________________
૧૮
યોગશાસ્ત્રનો ગુર્જરનુવાદ વિરાધના કર્યા વગર જનારા, તે “અવશ્યાયચારણ કહેવાય. આકાશમાર્ગમાં વિસ્તાર પામેલા મેઘ-સમૂહમાં જીવોને પીડા ન થાય તેમ ચાલવાની શક્તિવાળા, તે “મેઘચારણ” કહેવાય. વર્ષાકાળમાં વરસાદ વગેરે જળધારાનું અવલંબન કરીને પ્રાણીઓને પીડા કર્યા વગર ચાલનારા, તે “વારિધારા-ચારણ' કહેવાય. વિચિત્ર અને જુના વૃક્ષોની બખોલ જેવા સ્થાનમાં કરોળિયાના ઘરની જાળના બારીક તાંતણાનું આલંબન લઈને પગ ઉંચકવા-મૂકવાની ક્રિયા કરતાં તે તંતુઓને ન તોડતાં ચાલે, તે “મર્કટતંતુચારણ” કહેવાય. ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર વગેરે કોઈપણ જ્યોતિના કિરણ સંબંધથી જમીન માફક તેના આધારે પગથી ચાલવાની શક્તિવાળા, “જ્યોતિરશ્મિ-ચારણ” કહેવાય. અનેક દિશામાં પ્રતિકુળ કે અનુકુળ પવન વાતો હોય પણ પવનસંબંધી પ્રદેશાવલીને ગ્રહણ કરીને ગતિનું અલન કર્યા વગર પગ સ્થાપન કરી ચાલવાની કુશળતાવાળા તે વાયુ-ચારણ' કહેવાય.
તપ અને ચારિત્રના પ્રભાવ સિવાય બીજા ગુણોની પણ લબ્ધિઓ અને ઋદ્ધિઓ પ્રાપ્ત થાય છે. ‘આશીવિષ' લબ્ધિવાળા અપકાર અને ઉપકાર કરવામાં સમર્થ હોય છે. મૂર્તિમંત રૂપી દ્રવ્ય સંબંધી મર્યાદાવાળું જ્ઞાન સર્વ પ્રકારે થાય તે “અવધિજ્ઞાન” કહેવાય. મનુષ્ય ક્ષેત્રવર્તી-અઢીદ્વીપમાં રહેલા પ્રાણીઓના મનરૂપે પરિણામેલા મનોદ્રવ્યને પ્રકાશિત કરનાર “મનઃ પર્યાયજ્ઞાન' તેના ઋજુમતિ અને વિપુલમતિ એવા બે પ્રકારો છે. વિશુદ્ધ અને આવેલું ન જાય, તેવા પ્રકારનું વિપુલમતિ વિશેષ છે . ૯ // કેવલજ્ઞાન-લક્ષણ ફળ બતાવવા દ્વારા યોગની જ સ્તુતિ કરે છે– १० अहो योगस्य माहात्म्यं प्राज्यं साम्राज्यमुद्वहन् ।
अवाप केवलज्ञानं भरतो भरताधिप : ॥ १० ॥ અર્થ : અહો ! યોગનું માહાભ્ય કેવું અનુપમ છે કે, વિશાળ સામ્રાજ્યવાળી ચક્રવર્તીની સંપદાને ભોગવતાં ભોગવતાં પણ પખંડ ભરતક્ષેત્રના અધિપતિ શ્રી ભરત મહારાજા કેવળજ્ઞાનને પામ્યા. / ૧૦
ટીકાર્થ : અહો ! યોગનો કેટલો મહાપ્રભાવ છે કે, પુષ્કળ સામ્રાજ્યવાળી ચક્રવર્તિની સંપત્તિ ભોગવતા ભોગવતાં પણ ભરતક્ષેત્રના સ્વામી ચક્રવર્તી ભરત મહારાજાએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. તે આ પ્રમાણે- || ૧૦ ||. ઋષભ ભગવંતના ચાર કલ્યાણકો
આ અવસર્પિણીના સુષમસુષમ નામનો ચાર કોડા-કોડી સાગરોપમ પ્રમાણવાળો પહેલો આરો, ત્યાર પછી ત્રણ કોટાકોટી સાગરોપમ પ્રમાણવાળો સુષમ નામનો બીજો આરો અને બે કોડાકોડી સાગરોપમપ્રમાણવાળા સુષમદુઃષમ નામના ત્રીજા આરામાં પલ્યોપમનો આઠમો ભાગ ન્યૂન આટલો કાળ ગયા પછી ૧ વિમલવાહન, ૨ ચક્ષુખાન, ૩. યશસ્વી ૪. અભિચંદ્ર, ૫ પ્રસેનજિત્ ૬ મરુદેવ, અને ૭ નાભિ નામના સાત કુલકરો થયાં. તેમાં નાભિ કુલકરને ઉત્તમ શીલથી ત્રણ જગતને પવિત્ર કરનાર મરુદેવા નામની પત્ની હતી. ત્રીજા આરામાં ચોરાશી લાખ પૂર્વ, ત્રણ વર્ષ અને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે તેની કુક્ષિએ સર્વાર્થ નામના વિમાનમાંથી ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત પ્રથમ જિનેશ્વર ઉત્પન્ન થયા. તે સમયે સ્વપ્નના અર્થને નાભિ અને મરુદેવા યથાર્થપણે ન જાણતા હોવાથી ઈન્દ્ર મહારાજે આવીને હર્ષપૂર્વક કહી સંભળાવ્યા. ત્યાર પછી શુભ દિવસે પરમેશ્વરનો જન્મ થયો. ત્યારે છપ્પન દિકકુમારીઓએ સૂતિકર્મ કર્યું. મેરુ પર્વત ઉપર પ્રભુને લઈ જઈને ઈન્દ્ર મહારાજે પોતાના ખોળામાં બેસાડીને તીર્થના જળથી પ્રભુનો અને હર્ષાશ્રુ-જળથી પોતાનો અભિષેક કર્યો. ત્યાર પછી ઈન્દ્ર મહારાજે માતાને અર્પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org