ. અમો અષ્ટાપદે પહોંચ્યા. ત્યાં મણિરત્નની બનાવેલી પ્રમાણ અને વર્ણયુક્ત તીર્થંકર પરમાત્માની પ્રતિમાઓનાં દર્શન કર્યા. તેમજ વિધિ પ્રમાણે અભિષેક, વિલેપન પૂજા કરીને તેમને ત્રણ પ્રદક્ષિણા કરી એકાગ્રચિત્તે ચૈત્યવંદનરૂપ વંદના કરી. મંદિરમાંથી અમે બહાર નીકળતા હતા. ત્યારે લાલ અશોકવૃક્ષ નીચે મૂર્તિ સ્વરૂપ તપ અને શમ સરખા બે ચારણ શ્રમણોને જોયા. તેમને પ્રણામ કરી તેમની પાસે બેસીને અમે શ્રદ્ધાપૂર્વક અજ્ઞાન-અંધકાર દૂર કરનાર ચંદ્રજ્યોત્ના સરખી ધર્મદેશના સાંભળી. ત્યાર પછી અગ્નિશિખે તેમને પુછ્યું કે, આ બે કન્યાનો પતિ કોણ થશે ? તેમણે કહ્યું કે, જે આ બેના ભાઈને મારનાર હશે તે થશે. તે વાત સાંભળીને હિમથી જેમ ચંદ્ર તેમ પિતાજી અને અમે બંને ઉદાસીન બન્યા, અને વૈરાગ્ય-ગર્ભિત વચનો વડે અમે કહ્યું કે, હે પિતાજી ! સંસારની અસારતવાળી દેશના આજે જે આપણે સાંભળી, તો પછી આ વિષાદરૂપ નિષાદચંડાલથી કેમ પરાભવ પામો છો ? આવા પ્રકારના વિષયથી ઉત્પન્ન થયેલા સુખથી અમને સર્યું. ત્યારથી