________________
૭૪
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ વળી મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. ૧ આભિગ્રહિક, ૨ અનભિગ્રહિક, ૩ આભિનિવેશિક, ૪ સાંશયિક અને ૫ અનાભોગિક.
૧ અભિગ્રહિક- તે કહેવાય કે પાખંડીઓ પોતાના શાસ્ત્રના જ્ઞાનને જાણનાર હોય અને પરપક્ષનો પ્રતિકાર કરવામાં દક્ષ હોય, તેમને - ૨. અનાભિગ્રહિક - સામાન્ય અકેળવાયેલા લોકોને “સર્વ દેવો વંદનીય છે', તેમની નિંદા ન કરવી, એવી જ રીતે સર્વ ગુરૂઓ અને સર્વ ધર્મો સંબંધી સમજે, તેમને અનાભિગ્રહિક મિથ્યાત્વ.
૩. આભિનિવેશિક- યથાર્થ વસ્તુ અંદરથી સમજવા છતાં પણ ખોટા કદાગ્રહને આધીન બની જમાલિ માફક સાચાને ખોટું કહેવાનો કદાગ્રહ કરે.
૪. સાંશયિક- દેવ, ગુરૂ અને ધર્મના વિષયમાં આ સાચા હશે કે આ સાચા હશે ? એવા સંશયવાળાને સાંશયિક મિથ્યાત્વ
૫. અનાભોગિક - એકેન્દ્રિયાદિક વિચાર-શૂન્ય અને વિશેષ જ્ઞાનથી રહિત હોય તેવાને તે હોય છે કહ્યું છે કે :-“આભિગ્રહિક, અનાભિગ્રહિક આભિનિવેશિક, સાંશયિક અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારનું છે. પંચ-સં. ૧૮૬ આંતરશ્લોકો કહે છે
મિથ્યાત્વ એ મહારોગ છે, મિથ્યાત્વ મહાઅંધકાર, મિથ્યાત્વ મોટો શત્રુ છે, મિથ્યાત્વ મહાવિષ છે. રોગ, અંધકાર અને ઝેર જન્મની અંદર એક વખત દુઃખ આપનાર થાય, પરંતુ મિથ્યાત્વ રોગની ચિકિત્સા કરવામાં ન આવે તો હજારો ભવો સુધી તેની વેદના ભોગવવી પડે છે. ગાઢમિથ્યાત્વથી ઘેરાએલ ચિત્તવાળા જીવો તત્ત્વ અને અતત્ત્વનો ભેદ જાણતા નથી. જે જન્મથી અંધ હોય, તે કોઈ પણ વસ્તુની મનોહરતા કે અમનોહરતા સ્પષ્ટ રીતે કેવી રીતે જાણી શકે ? || ૩ ||
હવે દેવ અને અદેવ, ગુરૂ અને અગુરૂ, તથા ધર્મ અને અધર્મનાં લક્ષણ જણાવતા દેવનું સ્વરૂપ જણાવે છેદેવનું સ્વરૂપ
६० सर्वज्ञो जितरागादि-दोषस्त्रैलोक्यपूजितः ।
यथास्थितार्थवादी च, देवोऽर्हन् परमेश्वरः ॥ ४ ॥ ६१ ध्यातव्योऽयमुपास्योऽय-मयं शरणमिष्यताम् ।
अस्यैव प्रतिपत्तव्यं, शासनं चेतनास्ति चेत् ॥ ५ ॥ અર્થ : સર્વજ્ઞ, રાગાદિ દોષોને જીતનારાં, ત્રણેય લોકથી પૂજિત, યથાર્થ પદાર્થ સ્વરૂપ યથાસ્થિત અર્થને કહેનારા, પૂજા કરવા યોગ્ય અને પરમેશ્વર હોય તે જ સુદેવ કહેવાય. આવા ગુણસંપન્ન સુદેવ જ ધ્યાન કરવા યોગ્ય છે તથા ઉપાસના કરવા લાયક છે, તેવા દેવનું જ શરણ સ્વીકારો ! અને જો ચેતના હોય તો તેવા સુદેવની આજ્ઞા જ સ્વીકારવા યોગ્ય છે ! ૪-૫ ||
ટીકાર્થ : સર્વજ્ઞ, રાગાદિ ૧૮ દોષોથી રહિત, ત્રણે લોકથી પૂજિત, યથાર્થ પદાર્થ સ્વરૂપ કહેનારા, એવા અહંનું અરિહંત પરમેશ્વર દેવ કહેવાય. દેવના દેવત્વ વિષયક ચાર અતિશયો વિચક્ષણ પુરૂષો કહે છે. તે આ પ્રમાણે-૧ જ્ઞાનાતિશય, ૨ અપાયાપગમાતિશય ૩ પૂજાતિશય, અને ૪ વચનાતિશય. ‘તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org