________________
૧૦૦
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
આજ્ઞારૂપી રથઘુરાને વહન કરનાર યુવાન વૃષભ સરખો યોગ્ય છે. હું તો હવે ઘરડા વૃષભ જેવો આવવાજવામાં અસમર્થ છું, તમારી સમ્મતિથી કયાંક જઈને છેલ્લી જિંદગીનું અનુષ્ઠાન કરું “આ માયાવી કયાંય બીજે જઈને કંઈ પણ અનર્થ કરશે.” એવી શંકા દીર્ઘ રાજાને થઈ. “બુદ્ધિશાળી માટે કોને શંકા ન થાય?” હવે માયા કરી ધીઠા બનેલા દીર્ધ રાજાએ પ્રધાનને કહ્યું કે, ચંદ્ર વગરની રાત્રી માફક તમારા વગરના આ રાજ્યથી અમને સર્યું તમે અહીં જ દાનશાળા કરાવી ધર્મ કરો, બીજે ન જશો, સુંદર વૃક્ષો વડે જેમ
તમારા સરખા વડે આ રાજ્ય શોભે છે ત્યાર પછી ભાગીરથી નદીના કિનારે સદ્બુદ્ધિવાળા ધનુમંત્રીએ ધર્મના જ મહાછત્ર સરખો પવિત્ર દાનમંડપ બંધાવ્યો. એવા પ્રકારની ગંગાના પ્રવાહ માફક અખંડિત દાનશાળા ચલાવી, જેમાં માર્ગના મુસાફરોને અન્ન-પાન વગેરે અપાતાં હતાં. દાન, માન અને ઉપકાર વડે વિશ્વાસુ બનાવેલા પુરૂષો દ્વારા તેણે બે કોશ પ્રમાણ લંબાઈવાળી લાક્ષાગૃહ સુધીની સુરંગ ખોદાવી. બીજીબાજુ મૈત્રી વૃક્ષને સિંચવા માટે જળ સરખા ગુપ્તલેખથી આ વૃત્તાન્ત ધનુમંત્રીએ પુષ્પચૂલ રાજાને જણાવ્યો. બુદ્ધિશાળી પુષ્પચૂલે પણ સાચી હકીકત જાણીને પોતાની પુત્રીના સ્થાનમાં હંસીના સ્થાનમાં બગલી માફક એક દાસીપુત્રીને મોકલી. રસેલ પિત્તળમાં સુવર્ણબુદ્ધિ થાય તેમ “રત્નમણિજડિત ભૂષણોવાળી આ પુષ્પચૂલની પુત્રી છે' તેમ ઓળખાતી કન્યાએ નગરમાં પ્રવેશ કર્યો. સુંદર મંગલગીતો અને વાજિત્રોના શબ્દથી પૂર્ણ આકાશતલ બનેલ હતું. હર્ષથી તે કન્યાનાં બ્રહ્મદત્ત સાથે લગ્ન કર્યાં. અન્ય સર્વ પરિવારને રજા આપીને ચુલનીએ વધૂ સાથે કુમારને પણ રાત્રીના આરંભ સમયે લાક્ષાઘરમાં મોકલ્યો અન્ય પરિવાર-રહિત વધૂ સાથે કુમાર પણ પોતાની છાયા સરખા વરધન સાથે ત્યાં આવ્યો. મંત્રિપુત્ર સાથે વાર્તા કરવામાં જાગતા બ્રહ્મદત્તની અર્ધરાત્રી પસાર થઈ. “મહાત્માઓને નિદ્રા કયાંથી આવે ?' ચુલનીએ સળગાવવા માટે આજ્ઞા કરેલા સેવકો વડે સળગાવો’ એટલી માત્ર પ્રેરણા થતાં જ વાસગૃહમાં અગ્નિ સળગ્યો, ત્યાર પછી ચલનીના લાંબા દુષ્કર્મની અપકીર્તિ લાવવા સરખા ધૂમ-સમૂહે ચારે બાજુ આકાશ પૂરી દીધું. ભૂખ્યો થયો હોય તેમ સર્વને ભક્ષણ કરવા માટે જ્વાલા-સમૂહો વડે જે અગ્નિ સાત ૦િ હતો, તે ક્રોડ જિલ્લાવાળો બન્યો. આ શું ? એમ બ્રહ્મદત્તે મંત્રી પુત્રને પૂછ્યું ત્યારે ચુલનીનું દુષ્ટવર્તન સંક્ષેપથી કહ્યું. હાથીની સૂંઢમાંથી સુંદરીને તેમ તમને અહીંથી બહાર નીકળવા માટે દાનશાળા સુધીની એક સુરંગ પિતાજીએ આપેલી છે. અહીં પાટુ મારીને ક્ષણવારમાં તે ખોલી નાખ અને યોગી જેમ છિદ્ર દ્વારમાં તેમ તરત સુરંગના દ્વારમાં પ્રવેશ કર. માટીના શકોરાના બનાવેલ સંપુટ વાજિંત્ર માફક પગ અફાળીને ભોંયરું ખોલીને તે મિત્ર સાથે જેમ રત્નછિદ્રમાં દોરો નીકળે તેમ નીકળી ગયો. સુરંગના નાકા પર ધનુમંત્રીએ બે ઘોડા તૈયાર રખાવેલા હતા. તેના ઉપર સુર્યપુત્રની શોભાને અનુસરતા રાજકુમાર અને મંત્રીકુમાર આરૂઢ થયા. પચાસ યોજન એક કોશ માફક પાંચમી ધારા ગતિથી એક શ્વાસે ઘોડાઓ દોડતા હતા, ત્યાં બંને ઘોડાઓ પંચત્વ પામ્યા. તે પછી પગે ચાલતા પ્રાણ-રક્ષણ કરવામાં તત્પર બનેલા તેઓ મુશીબતે કોષ્ટક નામના ગામ નજીક પહોંચ્યા. ત્યાં બ્રહ્મદત્તે કહ્યું, “હે મિત્ર વરધનું ! અત્યારે પરસ્પર
કરતી હોય તેમ મને ભૂખ અને તરસ બંને અત્યંત પીડા કરે છે.” મંત્રીપુત્ર રાજપુત્રને “ક્ષણવાર અહીં તું રોકાઈ જા'. એમ કહીને તેના મસ્તકે મુંડન કરાવવાની ઈચ્છાથી ગામમાંથી એક હજામને બોલાવી લાવ્યો. મંત્રિપુત્રના વચનથી બ્રહ્મદત્તે ત્યાં જ માત્ર એક ચોટી રાખીને હજામત કરાવી નાખી તથા ભગવા રંગનાં પવિત્ર વસ્ત્રોને ધારણ કરતો તે સંધ્યા-સમયના વાદળામાં છૂપાએલા સૂર્યની શોભાને અનુસરતો હતો. વરધનુએ તેના કંઠમાં બ્રહ્મસૂત્ર ધારણ કરાવ્યું એટલે બ્રહ્મરાજાના પુત્રે બ્રહ્મપુત્ર તરીકેની સરખામણી યથાર્થ વહન કરી. વર્ષા ઋતુમાં મેઘવડે જેમ સૂર્ય ઢંકાઈ જાય, તેમ મંત્રીપુત્રે બ્રહ્મદત્તના શ્રીવત્સયુક્ત