________________
૭૮
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
ધન, ધાન્ય, સોનું, ગામ કે નગરાદિકનો પરિગ્રહ રાખનારા, મૂલગુણ અને ઉત્તરગુણ ધારણ કરવામાં કારણભૂત ગુણને જણાવતા કહે છે કે, સામાયિક ચારિત્રમાં રહેલા સામાયિકમાં રહેલા હોય તે મૂલગુણ અને ઉત્તરગુણના ભેદવાળું ચારિત્ર પાળવા સમર્થ થઈ શકે છે. આ સર્વ મુનિઓનું સાધારણ લક્ષણ છે. ગુરૂનું અસાધારણ લક્ષણ કહે છે, સંવર-નિર્જરા સ્વરૂપ અગર સાધુ-શ્રાવક-સ્વરૂપ ધર્મનો ઉપદેશ આપનારા, અભિધાન-ચિંતામણિમાં અમે કહેલું છે કે- (‘ગુરૂ એમને કહેવાય, જેઓ ધર્મનો ઉપદેશ આપે.’ સદ્ભૂત શાસ્ત્રના અર્થને જેઓ કહે, તે ગુરૂઓ.) | ૮ |
હવે અગુરુનું લક્ષણ કહે છે
I
अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो न तु
॥ ૧ ॥
અર્થ : સર્વની અભિલાષા કરનારા, સર્વ પ્રકારના ભોજન કરનારા, સર્વ પ્રકારના પરિગ્રહવાળા, તેથી જ અબ્રહ્મચારી, ખોટો ઉપદેશ દેનારાઓને ગુરૂ માન્યા નથી. | ૯ ||
६५ सर्वाभिलाषिणः सर्वभोजिनः सपरिग्रहाः
ટીકાર્થ : ભક્તના સ્ત્રી, ધન, ધાન્ય, સુવર્ણ, ક્ષેત્ર, મકાન, ચોપગાં જાનવર વગેરે સર્વની અભિલાષા કરવાના સ્વભાવવાળા, તથા મદિરા, મધ, માંસ, અનંતકાય વગેરે ખાવાની ટેવવાળા હોવાથી સર્વપ્રકારનું ભોજન કરનારા, પુત્ર, સ્ત્રી, આદિના પરિગ્રહવાળા, તે કારણે અબ્રહ્મચારી, આ મહાદોષ હોવાથી અબ્રહ્મચારી વિશેષણ જૂદું જણાવ્યું. અગુરૂપણાનું અસાધારણ કારણ કહે છે- ખોટો ધર્મોપદેશ આપનારા, આમ પુરૂષના ઉપદેશથી રહિત ધર્મોપદેશ હોય, તે ધર્મનો ઉપદેશ ન કહેવાય. આવા હોય તે, ગુરૂ ન કહેવાય. || ૯ ||
શંકા કરી કે ધર્મોપદેશ આપે છે, તો તેમનું ગુરૂપણું છે, નિષ્પરિગ્રહત્વ આદિ ગુણોની ગવેષણા કરવાની શી જરૂર છે ? તેનું સમાધાન આપતાં જણાવે છે
६६ परिग्रहारम्भमग्ना - स्तारयेयुः कथं परान् ? स्वयं दरिद्रो न परमीश्वरीकर्तुमीश्वरः
1
॥ ૨ ॥
અર્થ : પરિગ્રહ અને આરંભમાં ડૂબી ગયેલાઓ બીજાને કેવી રીતે તારી શકે ? પોતે દરદ્ર હોય, તે બીજાને શ્રીમંત બનાવી શકતો નથી. || ૧૦ ||
ટીકાર્થ : સ્ત્રી આદિનો પરિગ્રહ, જંતુઓની હિંસાનું કારણ થનારો આરંભ, સર્વની અભિલાષા રાખનાર, સર્વ ભોજન કરનારા હોવાથી, ભવ-સમુદ્રમાં ડૂબી ગયેલા હોય, તે બીજાને ભવસમુદ્રમાંથી તારવા માટે કેવી રીતે સમર્થ બને ? || ૧૦ ||
હવે ધર્મનું લક્ષણ કહે છે
ધર્મનું સ્વરૂપ
दुर्गतिप्रपतत्प्राणि-धारणाद्धर्म उच्यते
1
संयमादिर्दशविधः सर्वज्ञोक्तो विमुक्तये ॥ શ્o ૫
અર્થ : દુર્ગતિમાં પડતા પ્રાણીને ધારણ કરી રાખનાર હોવાથી ધર્મ કહેવાય અને તે સર્વજ્ઞોએ કહેલ
સંયમ આદિ દશપ્રકારનો છે. । ૧૧ ।
Jain Education International
६७
For Private & Personal Use Only
www.jainelibrary.org