________________
૧૦૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આ બ્રહ્મદત્તને જોયો હતો, ત્યારથી માંડી ઝૂરતી કામથી પીડાતી તે કોઈ રીતે શાંતિ પામતી નથી અને રાત દિવસ મને બ્રહ્મદત્તનું શરણ છે એવો જાપ કર્યા કરે છે. એક દિવસે પોતે લખેલા લેખ સાથે હાર બ્રહ્મદત્તને અર્પણ કરો' એમ કહી તેણે મને પહોંચાડવા આપ્યો, કોઈ સેવક દ્વારા મેં લેખ મોકલાવ્યો હતો એમ કહીને ઉભી રહી. ત્યારે મેં પણ પ્રત્યુત્તરનો લેખ અર્પણ કરી તેને રજા આપી. તે દિવસથી કુમાર પણ મધ્યાહુનના સૂર્યકિરણથી તપેલા હાથી માફક દુઃખે નિવારણ કરી શકાય તેવા કામસંતાપવાળો સુખ પામતો નથી. બીજી બાજુ દીર્ઘરાજાએ મોકલેલા કૌશામ્બી નગરીના રાજપુરુષો અંગમાં ભરાયેલ શલ્ય સરખા તે બંનેને ખોળવા માટે આવ્યા. રાજાની આજ્ઞાથી કૌશામ્બી નગરીમાં તે બંનેની શોધ ચાલી, ત્યારે સાગરે નિધાન માફક પોતાના ભોયરામાં છપાવીને તેમનું રક્ષણ કર્યું. રાત્રે બહાર જવાની. તેમને રથમાં બેસાડી સાગર કેટલાક માર્ગ સુધી સાથે ગયો અને પછી પાછો વળ્યો. ત્યાર પછી તેઓ આગળ જતા હતા ત્યારે નંદનવનમાં જેમ અમરીને તેમ ઉદ્યાનમાં અસ્ત્રો સાથે રથમાં આરૂઢ થયેલી એક નારીને તેઓએ જોઈ. “તમને આટલો સમય કેમ થયો ?' એમ આદર પર્વક તેણે કહ્યું. ત્યારે આ બંનેએ પૂછ્યું કે, “અમો કોણ છીએ ? તે તું અમને જાણે છે ? ત્યારે તેણે પ્રત્યુત્તર આપ્યો કે, આ નગરમાં કુબેરનો બીજો ભાઈ હોય તેવો મહાનવાળો ધનપ્રવર નામનો શેઠ છે. બુદ્ધિના આઠ ગુણો ઉપર જેમ વિવેક તેમ તે શ્રેષ્ઠીના આઠ પુત્રો ઉપર વિવેકથી નામની હું પુત્રી જન્મી છું. જુવાન એવી મેં આ ઉદ્યાનમાં યક્ષની ઘણી આરાધના કરી કે. “મને અતિ ઉત્તમ વરની પ્રાપ્તિ થાઓ.' ઘણે ભાગે સ્ત્રીઓને આ સિવાય બીજો મનોરથ હોતો નથી. ભક્તિથી તુષ્ટ થએલા આ ઉત્તમ યક્ષે “બ્રહ્મદત્ત ચક્રવર્તી તારો ભર્તાર થશે.” એ પ્રમાણે મને વરદાન આપ્યું. “સાગર અને બુદ્ધિલ શેઠના કૂકડાના યુદ્ધમાં શ્રીવત્સવાળો સરખા રૂપવાળો જે મિત્ર સહિત આવશે. તેને તારો વર સમજવો. મારા મંદિરમાં તુ વર્તતી હઈશ. ત્યારે બ્રહ્મદત્તની ર પ્રથમ મેલાપ થશે.' તેથી હું જાણું છું કે, હે સુંદર ! તે તમે જ છો. માટે ચાલો. લાંબા સમયથી વિરહાગ્નિથી પીડાતી મને જળના પર સરખા સંગમ વડે અત્યારે શાંતિ પમાડો. “ઠીક' એ પ્રમાણે કહી તેના અત્યંત અનુરાગ માફક તેનો સ્વીકાર કરી તે રથમાં આરૂઢ થયો અને ક્યાં જવું છે? એમ તેણીને પડ્યું ત્યારે તેણે કહ્યું કે, મગધપુરમાં મારો પિતરાઈ ભાઈ ધનાવહ નામનો છે તે આપણો ઘણો સત્કાર કરશે, માટે અહીંથી ત્યાં જવું એ પ્રમાણે રત્નવતીના વચનથી મંત્રીપુત્ર સારથીએ અશ્વોને પ્રેય, બ્રહ્મપુત્ર કૌશામ્બી દેશનું ઉલ્લંઘન કરી ક્ષણવારમાં યમરાજાની ક્રીડાભૂમિ સરખી ભયંકર અટવીમાં આવ્યો. ત્યાં આગળ સુકંટક અને કંટક નામના ચોર સેનાપતિએ મહાવરાહને જેમ શ્વાનો તેમ બ્રહ્મદત્તને રોકતા હતા. સૈન્ય સાથે એકી વખતે કાલરાત્રિાના પુત્ર સરખા ઉત્કટ બંને ભાઈઓ બાણો વડે આકાશમંડપને આચ્છાદન કરવા લાગ્યા. ધનુષ્ય ગ્રહણ કરેલ ગર્જના કરતો કુમાર પણ મેઘ ઘણી ધારા વડે જેમ અગ્નિને તેમ બાણની ધારા વડે ચોર-સેનાને રોકતો હતો. કુમાર જ્યારે બાણવૃષ્ટિ કરવા લાગ્યો, ત્યારે બંને ચોરો સૈન્ય સાથે નાસી ગયા. “પ્રહાર કરનાર જ્યાં સિંહ હોય ત્યાં હરણિયા કેવી રીતે ટકી શકે ?' મંત્રીપુત્રે કુમારને કહ્યું કે, યુદ્ધ કરીને તમે થાકી ગયા છો, તો તે સ્વામિ ! તમે આ રથમાં રહી મુહુર્ત સૂઈ જાવ. પર્વતની તળેટીમાં જેમ યુવાન હાથણી સાથે હાથી તેમ બ્રહ્મદત્ત પણ રથમાં રત્નવતી સાથે સુઈ ગયો. જાગ્યો ત્યારે રથમાં મંત્રીપુત્રને ન દેખ્યો, એટલે શું પાણી લેવા ગયો હશે ? એમ ધારીને ઘણી વખત તેને બૂમ પાડી. સામેથી જવાબ ન મળ્યો અને રથનો આગલો ભાગ લોહીથી ખરડાએલો દેખીને અરેરે ! હું હણાયો, એમ વિલાપ કરતાં મૂછ પામ્યો અને રથમાં પટકાયો. ચેતના આવી એટલે ઉભો થયો હો હા હે મિત્ર વરધનું ! તું ક્યાં ગયો ? એમ લોક માફક આકંદન કરતાં તેને રત્નવતીએ સમજાવ્યો કે, “તમારા મિત્ર મૃત્યુ પામ્યા જણાતા નથી. હે નાથ ! તે માટે અમાંગલિક એવા શબ્દો પણ બોલવા યોગ્ય નથી. તમારા કાર્ય