________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
૮૬
કેમ નથી કહેતા ? તેના સમાધાનમાં કહે છે કે, વિશેષ વિષયવાળી હકીકત આ પ્રમાણે છે- જે કોઈ દીક્ષા લેવાની અભિલાષાવાળો છે અને પુત્રાદિકના પરિવારને પાલન કરવા પ્રતિમા અંગીકાર કરે છે, અથવા જે સ્વયંભૂરમણાદિ સમુદ્રમાં રહેલા મત્સ્યાદિનાં માંસ તથા તેની સ્કૂલ હિંસાદિકનાં કોઈક તેવી વિશેષ અવસ્થામાં પ્રત્યાખ્યાન કરે, તે આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરે છે. આ ઘણા ઓછા વિષયવાળું હોવાથી કહ્યું નથી મોટા ભાગે શ્રાવકને દ્વિવિધ ત્રિવિધનાં પચ્ચક્ખાણ હોય છે. હવે બીજા ભાંગામાં વિધ દ્વિવિધ આ પ્રમાણે-સ્થૂલહિંસા ન કરે, ન કરાવે, મનથી, વચનથી અથવા મન કે કાયાથી અથવા વચન કે કાયાથી, તેમાં જ્યારે મન અને વચનથી ન કરે, ન કરાવે ત્યારે મનથી અભિપ્રાય વગરનો થઈ વચનથી પણ હિંસાને ન બોલતો કાયાથી અસંજ્ઞી જીવની માફક પાપચેષ્ટા કરે છે જ્યારે મન અને કાયાથી ન કરે, ન કરાવે, ત્યારે મનના હિંસાના અભિપ્રાયથી રહિત થઈ કાયાથી પાપ-ચેષ્ટાનો ત્યાગ કરતો, ‘અનુપયોગથી વાચાથી જ ઘાત કરું છું.' એમ બોલે જ્યારે વચન અને કાયાથી ન કરે કે ન કરાવે, ત્યારે મનથી જ અભિપ્રાય કરીને હિંસા કરે કે કરાવે. અનુમતિ તો ત્રણે પ્રકારની સર્વમાં નથી. આવી રીતે બાકીના વિકલ્પો પણ વિચારવા વિધ-એકવિધ એ ત્રીજો પ્રકાર દ્વિવિધ કરણ અને કરાવવું અને એકવિધમાં મન, વચન, કાયામાંથી કોઈ એક પ્રકાર.
એકવિધ-ત્રિવિધ એ ચોથો પ્રકાર. એકવિધમાં કરવું અગર કરાવવું મન, વચન અને કાયાથી. એકવિધ-વિધ એ પાંચમો પ્રકાર-એકવિધમાં કરવું અગર કરાવવું, દ્વિવિધમાં મન અને વચન, અથવા મન અને કાયા, અગર વચન અને કાયાથી.
એકવિધ-એકવિધ એ છઠ્ઠો પ્રકાર એકવિધમાં કરવું અથવા તો કરાવવું, એકવિધમાં કાં તો મનથી, કાંતો વચનથી, અથવા કાં તો કાયાથી કહેલું છે કે- (“દ્વિવિધ-ત્રિવિધ એ પ્રથમ ભંગ, દ્વિવિધ-દ્વિવિધ એ બીજો, દ્વિવિધ-એકવિધ ત્રીજો એકવિધ-ત્રિવિધ એ ચોથો, એકવિધ-વિધ પાંચમો અને એક-એક પ્રકારવાળો છઠ્ઠો ભાંગો થાય છે.) (આ.નિ. ૧૫૫૮૦-૫૯) આ ભાંગાઓ ત્રણ કરણ અને ત્રણયોગ સાથે ગણિતની રીતિએ તો તેના કુલ ૪૯ ભેદો થાય છે. તે આ પ્રમાણે
મન, વચન, કાયાથી, હિંસા ન કરે, મન અને વચનથી, મન અને કાયાથી, વચન અને કાયાથી, મન, વચન અને કાયાથી, આ કરણના સાત ભાંગા, એવી રીતે કરાવવાના સાત, અનુમતિના સાત. આ પ્રકારે-હિંસા ન કરે, ન કરાવે મનથી, વચનથી, કાયાથી, મન-વચનથી, મન-કાયાથી, વચનકાયાથી, મન, વચન અને કાયાથી. આ કરણ-કારણથી થનાર સાત ભાંગા એવી રીતે કરણ અનુમતિથી સાત ભાંગા, કારણ અનુમતિથી સાત, કરણ-કારણ અને અનુમતિથી સાત, કરણ-કારણ અને અનુમતિથી થનાર સાત, એ સર્વ એકઠા કરતાં સર્વ ૪૯ ઓગણપચાસ ભાંગા થાય. આ ત્રણે કાળ વિષયક હોવાથી પચ્ચક્ખાણને ત્રણે કાળથી ગુણતાં ૧૪૭ એકસો સુડતાલીશ થાય કહેલું છે કે :—“જેણે પચ્ચકખાણમાં ૧૪૭ એકસો સુડતાલીશ માંગા પ્રાપ્ત કર્યા હોય, તે પચ્ચક્ખાણ કુશળ ગણાય તેથી ઓછા ભાંગાવાળા સર્વ ભાંગાઓ અકુશળ પચ્ચક્ખાણરૂપ ગણાય. ત્રિકાળ વિષય આવી રીતે કે- અતીતકાળમાં જે પાપો થયાં હોય, તેની નિંદા, વર્તમાનકાળનો સંવ૨ ક૨વો અને ભવિષ્યકાળ માટે પાપનાં પચ્ચક્રૃખાણ કરવાં કહેલું છે કે- “અતીત કાળનું નિંદન, વર્તમાનનું પાપ રોકવું અને ભવિષ્યકાળના પાપનું પચ્ચક્ખાણ કરું છું. આ ભાંગાઓ અહિંસા વ્રતને આશ્રીને જણાવ્યા છે, બીજા વ્રતોમાં આ પ્રમાણે ભેદો સમજી લેવા.
|| ૧૮ ||
આવી રીતે સામાન્યથી હિંસા આદિ સંબંધી વિરતિને બતાવી દરેક હિંસાદિકમાં તે બતાવવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org