________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
કરેલા દુષ્કૃતની ગર્તા, સુકૃતની અનુમોદના કરવા પૂર્વક આજ માત્ર દેવ ભવના ભયની પીડા દૂર કરનારા છે, એ પ્રમાણે તેમના જ શરણની અભિલાષા કરો. કહેલા લક્ષણવાળા દેવના શાસનની આજ્ઞાનો સ્વીકાર કરવો, અતિશય વગરના પુરૂષોએ પ્રરૂપેલાં બીજાં શાસનો સ્વીકારવા યોગ્ય નથી. જો તમારામાં ચેતના હોય તો પૂર્વોક્ત લક્ષણવાળા દેવનું ધ્યાન ધરો, તેની ઉપાસના કરો, તેને શરણે જાવ, તેનું શાસન સ્વીકારો. ચેતનાવાળાને કરેલો ઉપદેશ સફળ થાય છે, અચેતનાવાળા પ્રત્યે કરેલો ઉપદેશ પ્રયાસ નિષ્ફળ જાય છે કહ્યું છે કેઃ
“અરણ્યમાં કરેલું રૂદન, મડદાના શરીરને માલીશ કરવું, કુતરાની પૂંછડીને સીધી કરવી. બહેરા પાસે સંગીત કરવું, સ્થલમાં કમળ રોપવું, ઉખર ભૂમિમાં લાંબાકાળ સુધી જળવૃષ્ટિ કરવી, અંધના મુખનું મંડન કરવા સમાન અજ્ઞાની જન પાસે ભાષણ નિષ્ફળ થાય છે. તે ૪-૫ /. અદેવનું લક્ષણ કહે છે
६२ ये स्त्रीशस्त्राक्षसूत्रादि-रागाद्यङ्ककलङ्किताः ।
निग्रहानुग्रहपरा-स्ते देवाः स्युन मुक्तये ॥६॥ અર્થ : જેઓ સ્ત્રી, શસ્ત્ર, જપમાલાદિ રાગાદિ સૂચવનારાં ચિહ્નોવાળા છે, તથા વરદાન અને શ્રાપ આપનારા છે, તેવા દેવો મુક્તિ માટે થતા નથી. || ૬ ||
ટીકાર્થ : સ્ત્રી એટલે કામિની, શસ્ત્ર ત્રિશૂલાદિવાળા, જપમાલા આદિથી નાટક, અટ્ટહાસ્ય કરનારા હોય. રાગ-દ્વેષ-મોહને સૂચન કરનાર, સ્ત્રી એ રાગ સૂચવનાર છે, શસ્ત્ર દ્વેષનું ચિહ્ન છે, જપમાલા અજ્ઞાનનું ચિહ્ન છે. વીતરાગ હોય તે સ્ત્રીના સંગવાળા ન હોય. દ્વેષ વગરના હોય તે શસ્ત્ર શા માટે ધારણ કરે ? અજ્ઞાન-રહિત હોય તે વિસ્કૃતિનાં ચિહ્નસ્વરૂપ જપમાળા શા માટે રાખે ? રાગ, દ્વેષ અને મોહ વડે જ સર્વ દોષો એકઠા થાય છે. સર્વ દોષોનું મૂળ હોય તો તે ત્રણ જ છે. નિગ્રહ એટલે વધ-બંધન કરવું, અનુગ્રહ એટલે વરદાન આપવું, તે કરવામાં તત્પર, નિગ્રહ અને અનુગ્રહ કરવા તે પણ રાગ-દ્વેષનાં ચિહ્યો છે. જે આવા પ્રકારના હોય, તે મુક્તિ માટે કારણભૂત બનતા નથી. ક્રીડા કરનારા પ્રેત, પિશાચાદિકની માફક દેવત્વમાત્રને નિવારી શકાતું નથી. | ૬ || મુક્તિના કારણનો અભાવ પ્રગટ કરે છે. ६३ नाट्याट्टहाससंगीता-धुपप्लवविसंस्थुलाः
નામયુઃ પર્વ શાન્ત, પ્રપનાન, પ્રાપિન: થમ્ ? ૭ | અર્થ : નાટક, નૃત્ય અટ્ટહાસ્ય, સંગીત આદિ રાગવાળા કાર્યથી અસ્થિર ચિત્તવાળા તેઓ બીજા પ્રાણીઓને શાન્તપદ સ્વરૂપ મુક્તિસ્થાનને કેવી રીતે પમાડી શકે ? || ૭ ||
ટીકાર્થ : અહીં સમગ્ર સાંસારિક આળ જાળ વગરનું મુક્તિ કેવળજ્ઞાન વિગેરે શબ્દથી સમજી શકાય તવું શાન્તપદ મોક્ષ નાટક, નૃત્ય અટ્ટહાસ્ય, સંગીત આદિ સાંસારિક ઉપાધિથી ડામાડોળ ચિત્તવૃત્તિવાળા દેવો આશ્રિત વર્ગને તે કેવી રીતે પમાડી શકે ? એરંડાનું ઝાડ કલ્પવૃક્ષની બરાબરી કરી શકે નહિ. તેથી રાગ-દ્વેષ-મોહના દોષથી રહિત એવા જિન એકજ મુક્તિ માટે થાય છે. પરંતુ દોષોથી દુષિત થયેલા બીજા દેવો મુક્તિ માટે થતા નથી. અહીં તે માટે ઉપયોગી કેટલાક શ્લોકો જણાવે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org