________________
८८
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ છે. વળી સુખવાળા પ્રાણીઓનો ઘાત કરવાથી તેઓને પાપથી રોકવાથી ધર્મ થાય છે-આવાં તે કુતીર્થિકોનાં વચનો વિચારીને છોડી દેવા યોગ્ય છે. ચાર્વાક નામનો નાસ્તિક પણ કહે છે કે- “મૂળમાં આત્મા જ કોઈ પ્રકારે નથી, તે આત્મા વગર હિંસા કોની ? અને તેનું હિંસાફલ કોણ ભોગવે? પિષ્ટાદિકમાંથી જેમ મદ, તેમ પાંચ ભૂતોમાંથી ચૈતન્ય પ્રગટ થાય છે અને પાંચ ભૂતોનો સમૂહ નાશ પામે, ત્યારે પંચત્વ પામ્યોએમ કહેવાય. આત્માના અભાવમાં તેના મૂલરૂપ પરલોક ઘટી શકતો નથી. પરલોકના અભાવમાં પુણ્યપાપની કથા કરવી નકામી છે. તપસ્યા એ વિચિત્ર યાતના ભોગવવા સમાન છે. સંયમ એ મળેલા ભોગોથી ઠગાવા સરખું છે.” આવાં આવાં નાસ્તિકપણાનાં મંતવ્યો બીજાને ઠસાવે છે. હવે નાસ્તિકને શાસ્ત્રકાર યુક્તિથી ઉત્તર આપી તેને નિરૂત્તર કરે છે. પોતાના શરીરમાં સ્વાનુભવથી આત્માની સિદ્ધિ થયેલી છે, “હું દુ:ખી છું, હું સુખી છું’ એવા પ્રકારની પ્રતીતિના યોગથી ‘હું ઘટને જાણું છું એમાં ત્રણ વસ્તુનું જ્ઞાન થાય છે કર્મ, ક્રિયા અને કર્તા. તેમાં કર્તાનો નિષેધ કેવી રીતે કરાશે ? વળી જો શરીરને જ કર્તા માને, તો તે કર્તા અચેતન નથી. અને ભૂત તથા ચૈતન્યના યોગથી જો માને, તો તે અસંગત છે વળી તેમને એક કર્તાપણાનો અભાવ હોવાથી “મેં દેખ્યું, સાંભળ્યું, સ્પર્શ કર્યો, સંધ્યું, ચાખ્યું, યાદ કર્યું એ વગેરે બોલવું ભૂત અને ચૈતન્યના અભેદ માનનારને ઘટી શકતું નથી.
આ પ્રમાણે સ્વાનુભવથી પોતાના શરીરમાં ચેતના સ્વરૂપ આત્મા સિદ્ધ થયો, તેમ બીજાના દેહમાં પણ તેની સિદ્ધિના અનુમાનથી આત્મા સાધી શકાય છે. વળી પોતાના દેહમાં બુદ્ધિપૂર્વક થતી ક્રિયાને જોઈને, બીજાઓમાં પણ તેવી જ રીતે જાણવી. એમ પ્રમાણથી સિદ્ધ થયેલી ક્રિયાને કોણ નિવારી શકે ? તેથી પરલોકમાં જનાર જીવની સિદ્ધિ થતાં પરલોક માનવો દુર્ઘટ નથી તેવી રીતે પુણ્ય-પાપ વગેરે સર્વ આપોઆપ સ્વીકારી લેવાય છે. તપસ્યાઓ તે યાતનાઓ છે-એ વગેરે કથન ઉન્મત્ત અવિવેકીનું છે, ચેતનાવાળા કયા ડાહ્યાને તેનું કથન હાસ્ય માટે ન થાય ? તેથી જીવ બાધારહિતપણે સ્થિતિ, ઉત્પાદન અને વ્યયસ્વરૂપ છે અને જ્ઞાતા, દેખનાર, ગુણવાળો, ભોકતા, કર્તા અને કાયા જેટલા પ્રમાણવાળો છે. આ પ્રમાણે આત્માની સિદ્ધિ થતાં હિંસા કેમ ન ઘટે ? તેના પરિહાર કરવારૂપ અહિંસાવ્રત કહેવાયું. | ૧૯ / હિંસાના નિયમમાં સ્પષ્ટ દૃષ્ટાંત જણાવે છે
७६ आत्मवत्सर्वभूतेषु सुखदुःखे प्रियाप्रिये ।।
चिन्तयन्नात्मनोऽनिष्टां, हिंसामन्यस्य नाचेरत् ॥ २० ॥ અર્થ : જેમ પોતાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે, તેમ સર્વ ભૂતોને સુખ પ્રિય અને દુઃખ અપ્રિય હોય છે. આમ વિચારતો બીજાને અનિષ્ટ એવી હિંસા ન આચરે. | ૨૦ ||
ટીકાર્થ : સુખ-શબ્દથી સુખનાં સાધન અન્ન, જળ, પુષ્પમાળા, ચંદનાદિ ગ્રહણ કરવાં, દુઃખ-શબ્દથી દુ:ખનાં સાધન વધ, બંધ મારણ વગેરે વિચારવા તેથી જેમ દુઃખ સાધનો પોતાના આત્માને અપ્રિય છે, તેમ સર્વ જીવોના વિષયમાં એ પ્રમાણે વિચારતો દુઃખનાં સાધનો બીજાને પણ અપ્રિય છે, માટે હિંસા ન કરવી. સુખ ગ્રહણ દષ્ટાંત સમજાવવા કહ્યું છે, જેમ પોતાને સુખ-સાધન પ્રિય છે અને દુ:ખ-સાધન અપ્રિય છે, લૌકિકો પણ કહે છે: “ધર્મનો સાર તમે સાંભળો અને સાંભળીને તમે બરાબર અવધારણ કરો કે, પોતાના આત્માને જે પ્રતિકૂળ હોય, તે બીજા પ્રત્યે તમે ન આચરો.’ || ૨૦ ||
શંકા કરે છે કે શાસ્ત્રમાં પ્રતિષેધેલ આચરવામાં આવે, તો દોષ લાગે ત્રસજીવોની હિંસા પ્રતિષેધેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org