________________
દ્વિતીય પ્રકાશ, શ્લો.૧૩-૧૫
૮૧
ટીકાર્થ : બીજા આત્મામાં રહેલું અગર આપણા આત્મામાં રહેલું પરોક્ષ પણ સમ્યક્ત શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય સ્વરૂપ પાંચ લિંગોથી જાણી શકાય છે.
૧ શમ - એટલે પ્રશમ અર્થાત્ ક્રૂર અનંતાનુબંધી કષાયોનો અનુદય, તે સ્વભાવથી અથવા કષાયપરિણતિનાં કડવાં ફલ જોવાથી કષાયોની ઉદયાવસ્થા રોકે. કહ્યું છે કે :- કર્મ-પ્રકૃતિઓના અશુભ વિપાકો જાણીને આત્માનો ઉપશમભાવ કેળવીને હંમેશાં અપરાધ કરનાર ઉપર પણ કોપ ન કરે. (શ્રા.પ્ર. પ૫) કેટલાક વળી ક્રોધ-ખંજવાળ અને વિષય-તૃષ્ણાના ઉપશમને શમ કહે છે. સમ્યગ્દર્શન પામેલો અને સાધુઓની સેવા કરનાર ક્રોધ ખંજવાળ અને વિષયતૃષ્ણાવાળો કેવી રીતે બને? બીજી બાજુ એ બંનેના ઉપશમને શમ કહીશું, તો પછી અપરાધી અને નિરપરાધી ઉપર ક્રોધ કરનાર કૃષ્ણ અને શ્રેણિક જેઓ વિષયની તૃષ્ણા અને ક્રોધની ખંજવાળવાળા છે, તેઓને શમ કેવી રીતે માની શકાય ? શમના અભાવમાં સમ્યક્ત ન માનવું ? એમ નહીં લુહારની ભઠ્ઠીમાં ધૂમાડા વગરનો રાખથી ઢંકાયેલ અગ્નિ હોય છે, તે અગ્નિમાં લગાર પણ ધૂમાડો હોતો નથી તે સંબંધી નિયમ એવા પ્રકારનો છે કે, ચિહ્ન લિંગની પરીક્ષા ચોક્કસ કરી હોય તો, લિંગી અવશ્ય હોય જ કહ્યું છે કે :- “ચિહ્ન હોય તો ચિહ્નવાળો અવશ્ય હોય જ. અને ચિહ્નવાળામાં ચિહ્નની ભજના સમજવી.' જેમ કે ધૂમ ચિહ્ન હોય, ત્યાં ધૂમ ચિહ્નવાળો અગ્નિ હોય જ, પણ લાલ અંગારાવાળો એકલો અગ્નિ ધૂમાડા વગરનો હોય, ત્યાં ધૂમ ચિહ્ન હોવાનો નિયમ નથી. લિંગલિંગીનો સંબંધ નિયમના વિપર્યાસમાં હોય છે કૃષ્ણ, શ્રેણિકને સંજ્વલન કષાયના ઉદયથી ક્રોધ ખંજવાળ અને વિષયતૃષ્ણા થયેલ છે સંજ્વલન એવા કષાયો પણ તીવ્રપણાથી અનંતાનુબંધી સરખા વિપાકવાળા હોય છે. આ સ્પષ્ટ હકીકત છે. - ૨ સંવેગ - એટલે મોક્ષની જ અભિલાષા. સમ્યગ્દષ્ટિ આત્મા રાજાનાં અને ઈન્દ્રનાં વિષય સુખોને દુઃખ-મિશ્રિત હોવાથી દુઃખસ્વરૂપ માનનારો અને મોક્ષસુખને જ સુખસ્વરૂપ માનનારો અને અભિલાષા કરનારો હોય છે. કહ્યું છે કે
મનુષ્યોનાં અને ઈન્દ્રનાં સુખને ભાવથી દુઃખ માનતો સંવેગથી મોક્ષ સિવાય બીજી કોઈ પ્રાર્થના કરતો નથી.” (શ્રા.પ્ર.૫૬)
૩ નિર્વેદ - એટલે ભવનો કંટાળો. સમ્યગ્દર્શની આત્મા દુઃખ અને દુર્ગતિથી ગહન સ્વરૂપ ભવરૂપી કેદખાનામાં કર્મરૂપી દંડપાશિકો વડે તેવી તેવી કદર્થનાઓ સહન કરતો તેનો પ્રતિકાર કરવા અસમર્થ મમત્વના ઝેરના વેગરહિત નિર્વેદથી દુઃખ અનુભવતો રહે છે. (શ્રા.પ્ર.૫૭) કેટલાક આચાર્યો સંવેગ અને નિર્વેદના અર્થો વિપરીત કરે છે, સંવેગ એટલે ભવનો વૈરાગ્ય અને નિર્વેદ એટલે મોક્ષાભિલાષ
૪. અનુકંપા - એટલે દુઃખી પ્રાણીઓ ઉપર આ મારો સંબંધી છે, એવા પ્રકારના પક્ષપાતરહિત બની દુ:ખીના દુ:ખને નાશ કરવાની ઈચ્છા. પક્ષપાતથી કરુણા તો વાઘ, સિંહ વગેરેને પણ પોતાનાં બચ્ચાં ઉપર હોય છે. તે અનુકંપા દ્રવ્ય અને ભાવ એમ બે ભેદવાળી છે. દ્રવ્યથી અનુકંપા તે કહેવાય કે, પોતાની શક્તિ હોય તો સામાના દુઃખનો પ્રતિકાર કરી દુઃખ દૂર કરવું અને ભાવથી-કોમળ હૃદયથી જે માટે કહ્યું છે - ભયંકર ભવ-સમુદ્રમાં દુઃખ અનુભવતા જીવસમૂહને દેખી પક્ષપાત વગરની બંને પ્રકારની અનુકંપા પોતાના સામર્થ્ય અનુસાર કરવી. (શ્રા.પ્ર.૫૯)
૫. આસ્તિષ્પ- જીવ,દેવલોક, નારકી, પરલોક, કર્મ, તેનાં ફળ એ વગેરે છે-એવા પ્રકારની જેની મતિ છે, તે આસ્તિક, તેનો ભાવ કે કર્મ તે આસ્તિક્ય બીજા ધર્મનાં તત્ત્વ સ્વરૂપ સાંભળવા છતાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org