________________
૯૦.
યોગશાસ્ત્રનો ગુર્જરીનુવાદ કરવો. મૃગ કહેવાથી અહીં અટવીમાં ફરતા પ્રાણીઓ ગ્રહણ કરવા આવી રીતે મૃગના માંસ ખાવાનો અર્થી નિરપરાધી મૃગોનો વધ કરવામાં તત્પર મનુષ્યની પિંડીના માંસમાં લુબ્ધ કૂતરાથી કઈ રીતે ઓછો ગણાય ? અર્થાત્ તે કૂતરા સરખો સમજવો. || ૨૩ /
૮૦ તીર્થમUT: શેનાપિ, યઃ વાકે ઉન્ત તૂર્ત |
निर्मन्तून् स कथं जन्तू-नन्तयेन्निशितायुधैः ॥ २४ ॥ અર્થ : જે આત્મા પોતાના શરીરમાં ભોંકાતી ઘાસની સળીથી દુઃખી થાય છે. તેવો આત્મા તીક્ષ્ણ હથિયારો વડે અપરાધ વગરના પ્રાણીઓને શા માટે મારે ? | ૨૪ |
ટીકાર્થ : જો ડાભની અણી પોતાના શરીરમાં ભોંકાય છે, તો પોતે ખરેખર તેટલા માત્રથી દૂભાય છે, તો પછી તે તીક્ષ્ણ હથીયારોથી નિરપરાધી જન્તુઓના પ્રાણ કેમ હણી શકે ? આત્માનુસાર પરપીડાને ન જાણનાર નિંદાપાત્ર છે.
તેમજ શિકારના વ્યસની ક્ષત્રિયોને કોઈકે કહ્યું છે કે, “આ વિષયમાં પરાક્રમ હોય તે રસાતલ પામો, અશરણ, નિર્દોષ અને અતિનિર્બલને જે અધિક બળવાળો હણે, આ નીતિ કયા પ્રકારની સમજવી.? મહાખેદની વાત છે કે આ જગત્ અરાજકતાવાળું થઈ ગયું છે.” | ૨૪ ||
८१ निर्मातुं क्रूरकर्माणः क्षणिकामात्मनो धृतिम् ।
समापयन्ति सकलं, जन्मान्यस्य शरीरिणः ॥ २५ ॥ અર્થ : શિકાર આદિ ક્રૂર કાર્ય કરનારાં પુરષો પોતાના ક્ષણવારની ધીરજ માટે અન્ય આત્માના સંપૂર્ણ જન્મનો નાશ કરે છે || ૨૫ /
ટીકાર્થ : હિંસાદિક રૌદ્ર કર્મ કરનાર પારધી (શિકારી) આદિ પોતાને ક્ષણિક તૃમિ શાંતિ મેળવવા માટે બીજા પ્રાણીઓના જન્મને સમાપ્તિ પમાડે છે. કહેવાનો મતલબ કે બીજા પ્રાણીના માંસથી થનારી ક્ષણિક તૃપ્તિના કારણે બીજા જીવનું સમગ્ર જીવન સમાપ્ત કરે છે. આ એક મહાન ક્રૂરતા છે. કહ્યું છે કે “જે ક્રૂર મનુષ્ય અને જેનું માંસ ખાય છે, તે બંને વચ્ચેનું અંતરૂં વિચારો, એકને ક્ષણમાત્ર-તૃપ્તિ, જ્યારે બીજો સર્વ પ્રાણોનો વિયોગ પામે છે.” | ર૫
८२ म्रियस्वेत्युच्यमानोऽपि, देही भवति दुःखितः ।
માર્થના : પ્રહ-તા : સ થે ભવેત્ ? રદ્દ | અર્થ : “તું મરી જા' એટલું જ માત્ર કહેવાએલો પ્રાણી દુઃખી થાય છે, તો પછી ભયંકર હથીયારોથી મરાતા પ્રાણીની કેવી હાલત થાય ? || ૨૬ ||
ટીકાર્થ : “તું મૃત્યુ પામ'- માત્ર એ પ્રમાણે કહેવાએલો, નહિ કે મારી નંખાતો જંતુ, મૃત્યુ સરખા દુઃખને અનુભવે છે અને તે વાત દરેક પ્રાણીને અનુભવ-સિદ્ધ છે. તો પછી ભાલાં, બરછી આદિક હથિયારોથી મારી નંખાતો તે બિચારો કેવો દુઃખી થાય ? અર્થાત્ મહાદુઃખી થાય. જો મરવાના વચનથી પણ દૂભાય છે, તો પછી તીક્ષ્ણ હથિયારથી કયો સમજુ તેને મારે ? // ર૬ ||
દષ્ટાંત દ્વારા હિંસાનું ફળ કહે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org