________________
૧૪.
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ આવ્યા, શક્રમહારાજે વર્ણવેલ રૂપવાળું શરીર પ્રથમ યથાર્થ જોયું પરંતુ હે રાજા ! હાલમાં તે વિપરીત બની ગયું છે. અત્યારે તમારો દેહ નિશ્વાસથી જેમ દર્પણ તેમ સર્વકાંતિ હરણ કરનાર વ્યાધિથી ચારે બાજુ આક્રાન્ત થયો છે. સાચી હકીકત જણાવીને તે બંને અદશ્ય થયા અને રાજાએ હિમથી બળેલા વૃક્ષ સરખા નિસ્તેજ પોતાના દેહને જોયો અને વિચાર્યું કે હંમેશા રોગના ઘર સરખા આ શરીરને ધિક્કાર થાઓ. તુચ્છ બુદ્ધિવાળા ભોળાઓ જે વગર ફોગટની તેની મમતા કરે છે. ભયકંર લાકડું કોરી ખાનાર ઘુણ કીડાસમુદાયથી જેમ લાકડું તેમ વિવિધ પ્રકારની વ્યાધિઓ શરીરમાં ઉત્પન્ન થઈ આ શરીરને કોરી ખાય છે, બહારથી આ શરીર ભલે ગમે તેવું દેખાય. પણ વડલાના ફળ માફક તો કીડાઓનાં ફલોથી વ્યાપ્ત હોય છે. જેમ સુશોભિત મહાસરોવરને પાણીની સેવાલનો જથ્થો, તેમ કાયાની રૂપસંપત્તિને રોગ તત્કાલ નાશ કરે છે. શરીર ઢીલું થાય છે પણ આશા ઘટતી નથી. રૂપ ચાલ્યું જાય છે પણ પાપબુદ્ધિ જતી નથી. જરા વધતી જાય છે પણ જ્ઞાનવૃદ્ધિ પામતું નથી. આત્માઓનાં આવા સ્વરૂપને ધિક્કાર થાઓ. આ સંસારમાં ઘાસના અગ્ર ભાગ પર રહેલા જળબિન્દુ સરખા રૂપ, લાવણ્ય, કાન્તિ, શરીર, ધન, વગેરે સર્વ પદાર્થો ચિંચળ છે, આજ કે કાલ નાશ પામવાના સ્વભાવવાળા સંસારી આત્માઓનાં શરીરનું મોટું ફળ હોય તો માત્ર સકામ નિર્જરા કરનારું તપ છે. આ પ્રમાણે વૈરાગ્યભાવના ભાવતાં તે રાજા દીક્ષા લેવાની અભિલાષાવાળો થયો અને તેણે પુત્રનો રાજ્યાભિષેક કર્યો; વિનયપૂર્વક ઉદ્યાનમાં જઈ વિનંયધર સૂરિ પાસે સર્વ સાવધવિરતિ-પ્રધાનતાવાળો તપ અંગીકાર કર્યો. મહાવ્રતોને તેમજ ઉત્તર ગુણોને ધારણ કરનાર એક ગામથી બીજા ગામે વિહાર કરતાં સમતાવાળા એકાગ્ર ચિત્તવાળા યુક્ત રાજર્ષિ વિચરી રહેલા છે, ત્યારે જેમ હાથીનું ટોળું યુથપતિની પાછળ જાય, તેમ ગાઢ અનુરાગવાળું પ્રજા-મંડળ પાછળ પાછળ ગયું. કષાય વગરના ઉદાસીન નિર્મમ નિષ્પરિગ્રહ એવા તેમની છ મહિના સેવા કરી તેઓ કોઈપણ પ્રકારે પાછા ગયા. યથાવિધિ ભિક્ષા ગ્રહણ, અકાલે અપથ્ય ભોજન કરવા વડે કરીને સંપૂર્ણ દોહલા વડે જેમ ગર્ભ વૃદ્ધિ પામે તેમ આની વ્યાધિઓ વૃદ્ધિ પામવા લાગી. ખરજવું, સોજો, તાવ, શ્વાસ, અરુચિ, પેટનો વ્યાધિ અને આંખની વેદના એવી સાત પ્રકારની વેદના આ મહાત્માએ સાતસો વર્ષો સુધી સમતાપૂર્વક સહન કરી. દુસ્સહ સમગ્ર પરિષદોને સહન કરતાં તેના નિવારણનો ઉપાય ન આચરતાં એવા તેમને લબ્ધિઓ પ્રગટ થઈ. આ સમયે હૃદયમાં ચમત્કાર પામેલા ઈન્દ્ર મહારાજે દેવોને ઉદેશીને તેની પ્રશંસા કરી કે “સળગતા ઘાસના પૂળાની માફક ચક્રવર્તીપણાની સંપત્તિનો ત્યાગ કરી આ સનતકુમાર મુનિ દુષ્કર તપ તપે છે. તપના પ્રભાવથી સર્વ લબ્ધિઓ પ્રાપ્ત થવા છતાં પોતાના શરીરની પણ અપેક્ષા ન કરતાં પોતાના રોગોની ચિકિત્સા કરતા નથી” આ વાતની અશ્રદ્ધા કરતા વિજય અને વૈજયન્ત નામના બે દેવો વૈદ્યનું રૂપ ધારણ કરી તેની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે, “હે ભાગ્યશાળી ! તમે રોગોથી શા માટે હેરાનગતિ ભોગવો છો ? અમે વૈદ્યો છીએ અને અમારા ઔષધ વડે સર્વની ચિકિત્સા કરીએ છીએ. રોગગ્રસ્ત શરીરવાળા તમે અમને રજા આપો તો તે જ દિવસે તમારા રોગોનો ઉપાય કરી મટાડી દઈએ તે વખતે સનતકુમારે પ્રત્યુત્તર આપ્યો. “હે ચિકિત્સકો ! જીવને બે પ્રકારના રોગો હોય છે– એક દ્રવ્ય રોગ અને બીજો ભાવરોગ, ક્રોધ, માન, માયા, લોભ વગેરે ભાવરોગો શરીરધારી પ્રાણીઓને હોય છે, જે હજારો જન્મો સુધી જીવની સાથે રહેનારા તેમજ અનંત દુઃખ દેનારા છે, તેવા રોગો જો તમે મટાડી શકતા હો તો તમે ચિકિત્સા કરો અને જો તમે માત્ર શરીરના દ્રવ્યરોગ મટાડનારા હો, તો તમે જુઓ.” ત્યાર પછી સડી ગયેલી પરુ ઝરતી આંગળી ઉપર પોતાના કફના બિન્દુઓનો લેપ કર્યો એટલે સિદ્ધરસ વડે જેમ તાંબાને તેમ એકદમ તેને સુવર્ણ કાંતિવાળી બનાવી. ત્યાર પછી સુવર્ણસળી સરખી ચળકતી આંગળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org