________________
દ્વિતીય પ્રકાશ.
સમ્યકત્વનું સ્વરૂપ -
ગૃહસ્થ-ધર્મ માટે અધિકારી છે, એમ પહેલાં કહી ગયા. ગૃહસ્થધર્મ એટલે શ્રાવકધર્મ અને તે સમ્યક્ત મૂળવાળાં બાર વ્રતો છે. તે જ કહે છે
५७ सम्यक्त्वमूलानि पञ्चाणु - व्रतानि गुणास्त्रयः ।
शिक्षापदानि चत्वारि - व्रतानि गृहमेधिनाम् ॥ १ ॥ અર્થ : સમ્યકત્વ મૂળવાળાં પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો અને ચાર શિક્ષાવ્રતો આ પ્રમાણે શ્રાવક ધર્મના બાર વ્રતો છે. | ૧ ||
ટીકા : સમ્યકત્વ મૂળ કારણ છે જેઓને એવાં તે બારે વ્રતો સમ્યક્તસહિત હોય. મહાવ્રતની અપેક્ષાએ નાનાં અહિંસાદિક પાંચ વ્રતો તે મૂલગુણો છે. દિશાપરિમાણાદિક ત્રણ ઉત્તરગુણસ્વરૂપ ગુણવ્રતો છે. શીખવું અભ્યાસ-મહાવરો પાડવો, તે સ્વરૂપ સામાયિકાદિ હંમેશાં અભ્યાસ કરવા લાયક ચાર શિક્ષાવ્રતો છે, તેથી ગુણવ્રતોથી જુદો ભેદ પાડ્યો. ગૃહસ્થોને ગુણવ્રતો ઘણે ભાગે જીંદગી સુધીના હોય છે. સમ્યક્ત્વ મૂળવાળાં વ્રતો એમ કહ્યું, તેમાં સમ્યક્તનું સ્વરૂપ સમજાવે છે // ૧ /
५८ या देवे देवताबुद्धि - गुरौ च गुरुतामतिः ।
થર્ટે ૨ થર્મથી શુદ્ધા, અવનિમુચ્યતે | ૨ | અર્થ : જેમનું સ્વરૂપ આગળ સમજાવીશું, તેવા દેવ, ગુરૂ અને ધર્મમાં ક્રમસર દેવબુદ્ધિ, ગુરૂબુદ્ધિ અને ધર્મબુદ્ધિ નિર્મળ હોય, તે સમ્યક્ત કહેવાય || ૨ ||
ટીકાર્થ : આગળ જણાવીશું તેવા લક્ષણવાળા દેવત્વ, ગુરૂત્વ અને ધર્મત્વની દેવ, ગુરૂ અને ધર્મમાં નિશ્ચયપૂર્વકની શ્રદ્ધા, તે પણ અજ્ઞાન, સંશય અને વિપર્યયથી રહિત એવી નિર્મલ હોય, તે સમ્યક્ત, જો કે જિનોક્ત તત્ત્વમાં યતિ અને શ્રાવકોને સરખી જ રુચિ હોય અને તે પણ સમ્યક્ત-લક્ષણ કહેલું છે તો પણ ગૃહસ્થોને દેવ, ગુરૂ અને ધર્મમાં પૂજ્યત્વ ઉપાસના તેના અનુષ્ઠાનોમાં ફરક હોવાથી અને ઉપયોગી હોવાથી દેવ, ગુરૂ અને ધર્મ તત્ત્વની પ્રતિપત્તિ લક્ષણ સમ્યક્ત ફરી કહેલું છે. શંકા કરી કે તત્ત્વભૂત પદાર્થોની રુચિ લક્ષણ સમયકત્વમાં દેવ, ગુરૂ અને ધર્મનો કયા તત્ત્વમાં સમાવેશ થાય ? સમાધાન કર્યું કે, દેવ અને ગુરૂઓ જીવતત્ત્વમાં, અને ધર્મ શુભ આશ્રવ અને સંવરમાં સમાઈ જાય. ૧ ઔપથમિક, ૨ ક્ષાયોપથમિક અને ૩ ક્ષાયિક એમ સમ્યક્તના ત્રણ ભેદ છે તેમાં રાખથી ઢાંકેલા અગ્નિની માફક મિથ્યાત્વમોહનીયકર્મ તથા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભની અનુદયાવસ્થા, તે ઉપશમ, ઉપશમ જેનું પ્રયોજન છે, તે ઔપશમિક, તે સમ્યક્ત અનાદિના મિથ્યાદષ્ટિ આત્માને ત્રણ કરણ પૂર્વક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org