________________
દ્વિતીય પ્રકાશ, શ્લો. ૨૭.
૯૯ બને છે' એકાંતમાં ચુલનીદેવી સાથે તે એકલો કામ-બાણોને ફેંકવા સરખા હાસ્ય અને પ્રીતનાં વચનો વડે કરી મંત્રણા કરવા લાગ્યો પોતાની ફરજ, બ્રહ્મરાજાનો ઉપકાર અને લોકની અવગણના કરીને તે ચુલનીમાં આસક્ત બન્યો. “ખરેખર ઈન્દ્રિયો વશ કરવી ઘણી મુશ્કેલ છે. ચુલનીએ બ્રહ્મરાજાના પતિપ્રેમનો, અને દીર્ધ રાજાએ મિત્ર-સ્નેહનો ત્યાગ કર્યો. “ખરેખર કામદેવ સર્વ વિનાશ કરનાર થાય છે” ઈચ્છા પ્રમાણે સુખે વિલાસ કરતા એવા તેઓના ઘણા દિવસો મુહૂર્ત માફક પસાર થયા. બ્રહ્મરાજાના બીજા હૃદય સરખા ધનમંત્રીની નજરમાં તે બંનેનું ખુલ્લું ખરાબ વર્તન આવી ગયું મંત્રીએ વિચાર્યું કે, ચુલની સ્ત્રીસ્વભાવથી અકાર્ય આચરે છે. “ખરેખર સતી સ્ત્રીઓ બહુ વિરલ હોય છે. જે રાજ્યકોષ અને અંતઃપુર વિશ્વાસથી સાચવવા અને રક્ષણ કરવા થાપણ તરીકે અર્પણ કર્યું દીર્ઘરાજા તેનો આજે વિદ્રોહ કરી વિનાશ કરે છે, તેને કંઈ પણ અકાર્ય નથી. માટે હવે તે કુમારનું કંઈ વિપરીત કરશે, બિલાડા માફક દુર્જન પોષણ કરનારને પણ પોતાનો ગણતો નથી. એમ વિચારી વરધનુ નામના પોતાના પુત્રને આજ્ઞા કરી કે, હંમેશાં તારે સમાચારો જણાવતા રહેવું અને બ્રહ્મદત્તની સેવા કરવી.
મંત્રીપુત્રે જ્યારે કુમારને વૃત્તાંત જણાવ્યો ત્યારે બ્રહ્મદત્ત પણ નવયુવાન હાથી માફક ધીમે ધીમે કોપ દેખાડવા લાગ્યો ત્યારે પછી બ્રહ્મદત્ત માતાનું દુશ્વરિત્ર નહિ સહન કરતો કાગડાને અને કોયલને લઈને અંતઃપુરમાં ગયો અને ત્યાં માતા અને દીર્ઘ સાંભળે તેવી રીતે બોલવા લાગ્યો કે, “વર્ણ-સંકરપણાથી આ બંને અને આવાં બીજા કોઈ હશે તો તે પણ વધ કરવા યોગ્ય છે. નક્કી તેઓને હું શિક્ષા કરીશ. ત્યાર પછી દીર્ઘ રાજાએ ચુલનીને કહ્યું છે કે, હું કાગડો અને તું કોયલ છે આપણે બંનેને આ કેદ કરશે. ત્યારે દેવીએ કહ્યું કે, બાળકના બોલવાથી ભય પામવાની જરૂર નથી. એક વખતે ભદ્ર હાથણી સાથે મુંડને લઈ જઈ ઠપકા પૂર્વક કુમારે આગળ માફક શિક્ષાવચનો કહ્યાં એ પ્રમાણે ફરી સાંભળીને દીર્થે કહ્યું કે, બાળક આપણને અભિપ્રાય પૂર્વક સંભળાવે છે. ત્યારે ચુલનીએ કહ્યું કે, અરે ! તેમ પણ હોય તેથી શું? કોઈ દિવસે હંસી સાથે બગલાને બાંધીને બ્રહ્મદત્તે સંભળાવ્યું કે, આ હંસી સાથે આ બગલો ક્રીડા કરે છે, પણ કોઈનું આવા પ્રકારનું વર્તન હું સહન નહિ કરીશ. ત્યારે દીર્ધ કહ્યું, હે દેવી ! બાળક એવા તારા પુત્રની અંદર પ્રગટેલ રોષાગ્નિના ધૂમાડા નીકળવા સરખી વાણી સાંભળ. વયથી વૃદ્ધિ પામતો આ કુમાર નક્કી હાથી અને હાથણી માટે જેમ કેસરી તેમ આપણા બંને માટે વિઘ્નરૂપ થશે. જ્યાં સુધીમાં કુમાર યુવાન પરાક્રમી ન થાય, ત્યાં સુધીમાં વિષવૃક્ષ માફક આ બાળકનો ઉચ્છેદ કરવો જોઈએ. ચુલનીએ કહ્યું કે, રાજ્યધર પુત્રનો વિનાશ કેમ કરાય? તિર્યંચો પણ પોતાના પ્રાણની જેમ પુત્રોનું રક્ષણ કરે છે. દીર્થે કહ્યું કે, પુત્ર ઉત્પન્ન કરવાનો તારો કાળ તો આ આવેલો જ છે, તું ચિંતા ન કર, હું છું એટલે તારે પુત્રો દુર્લભ નથી. શાકિની સરખી ચુલનીએ પણ પુત્ર-વાત્સલ્યનો ત્યાગ કરી રતિક્રીડા અને સ્નેહમાં પરવશ બની તેની વાતનો સ્વીકાર કર્યો. ચુલનીએ મંત્રણા કરી કે, અપકીર્તિ ન થાય તેમ આનો વિનાશ કરવો. આંબાના વનને સિંચવું પણ ખરું અને પિતૃતર્પણ પણ કરવું આ માટે કયો ઉપાય ? અથવા આ કુમારનાં લગ્ન કરવાં અને વાસગૃહના બાનાથી તેના માટે ગુપ્ત પ્રવેશ-નિર્ગમના દ્વારવાળું લાક્ષાઘર તૈયાર કરાવવું, ત્યાર પછી તેમાં વિવાહ પછી તેની પત્ની સાથે પ્રવેશ કરાવવો. તેઓ બંને અંદર ઊંઘી ગયા હોય, ત્યારે રાત્રે અગ્નિ સળગાવી બાળવો.
આ પ્રમાણે બંનેએ ગુપ્ત મંત્રણા કરી પુષ્પચૂલ રાજાની કન્યા સાથે વિવાહ કર્યો અને વિવાહ કરવાની સર્વ સામગ્રી તૈયાર કરાવી તે બંનેનો ક્રૂર અભિપ્રાય જાણીને ધનુમંત્રીએ દીર્ઘ રાજાને અંજલિ કરી વિનંતિ કરી કે, મારો વરધનુ પુત્ર કલાઓ જાણનાર અને નીતિકુશળ બની ગયો છે અને હવે તે જ તમારી