________________
દ્વિતીય પ્રકાશ,
શ્લો.૬-૮
ખોટી અયોગ્ય પ્રવૃત્તિઓ કરનાર હોવાથી સામાન્ય મનુષ્ય કરતાં પણ ઉતરતી કક્ષાના શંક૨, બ્રહ્મા અને વિષ્ણુ સર્વજ્ઞ કે રાગ વગરના નથી. સ્ત્રીનો સંગ, કામ, હથીયાર સંગ્રહ દ્વેષ, જપમાળા અજ્ઞાન, અને કમંડળ અશૌચનું સૂચન કરે છે. રુદ્રને ગૌરી, બૃહસ્પત્તિને તારા, બ્રહ્માને સાવિત્રી, શ્રીકૃષ્ણને લક્ષ્મી, ઈન્દ્રને શચી, સૂર્યને રન્નાદેવી, ચંદ્રને દક્ષપુત્રી રોહિણી, અગ્નિને સ્વાહા, કામદેવને રતિ, યમદેવને, ધૂમોર્ણા, આમ દેવોને સ્ત્રીઓનો સંગ પ્રગટ છે વળી દરેક પાસે શસ્ત્ર અને હથીયારો છે તેમજ દરેકમાં મોહનો વિલાસ હોવાથી દેવપણાનો સંદેહ છે. તેઓ દેવપદવીને સ્પર્શતા નથી. અજ્ઞાનતાથી શૂન્યતા કહેનારા બુદ્ધમાં પણ દેવપણું ઘટતું નથી, શૂન્યત્વ પ્રમાણથી સિદ્ધ થયા પછી શૂન્યવાદની કથા કરવી નકામી છે વળી પ્રમાણ હોતે છતે પ્રમાણ વિના પરની પણ શૂન્યસિદ્ધિ થઈ શકે નહિં, તો પોતાના પક્ષની તો સિદ્ધિ શી રીતે થઈ શકે ? બુદ્ધ સર્વ ભાવોમાં ક્ષણિકતા માનવાવાળા છે, તો સાધકને ફળ સાથે સંબંધ કેવી રીતે જોડાય ? ક્ષણિકવાદીઓને વધ કરનાર હિંસાનો હેતુ કેવી રીતે થાય ? તેમ તેની સ્મૃતિ તેને ઓળખાવનારી તથા વ્યવહાર કરનારી કેમ થાય ? કૃમિ આદિ જીવોથી ભરેલી પોતાની કાયાને વાઘણને સોંપી દેતા દેય-અદેયના વિવેક-શૂન્ય એવા બુદ્ધની દયા પણ કેવી વિચિત્ર છે ? વળી પોતાના જન્મ વખતે જ પોતાની માતાનું ઉદર ચીરનાર તથા માંસ ખાવાનો ઉપદેશ આપનાર એવા બુદ્ધને દયા કેવી રીતે કહી શકાય ? વળી જે પ્રકૃતિના ધર્મને નિરર્થકપણે જ્ઞાન કહે છે, તેમજ નિર્ગુણ, નિષ્ક્રિય અને મૂઢ એવા કપિલને દેવ કેવી રીતે મનાય ? સર્વ દોષોના આશ્રય સમાન ગણપતિ, સ્કંદ-કાર્તિકેયસ્વામી, પવન વગેરેને દેવો કેવી રીતે કહી શકાય ? વળી જે ગાય પશુ છે, વિષ્ટા ખાનારી પોતાના જ પુત્ર સાથે મૈથુન સેવે છે, અને શિંગડાઓથી જંતુઓનો ઘાત કરે છે, તેને વંદન કેમ કરાય ? દૂધ આપનાર છે, માટે જો વંદનીય ગણો, તો ભેંશ નમન કરવા યોગ્ય કેમ નહિ ? ભેંશ કરતાં ગાયમાં કંઈપણ વિશેષતા નથી. વળી જો ગાયને દરેક તીર્થ, ઋષિ અને દેવોનું સ્થાનક માનતા હો, તો પછી તેને વેચો છો, દોહો છો, અને હણો છો કેમ ? વળી જેઓએ સાંબેલા, ખાણીયા, ફૂલો, ઉંબરો, પીપળો, જળ, લિંબડો આકડો એ વગેરેને દેવસ્વરૂપે જેઓએ કહેલા છે, તેમાંથી કોનો તેમણે ત્યાગ કર્યો છે ? વીતરાગસ્તોત્રમાં પણ અમે કહ્યું છેઃ “ઉદર અને ઉપસ્થ-ઈન્દ્રિયવર્ગથી વિડમ્બિત થયેલા દેવોથી મૃતકૃત્ય બનેલા અન્ય દેવાસ્તિકો-અમે દેવને માનનારા છીએ-એવી બુદ્ધિ ધારણ કરનારા કુતીર્થિકો-આપના જેવાનો અપલાપ કરે એ-ખરેખર દુઃખનો વિષય છે.” (વીતરાગસ્તોત્ર ૬/૮) | ૭ ||
ગુરૂનું લક્ષણ કહે છેઃ
६४ महाव्रतधरा धीरा, भैक्षमात्रोपजीविनः सामायिकस्था धर्मोपदेशका गुरवो मताः
Jain Education International
1
11 2 11
ગુરૂનું સ્વરૂપ
અર્થ : મહાવ્રત ધારણ કરનારા, ઉપસર્ગો અને પરિષહોમાં ધૈર્ય ધારણ કરનારા, ભિક્ષામાત્રથી આજીવિકા નભાવનારા સામાયિક ચારિત્રમાં રહેલા, શુદ્ધ મોક્ષમાર્ગનો ધર્મોપદેશ આપનારા ગુરૂઓ માનેલા છે. ॥ ૮ ॥
66
ટીકાર્થ : અહિંસાદિક મહાવ્રતને ધારણ કરનાર, આપત્તિકાળમાં ઉપસર્ગ કે પરિષહમાં પણ કાયરતા વગર અખંડિત મહાવ્રતને ટકાવી રાખનારા, મૂળગુણધારીપણું જણાવીને ઉત્તરગુણ-ધારીપણું જણાવવા કહે છે કે અન્ન, પાન, ધર્મોપકરણ માત્ર લોકોની પાસેથી મેળવી ભિક્ષાવૃત્તિથી નિર્વાહ ચલાવનારા, નહિં કે
For Private & Personal Use Only
www.jainelibrary.org