________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૭
૧૦૩
વચનોથી મધુરપણે તેની સાથે રતિક્રીડા કરતા કરતા તેમણે આખી રાત્રિ એક પહોર પ્રમાણવાળી હોય તેમ પસાર કરી. તે વખતે પ્રભાત સમયે આકાશમાં બ્રહ્મદત્તે કુરરી પક્ષિણી સરખો ખેચરસ્ત્રીઓનો શબ્દ સાંભળ્યો. વાદળા વગરની વૃષ્ટિ માફક અકસ્માત આકાશમાં આ શબ્દ કેમ ઉત્પન્ન થયો ? આ પ્રમાણે પુછાએલી ગભરાએલી પુષ્પવતીએ કહ્યું. “આ તો તમારા શત્રુ નાટ્યોન્મત્તની બે બહેનો ખંડા અને વિશાખા નામની વિદ્યાધરકમારીઓ આવી રહેલી છે. વગર ફોગટનો તેના માટે વિવાહની સામગ્રી હાથમાં લઈને આવે છે. જુદા પ્રકારે ચિંતવેલ કાર્ય દેવ તેની વિપરીત ઘટના કરે છે.” તમો થોડો સમય અહીંથી ખસી જાવ, તમારા ગુણકીર્તન કરીને તમારા વિષે તેમને રાગ કે વિરાગ થાય છે ? એવો તેમનો ભાવ જાણી લઉં, જો તેઓ રાગ કરશે, તો હું લાલ ધ્વજા ચલાવીશ તો તમે બીજે ચાલ્યા જજો, બ્રહ્મદત્તે તેને કહ્યું તું ભય ન રાખ, શું હું બ્રહ્મપુત્ર બીકણ છું. તુષ્ટ થાય કે રુષ્ટ થાય તો પણ તે શું કરી શકવાની છે? પુષ્પવતીએ કહ્યું કે તેમનાથી તમને ભય છે, એમ હું નથી કહેતી, પરંતુ તેના સંબંધી એવા વિદ્યાધરો તમારા સાથે વિરોધવાળા ન થાય. તેના ચિત્તની અનુવૃત્તિથી તે ત્યાં જ એક બાજુ છુપાઈ રહ્યો. હવે પુષ્પપતીએ સફેદ ધ્વજા ચલાવી. એટલે કુમાર તે દેખીને ત્યાંથી ધીમે ધીમે પ્રિયાના આગ્રહને આધીન બની ગયો. તેવા પ્રકારના મનુષ્યોને ભય હોતો નથી. આકાશમાં જેમ પક્ષી, સાંજે સૂર્ય જેમ સમુદ્રમાં તેમ અરણ્ય પસાર કરી એક મહાસરોવર પાસે કુમાર પહોંચ્યો. ઐરાવણ જેમ માનસ સરોવરમાં તેમ કુમારે તેમાં પ્રવેશ કરીને સ્નાન કરી ઈચ્છા પ્રમાણે અમૃત સરખું જળપાન કર્યું. બ્રહ્મદત્ત જળમાંથી બહાર નીકળી વાયવ્ય દિશાના કિનારે લત્તાની અંદર ગુંજારવ કરતા ભમરાઓના શબ્દના બાનાથી સારી રીતે સ્નાન કર્યું? એમ પૂછતી હોય તેમ આવી પહોંચ્યો. ત્યાં આગળ તેણે વૃક્ષ અને લતાની ઝાડીમાં પુષ્પો વીણતી સાક્ષાત્ વનદેવી સરખી કોઈ સુંદરી દેખી. કુમાર પણ વિચાર કરવા લાગ્યો કે, બ્રહ્માએ જન્મથી માંડી અનેક રૂપો બનાવવાનો અભ્યાસ કર્યો હશે, ત્યારે જ આમાં આટલું રૂપ- કૌશલ્ય લાવી શક્યા હશે. દાસી સાથે વાતો કરતી તે મોગરા સરખા ઉજ્જવલ કટાક્ષો વડે કંઠમાં વરમાળા ફેંકતી હોય તેમ તેને જોતી બીજી બાજુ ગઈ. કુમાર પણ તે જોતા જેટલામાં બીજી તરફ જવા પ્રયાણ કરે છે, તેટલામાં વસ્ત્ર, ભૂષણ, તાંબૂલ સાથે દાસી આવી. દાસીએ વસ્ત્ર વગેરે અર્પણ કરીને કહ્યું કે, આપે અહીં જેને દેખી હતી, તેણે આ સ્વાર્થ-સિદ્ધિના બાના તરીકે આપના ઉપર મોકલ્યું છે અને મને આજ્ઞા કરી છે કે એમને પિતાજીના મંત્રીને ત્યાં મહેમાનગતિ માટે લઈ જજે. સાચી હકીકત તો તે જ યથાર્થ જાણે છે. તે પણ દાસી સાથે નાગદેવમંત્રીના ઘરે ગયો. અમાત્ય પણ જાણે તેના ગુણોથી જ આકર્ષાયો હોય તેમ ઉભો થયો. દાસીએ મંત્રીને કહ્યું કે રાજપુત્રી શ્રીકાન્તાએ રહેવા માટે આ ભાગ્યશાળીને તમારે ત્યાં મોકલ્યા છે, એમ સંદેશો આપીને દાસી ગઈ. તે મંત્રીએ સ્વામીની માફક તેની વિવિધ પ્રકારની પરોણાગત કરી અને ક્ષણ માફક આખી રાત્રિ ખપાવી. રાત્રિ પૂર્ણ થયા પછી મંત્રી કુમારને રાજકુલમાં લઈ ગયો. જ્યાં રાજાએ બાલસૂર્ય માફક અર્ધ આદિકથી તેનો આદર કર્યો વંશાદિ પૂછ્યા વગર રાજાએ કુમારને પુત્રી આપી. તેવા પ્રકારના પુરૂષો આકૃતિથી જ સર્વ જાણી જાય છે. કુમારે હસ્ત વડે હસ્ત-પીડન કરતાં તેની સાથે લગ્ન કર્યું. જાણે અન્યોન્ય એકબીજાના અનુરાગને સર્વ દિશામાં સંક્રમતા ન હોય ?
એક વખત એકાંતમાં ક્રીડા કરતાં બ્રહ્મદત્તે તેને પુછયું કે જેના વંશાદિક જાણ્યા નથી, એવા અજ્ઞાત મને પિતાજીએ તને શા માટે આપી હશે ?” એટલે મનોહર દંતકિરણો વડે સ્વચ્છ થયેલા ઓષ્ઠદલવાળી શ્રીકાન્તાએ કહ્યું કે, વસંતપુર પત્તનમાં શબરસેન નામના રાજા હતા, તેના પુત્ર મારા પિતાને ક્રૂરગોત્રવાળા રાજાઓએ રાજ્યગાદી ઉપરથી દૂર કર્યા ત્યાર પછી મારા પિતાએ બલ-વાહન-સહિત આ પલ્લીનો આશ્રય