________________
८४
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ નથી જ્યાં કદાચ મોહવશ કોઈક સંશય પ્રગટ થાય, તો ત્યાં પણ ન તૂટે તેવી અર્ગલા આ પ્રમાણે ધારણ કરવી
કોઈક તેવા ગંભીર વિષયમાં આપણી દુર્બલ મતિના કારણે, તેવા પ્રકારના સમાધાન આપનાર આચાર્યના વિરહમાં સમજવા યોગ્ય પદાર્થના ગહનપણાને અંગે, આપણા જ્ઞાનાવરણના ઉદયથી, હેતુ, ઉદાહરણના અસંભવમાં, આપણાથી બરાબર તેવો અર્થ ન સમજી શકાય, તો બુદ્ધિશાળી શ્રદ્ધાળુ એમ ચિંતન કરે કે- સર્વજ્ઞ ભગવંતો યથાર્થ પદાર્થ કથન કરનારા હોય છે. કોઈના તરફથી ઉપરની આશાઅપેક્ષા વગર બીજાઓ પર ઉપકાર કરવામાં પરાયણ, જગતમાં સર્વશ્રેષ્ઠ એવા જિનેશ્વરો રાગ, દ્વેષ અને મોહને જિતેલા હોવાથી કદાપિ અન્યથા કથન કરનાર-ફેરફાર કહેનારા હોતા નથી. (ધ્યાન શતક ૪૭૪૮-૪૯) સૂત્રમાં કહેલ એક અક્ષરની પણ અશ્રદ્ધા થાય, તો તે મનુષ્ય મિથ્યાષ્ટિ થાય છે. જિનેશ્વરોએ કહેલ હોવાથી સૂત્ર આપણને પ્રમાણ છે.
કાંક્ષા- એટલે બીજાં બીજાં દર્શનની ઈચ્છા, તે પણ સર્વ અને દેશ વિષયવાળી બે પ્રકારે સમજવી, સર્વવિષયક તો સર્વ પાખંડીઓના ધર્મની આકાંક્ષા થવારૂપ, અને દેશકાંક્ષા તો એકાદ દર્શન-વિષયક, જેમ કે, “સુગત બુદ્ધ ભિક્ષુઓને વગર કલેશવાળો ધર્મ ઉપદેશ્યો અને વળી તેમાં પણ સ્નાન કરવાનું, ભાવતાં ભોજન-પીણાં, વસ્ત્રો, શયન વગેરે સુખનો અનુભવ કરી શકાય, તેવો સહેલો ધમમાર્ગ કહ્યો.' કહ્યું છે કે- “કોમળ-મુલાયમ શયામાં શયન કરવું, સવારે ઉઠીને મીઠી રાબ પીવી, દિવસના મધ્યભાગે ભોજન, પાછલા પહોરે મધુર પીણાં લેવાં, મધ્યરાત્રે દ્રાક્ષ અને સાકર, આ સર્વને છેડે શાક્યસિંહે મોક્ષ દેખેલો છે” આ પણ વાત ફાવતી આવતી હોવાથી તેમને ઘટે છે. વળી પરિવ્રાજક, ભૌત, બ્રાહ્મણ આદિ વિષયોને ભોગવનાર જ પરલોકમાં સુખ સાથે સંબંધવાળા થાય છે એટલે આ ધર્મ પણ સાધવા યોગ્ય છે.” એવી રીતે કાંક્ષા પણ પરમાર્થથી ભગવંત અરિહંતોએ પ્રરૂપેલા આગમમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્તને દૂષિત કરે છે.
વિચિકિત્સા - એટલે ચિત્તની અસ્થિરતા, યુક્તિ અને આગમથી યુક્ત જિનધર્મમાં આ રેતીના કવલ સરખા સ્વાદ વગરના મોટા તપના કલેશનું ફળ મળશે કે તપ નિષ્ફળ જશે ? આ તપ તો કલેશ-સ્વરૂપ અને નિર્જરાના ફળથી રહિત છે. ખેડૂત માફક આ તપની ક્રિયા સફળ અને નિષ્ફલ બંને પ્રકારવાળી દેખાય છે, તેમ આમાં પણ થશે તો ? કહેવું છે કે - “પૂર્વના પુરૂષો યથોચિત માર્ગનું સેવન કરનારા હતા તેથી તેમને તો ફલનો યોગ ઘટી શકે, પરંતુ બુદ્ધિ અને સંઘયણથી રહિત અમને તેમના સરખા ફળની પ્રાપ્તિ ન થાય.” આ વિચિકિત્સા પણ ભગવંતના વચનમાં અશ્રદ્ધાસ્વરૂપ હોવાથી સમ્યક્તનો દોષ છે શંકાથી આ જુદી પડતી નથી એમ ન વિચારવું. શંકા હંમેશાં સમગ્ર અને અસમગ્ર પદાર્થ વિષયવાળી, દ્રવ્ય, ગુણ સંબંધી હોય. જ્યારે આ તો ક્રિયા સંબંધી વિચિકિત્સા સમજવી. અથવા વિચિકિત્સા સારા આચારવાળા મુનિ સંબંધી નિંદા કરવી છે. જેમ કે, “આ મુનિઓ સ્નાન વગરના હોવાથી પરસેવાના લીધે મેલવાળા અને દુર્ગધી દેહવાળા છે જો અચિત્ત પાણીથી અંગ ધોવે, તો તેમાં કયો દોષ લાગવાનો હતો ?' આ પણ તત્ત્વથી ભગવંતના ધર્મમાં અશ્રદ્ધાસ્વરૂપ હોવાથી સમ્યક્તનો દોષ છે.
અન્યમત-પ્રશંસા-જિનાગમથી વિપરીત દર્શનવાળા-મિથ્યાદર્શનવાળાની પ્રશંસા કરવી, તે સર્વથી અને દેશથી એમ બે પ્રકારની છે. તેમાં સર્વવિષયક પ્રશંસા આ પ્રમાણે : “કપિલ આદિ સર્વદર્શનો યુક્તિયુક્ત છે'- એમ માધ્યશ્મ ભાવ જણાવનારી સ્તુતિ કરવી, તે સમ્યક્તનું દૂષણ છે. અમે સ્તુતિમાં કહેલું છેહે નાથ ! તે વાત અત્યંત નિશ્ચયવાળી છે કે, તે પરમતવાળા મત્સર કરનાર લોકની મુદ્રા-આકૃતિ કરતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org