________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૨૪-૨૭
- ૯૧
८३ श्रूयते प्राणिघातेन, रौद्रध्यानपरायणौ ।
સુબૂમો દૃત્તિશ, સપ્તમં નર સતી | ૨૭ | અર્થ : આગમમાં સંભળાય છે કે – પ્રાણિઘાતથી રૌદ્રધ્યાનમાં તત્પર થયેલા સુભૂમ અને બ્રહ્મદત્ત ચક્રી આયુષ્ય પૂર્ણ કરીને સાતમી નરકમાં ગયા || ૨૭ |
ટીકાર્ય : રૌદ્રધ્યાન વગરની એકલી હિંસા નરકગમન હેતુ બનતી નથી, નહિતર સિંહનો વધ કરનાર તપસ્વી સાધુ પણ નરકે જાય, માટે રૌદ્રધ્યાન-પરાયણ અર્થાત્ હિંસાનુબંધી રૌદ્રધ્યાનવાળા તે બંને જેવી રીતે નરકે ગયા, તે કથાનક દ્વારા બતાવે છે- || ૨૭ // સુભૂમ ચક્રવર્તીની કથા
વસંતપુર નામના નગરમાં જેમના વંશમાં કોઈ રહેલ નથી, જાણે આકાશમાંથી આવીને પડ્યો હોય તેવો અગ્નિક નામનો બાળક હતો. કોઈક દિવસે તે સ્થાનથી બીજા દેશ તરફ ચાલી નીકળ્યો. એમ કરતાં સાર્થ વગરનો રખડતો રખડતો તે તાપસીના આશ્રમમાં આવી પહોંચ્યો. જમ નામના કુલપતિએ એ અગ્નિને પુત્ર તરીકે ગ્રહણ કર્યો. ત્યાર પછી લોકોમાં તે જમદગ્નિ એવા નામથી સાક્ષાત્ અગ્નિ સરખો તીર્ણ તપ તપતાં દુઃસહ એવા તેજ વડે પૃથ્વીતલમાં પ્રસિદ્ધિ પામ્યો. આ સમયે વૈશ્વાનાર નામનો મહાશ્રાવક દેવ અને તાપસ-ભક્ત ધનવંતરિ દેવ બંને વચ્ચે વિવાદ થયો. શ્રાવક દેવે કહ્યું કે “અરહિતનો ધર્મ પ્રમાણભૂત છે, જ્યારે બીજા તાપસભક્ત દેવે કહ્યું કે, “તાપસનો ધર્મ પ્રમાણ છે.” આ પ્રકારના વિવાદમાં બંનેએ એવો નિર્ણય કર્યો કે, જૈનોના સાધુમાં જે જઘન્ય હોય અને તાપસીમાં જે ચડીયાતો ગણાતો હોય તેની આપણે પરીક્ષા કરવી કે ગુણોમાં ચડીયાતો કોણ છે ? તે સમયે મિથિલા નગરીમાં નવીન ધર્મ પામેલો પારથ નામનો રાજા પ્રયાણ કરતો કરતો શ્રીવાસુપૂજ્ય સ્વામી પાસે દીક્ષા લેવાને માટે ભાવયતિ બની ચંપાપુરી તરફ જઈ રહ્યો હતો. તેને માર્ગમાં તે બંને દેવોએ દેખ્યો. પરીક્ષા કરવાની ઈચ્છાથી તે બંને દેવોએ રાજાને પાણી અને ભોજન આપ્યાં છતાં સુધા-તૃષાવાળા રાજાએ તેનો ત્યાગ કર્યો. વીરપુરૂષો પોતાના સત્ત્વથી ચલાયમાન થતા નથી.” મનુષ્યોમાં દેવસમાન તે રાજાના કોમળ ચરણકમળમાં કરવત સરખા ક્રૂર અણીયાલા કે કરા અને કાંટા વડે પીડા કરે છે. લોહીની ધારા વહેતા એવા બે પગ વડે તેવા માર્ગમાં તળાઈના તલસરખો જાણે કોમળ માર્ગ હોય તેવી રીતે ચાલે છે. ત્યાર પછી રાજાને ક્ષોભ પમાડવા માટે તે દેવોએ ગીત, નૃત્ય વગેરે કર્યો, પરંતુ એક ગોત્રવાળાને જેમ દિવ્યાસ્ત્ર ચક્ર તેમ તે ઉપાય પણ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી તે બંને દેવો સિદ્ધપુત્રના રૂપમાં આગળ આવી કહેવા લાગ્યા કે, “હે મહાભાગ્યશાળી ! હજુ તું ! મહાઆયુષ્યવાળો અને યુવાન છો, માટે તારી ઈચ્છા પ્રમાણે ભોગો ભોગવ. આ યૌવનમાં તને તપની બુદ્ધિ કેમ થઈ ? ઉઘોગી પણ રાત્રિનું કાર્ય પ્રાતઃકાળમાં ન કરે, માટે યૌવન પૂર્ણ થયા પછી તે તાત ! દેહ દુર્બળતાના કારણભૂત બીજા ઘડપણ સમાન તપ તમે ઘડપણમાં કરજો. રાજાએ પ્રત્યુત્તર આપ્યો, કે “જો બહુ આયુષ્ય હશે, તો બહુ પુણ્ય થશે, જળ-પ્રમાણ હશે, તેના અનુસાર કમળ-નાળ પણ વૃદ્ધિ પામશે. ચપળ ઈન્દ્રિયવાળા યૌવનમાં જે તપ સેવન કરવામાં આવે, તે જ ખરેખર તપ છે. ભયંકર શસ્ત્રવાળા યુદ્ધમાં જે શૂરવીર હોય, તે સાચો શૂરવીર કહેવાય. તે તેના સત્ત્વથી લગાર પણ ચલાયમાન ન થયા, ત્યારે શાબાશ શાબાશ ! એમ ધન્યવાદ આપતા બંને દેવો તાપસોમાં ચડીયાતા એવા જમદગ્નીની પરીક્ષા કરવા માટે ગયા. ત્યાં વડલાના વૃક્ષની માફક વિસ્તારવાળી ભૂતલને સ્પર્શ કરતી જટાવાળા અને રાફડાથી ઢંકાએલા પગવાળા તે તપસ્વીને જોયો. તેની દાઢીરૂપ લતાજાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org