________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
મહાદેવ(શિવ) ઉર્વશી, રંભા, મુંજ, કેશી, તિલોત્તમા પણ જે નાટયના અજાણ હતા, તેવું નાટય પણ તે કરતા હતા. સર્વ ગાંધર્વનું સર્વસ્વ હોય તેવું અપૂર્વ વિશ્વને કાર્મણ કરનારું અને જાહેરમાં પ્રકાશિત કરનાર તેઓનું સંગીત કોના મનને ન હરણ કરે ? તે નગરીમાં કોઈ સમયે મદન-મહોત્સવ પ્રવર્તતો હતો, ત્યારે સુંદર સંગીત કરનારી નગર-મંડળીઓ ત્યાં બહાર નીકળેલી. આ સંગીત-મંડળીઓ ત્યાં નીકળી, જ્યાં ચિત્ર અને સંભૂતિ હતા. મૃગલાઓ સરખા નગરલોકો પણ તેના ગીતથી આકર્ષાઈને ત્યાં જ ગયા. નગરલોકોએ રાજાને વિનંતિ કરી કે બે માતંગો તેવાં કોઈ ગીત-ગાન કરીને પોતાની માફક સર્વ લોકોને મલિન કરી રહેલા છે. રાજાએ પણ નગરના મોટા કોટવાલને ઠપકા સાથે આજ્ઞા કરી કે, આ બંનેને કોઈ વખત નગરીમાં પ્રવેશ કરવા દેવો નહિ. ત્યારથી માંડી તે બન્ને વારાણસીથી દૂર રહેતા હતા. ત્યાં નગરમાં એક વખત કૌમુદીનો પ૨મોત્સવ પ્રવર્તો, ત્યારે રાજ આજ્ઞાનું ઉલ્લંઘન કરી ચપલ ઈન્દ્રિયવાળા તે બંનેએ હાથીની ગંડસ્થલીમાં ભમરાની જેમ નગરીમાં પ્રવેશ કર્યો આખા અંગપર બુરખો પહેરેલા તે બંને ઉત્સવ જોતા જોતા ચોરની માફક છૂપી રીતે ફરતા હતા. શિયાળના શબ્દથી શિયાળ માફક નગરના ગીતથી બંને અત્યંત મધુર કંઠથી ગાવા લાગ્યા. ‘ભવિતવ્યતા ઉલ્લંઘન કરી શકાતી નથી.' નગરના યુવાનો તેના કર્ણમધુર ગીત સાંભળીને મધપૂડાની આસપાસ મધમાખોની જેમ માતંગોની ચારે બાજુ વીંટળાઈ ગયા. અરે ! આ છે કોણ ? એ જાણવા માટે લોકોએ તેમના બુરખા ખેંચ્યા ‘અરે ! આ તો તે જ પેલા બે ચાંડાલો છે.' એમ કહી ઠપકો આપ્યો. કેટલાક નગર-લોકોએ તો લાકડી અને ઢેફાંઓવડે તેમને માર માર્યો, જેથી શ્વાન ડોકી નમાવીને જેમ ઘરમાંથી જાય તેમ તેઓ નગરીમાંથી બહાર નીકળી ગયા. સૈન્યનાં સસલા માફક લોકો વડે માર ખાતા, પગલે પગલે સ્ખલના પામતા તેઓ મહામુશીબતે ગંભીર નામના ઉદ્યાનમાં આવ્યા.
32
તે બંને ભાઈઓ એમ વિચારતા હતા કે, સર્વે સંધેલા દૂધની માફક ખરાબ જ્ઞાતિથી દૂષિત આપણાં કળા કૌશલ્ય, રૂપ આદિને ધિક્કાર હો. ગુણો વડે ઉપકાર થવાની વાત તો દૂર રહી, પરંતુ આપણા ઉપર ઉલટો અપકાર થાય છે. આ તો ‘શાંતિ કરતાં વેતાલ ગુસ્સે થાય છે !' કળા, લાવણ્ય, રૂપ શરીર સાથે જડાએલા છે અને તે તો અનર્થનું ઘર હોવાથી તૃણની માફક ક્ષણમાં તેનો ત્યાગ કરીએ એમ નિશ્ચય કરી પ્રાણ-પરિહાર માટે તૈયાર થયેલા જાણે સાક્ષાત્ મૃત્યુને જોવા માટે જ જતા હોય, તેમ દક્ષિણદિશા તરફ ચાલ્યાં ત્યાંથી દૂર ચાલતાં ચાલતાં તેઓએ એક પર્વત દેખ્યો જ્યાં ઉપર ચડીને ભૂમિ તરફ નજર કરીએ તો, હાથી ભૂંડના બચ્ચા જેટલો દેખાય. ભૃગુપાત કરવાની ઈચ્છાથી પર્વત પર ચડતાં તેઓએ તે પર્વત ઉપર જંગમ ગુણ-પર્વત સરખા મહામુનિને દેખ્યા. પર્વતના શીખર પર વરસાદના વાદળા સરખા મુનિને દેખીને તેઓ બંને શોક-સંતાપથી મુક્ત બન્યા. આનંદાશ્રુ-જળના બાનાથી જાણે પહેલાનાં દુઃખોનો ત્યાગ કરતા હોય તેવા તે બંને તરત ભમરા જેમ કમળ ઉપર તેમ મુનિના ચરણ-કમળમાં પડયા. મુનિએ ધ્યાન પૂર્ણ કરી ‘તમો કોણ છો ? અહીં કેમ આવ્યા છો ?' એમ પૂછ્યું એટલે તેઓએ પોતાનો વૃત્તાન્ત જણાવ્યો. મુનિએ તેમને કહ્યું કે, ભૃગુપાત કરવાથી શરીરનો વિનાશ જરૂર કરી શકાય છે, પરંતુ પહેલા સેંકડો ભવોનાં ઉપાર્જન કરેલ અશુભ કર્મનો વિનાશ કરી શકાતો નથી. જો તમારે આ શરીરનો ત્યાગ જ કરવો હોય, તો પછી શરીરનું ફળ મેળવો, અને તે તો મોક્ષ અને સ્વર્ગ વગેરેનું મોટું કારણ એવું તપ છે. એ વગેરે દેશના-વાકય રૂપી અમૃત વડે નિર્મળ બનેલા મનવાળા તે બંનેએ તે મુનિ પાસે યતિધર્મનો સ્વીકાર કર્યો. અનુક્રમે શાસ્ત્રોનું અધ્યયન કરી ગીતાર્થ થયા. ચતુર પુરૂષો આદરપૂર્વક જેનો સ્વીકાર કરે છે, તેનાથી શું પ્રાપ્ત થતું નથી ?' છઠ્ઠ અઠ્ઠમ આદિ અત્યંત કઠોર તપ વડે તેઓએ પૂર્વના કર્મ સાથે દેહને