________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
વનમાં આમતેમ ભમતાં ત્યાં કોઈ હાથીના તાજાં મળ અને મૂત્ર જોવામાં આવ્યાં, તેથી તેણે માન્યું કે અહીંથી દૂર કોઈ હાથી હોવો જોઈએ. તાપસોએ તેને ઘણો રોકવા છતાં તેના પગલે પગલે પાંચ યોજનના અંતે તેણે પર્વત સરખા હાથીને જોયો. નિઃશંકપણે કછોટો વાળી પરાક્રમવાળી ગર્જના કરતો મલ્લુ જેમ મલ્લને તેમ મનુષ્યોમાં હાથી સમાન બ્રહ્મદત્તે હાથીને આહ્વાન કર્યું. એટલે ક્રોધાયમાન બની સર્વ અંગોને ધૂણાવતો, સૂંઢ લંબાવતો, કાનને સ્થિર કરતો, લાલમુખવાળો હાથી કુમાર તરફ દોડ્યો. જેટલામાં હાથી કુમારની પાસે આવી ગયો, તેટલામાં બાળકને છેતરવા માટે હોય તેમ હાથીને છેતરવા માટે તેણે વચમાં એક વસ્ત્ર ફેંક્યું. આકાશમાંથી એક આકાશ-ખંડ તૂટવા સરખા ઉજ્જવળ વસ્તુને અતિરોષ પામેલા હાથીએ બે દંતશૂળથી ક્ષણવારમાં ઝીલી લીધું. આવા પ્રકારની ચેષ્ટા વડે કુમારે તે હાથીને મદારી જેમ સર્પને તેમ લીલાથી ખેલાવ્યો. આ સમયે બ્રહ્મદત્તનો બીજો મિત્ર હોય તેમ ગર્જના કરતા વરસાદે જળધારાથી તે હાથીને ઉપદ્રવ કર્યો, ત્યાર પછી વિરસ ચીસ પાડીને હાથી મૃગની ગતિથી નાસી ગયો. કુમાર પણ ભમતો પર્વતની દિશા તરફ એક નદી પાસે પહોંચ્યો. કુમાર સાક્ષાત્ આપત્તિ સરખી નદી ઉતરી ગયો અને તેને કિનારે એક ઉજ્જડ જુનું નગર દેખ્યું. અંદર પ્રવેશ કરતાં કુમારે એક વંશજાળી અને તેમાં ઉત્પાત કરનાર કેતુ અને ચંદ્ર સરખા તલવાર અને ઢાલ દેખ્યા. તે બંને ગ્રહણ કરીને શસ્રકૌતુકી કુમારે તલવારથી તે મહાવાંસની જાળીને કેળ માફક છેદી નાંખી. વાંસની જાળીની અંદર તેણે પૃથ્વીમાં સ્થળકમળ સરખા સ્ફુરાયમાન ઓષ્ઠદલયુક્ત પડેલાં મસ્તકને જોયું. વળી સમ્યક્ પ્રકારે નજર કરતાં તેણે ઊંધા મસ્તકે ધૂમ્રપાન કરનાર કોઈકનું ત્યાં ધડ જોયું. ‘અરેરે ! કોઈક વિદ્યા સાધન કરતા નિરપરાધીને મૃત્યુ પમાડ્યો, ધિક્કાર હો મને' એમ કહી પોતાની નિંદા કરી.
૧૦૨
જેટલામાં આગળ જાય છે. તેટલામાં દેવલોકથી પૃથ્વીમાં ઉતરેલું નંદનવન ન હોય તેવું ઉઘાન દેખ્યું. તેમાં પ્રવેશ કરતાં આગળ સાતલોકની શોભાથી મૂર્છા પામેલો હોય તેવો સાત માળવાળો મહેલ જોયો. અતિ ઊંચા તે મહેલમાં આરૂઢ થતા હથેળીમાં મસ્તક સ્થાપન કરીને બેઠેલી ખેચરી સરખી એક નારી જોવામાં આવી. લગાર આગળ વધીને કુમારે તેને સ્વચ્છ વાણીથી પુછ્યું કે, ‘તું એકાકી કેમ અને તને શોકનું કારણ શું બન્યું છે ?' હવે ભયવાળી તેણે ગદ્ગદાક્ષરે પ્રત્યુત્તર આપ્યો કે, મારી હકીકત ઘણી લાંબી છે, પરંતુ તમે કોણ છો ? અને કેમ આવ્યા છો ? ત્યારે કુમારે જવાબ આપ્યો કે, ‘હું પંચાલના બ્રહ્મરાજાનો બ્રહ્મદત્ત નામનો પુત્ર છું' એટલું કહેતાની સાથે જ હર્ષથી તે ઊભી થઈ, જેની લોચન અંજલિમાંથી આનંદાશ્રુજળ ટપકી રહેલાં છે, જાણે પાદશૌચ કરતી હોય તેમ તેના પગમાં પડી ‘હે કુમાર ! સમુદ્રમાં ડૂબતાને નાવ મળે તેમ અશરણ એવી મને આપ શરણ મળી ગયા. એમ બોલતી તે રુદન કરવા લાગી. કુમારથી પૂછાએલી તેણે પણ કહ્યું કે, તમારી માતાના ભાઈ પુષ્પચૂલની હું પુષ્પવતી નામની પુત્રી છું. હું કન્યા છું. તમને અપાયેલી છું. વિવાહ દિવસની રાહ જોતી હું હંસી માફક ઉદ્યાનમાં વાવડી કિનારે ક્રીડા કરવા ગઈ હતી. કોઈ નાટ્યોન્મત્ત નામનો દુષ્ટ વિદ્યાધર રાવણ જેમ સીતાનું હરણ કરી લાવ્યો તેમ મને અહીં હરણ કરી લાવ્યો છે. મારી નજર સહન નહીં કરી શકતો હોવાથી વિદ્યા સાધવા માટે શૂર્પનખાના પુત્ર માફક તેણે વાંસની જાળીમાં પ્રવેશ કર્યો છે. ધૂમનું પાન કરતો ઊંચા પગ રાખીને સાધના કરી રહ્યો છે, તેને આજે વિદ્યા સિદ્ધ થશે. એટલે શક્તિવાળો વિદ્યાસિદ્ધ થયેલો તે નક્કી આજે મને પરણશે. ત્યાર પછી કુમારે તેનો વધ સંબંધી વૃત્તાન્ત જણાવ્યો એટલે પ્રિયની પ્રાપ્તિ અને અપ્રિયનો વિનાશ થવાથી હર્ષના ઉ૫૨ હર્ષની વૃદ્ધિ થઈ. એકબીજા પરસ્પર અનુરાગવાળા બંનેનો ગાંધર્વવિવાહ થયો. ક્ષત્રિયોમાં પોત પોતાની ઈચ્છાથી વગર મંત્રનો આ વિવાહ ઉત્તમ ગણાય છે. વિવિધ પ્રકારના