________________
૨૦
.
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
છત્ર, શંખ, કળશ, સમુદ્ર, મેરુપર્વત, મગર, વૃષભ, સિંહ, અશ્વ, રથ, સ્વસ્તિક, દિગ્ગજ પ્રાસાદ, તોરણ, હાથી વગેરે લક્ષણો અને ચિહનોવાળા હાથ અને પગના તળીયા હતા. તેમના અંગુઠા અને આંગળીઓ લાલ, સરલ, લાલ નખવાળી જાણે કલ્પવૃક્ષના અંતભાગમાં માણિક્યરૂપી પુષ્પોના અંકુરા ન હોય તેવા શોભતા હતા. સ્વામીના અંગુઠાના પર્વમાં યવો પ્રગટ શોભતા હતા કે, જે તેમના યશરૂપી ઉત્તમ અશ્વની વિશેષ પુષ્ટિ કરવા માટે જાણે ન હોય ! પ્રભુની અંગુલીના ઊર્ધ્વભાગમાં સર્વ સંપત્તિ જણાવનાર દક્ષિણાવર્ત શંખ સરખી રેખાઓ હતી. આ ત્રણ જગતનો ઘણા કષ્ટથી ઉદ્ધાર કરવાનો છે, એટલે તેની સંખ્યાના લેખો જ હોય તેવી હસ્તકમળના મૂળમાં ત્રણ રેખાઓ હતી. તેમનો કંઠ ગોળ બહુ લાંબો નહિ અને ત્રણ રેખાઓથી પવિત્ર ગંભીર શબ્દવાળો શંખનું અનુકરણ કરતો હતો. પ્રભુનું વદન નિર્મલ, ગોળ, તેજસ્વી જાણે લાંછન વગરનો બીજો ચંદ્ર ન હોય ? તેવું હતું. પ્રભુના બે ગાલ કોમળ માંસથી ભરેલા ચળકતા જાણે સરસ્વતી અને લક્ષ્મીના સાથે રહેલા બે સુવર્ણ-દર્પણો હોય તેવા જણાતા હતા. પ્રભુના બે કાનો અંદર રહેલા આવર્તાથી સુભગ, ખાંધ સુધી લટકીને રહેલા જાણે પ્રભુના મુખની પ્રભાના સમુદ્ર-કિનારા પર રહેલી બે છીપો ન હોય તેવા શોભતા હતા. પ્રભુના બિંબફળની ઉપમાવાળા બે હોઠ, મોગરાના પુષ્પ સરખા ઉજ્જવળ બત્રીશ દાંત, ક્રમસર, વિસ્તારયુક્ત અને ક્રમસર ઉંચી વંશ સરખી નાસિકા હતી. પ્રભુને બહુ લાંબી નહિ, બહુ ટુંકી નહિ, માંસવાળી ગોળ કોમળ હડપચી તથા કાળી ઘણા કેશયુક્ત, ચળકતી કોમળ દાઢી-મૂછ હતા. નવીન ઉગેલા કલ્પવૃક્ષના પલ્લવ સરખી લાલ અને કોમળ, બહુ જાડી નહિ, બાર અંગના અર્થને કહેનારી પ્રભુની જિલ્લા હતી. પ્રભુના બે નેત્રો વચ્ચે કાળા અને ઉજ્જવળ છેડા લાલરંગવાળા જાણે નીલ સ્ફટિક અને માણિકયરત્નનાં બનાવ્યાં હોય તેવા દેખાતા હતા વળી તે કાનના છેડા સુધી લાંબા અને અંજન સરખી શ્યામ પાંપણવાળા વિકસ્વર કમળોની અંદર ભમરાનાં ફુલો સંતાઈ ગયા ન હોય તેવા શોભતા હતા. પ્રભુની બે ભમરો શ્યામ વાંકી એવી શોભતી હતી કે જાણે દૃષ્ટિરૂપી વાવડીના કિનારે ઉગેલી લતાની શોભા ન હોય ? પ્રભુનું ભાસ્થળ અષ્ટમીના ચંદ્ર સરખું વિશાલ માંસયુક્ત ગોળ સુંવાળું અને કઠણ હતું. પ્રભુનું મસ્તક ક્રમે ઉંચું જાણે નીચા મુખવાળું છત્ર હોય તેના સરખું જણાતું હતું. પ્રભુનું મસ્તક છત્ર વિષે જગતના સ્વામીપણાને કહેનાર ગોળ ઉંચું કળશની શોભા સરખું ઉષ્ણીષ-મસ્તક પર રહેલા મધ્યભાગનો આશ્રય કરીને રહેલું હતું. પ્રભુના મસ્તક પર રહેલા કેશો ભમરા સરખા શ્યામ, કાંસકાથી ઓળેલા હોય તેવા કોમલ ચળકતા યમુના નદીના તરંગ સરખા દીપતા હતા, ત્રણ જગતના સ્વામીના શરીરની ત્વચા ગોરોચનના ગર્ભ સરખી ગૌરવર્ણવાળી ચિકાશદાર સ્વચ્છ સુવર્ણના પ્રવાહી રસવડે જાણે લેપ કર્યો હોય તેમ શોભતી હતી. સ્વામીના શરીર પર કમળતંતુ કરતા પણ પાતળા. કોમળ ભમરાના વર્ણ સરખા શ્યામ બીજા ઉપગમન વગરના રૂંવાડાં ઉગેલા હતા. ખીલેલા કમળની સુગંધ સરખો શ્વાસ અને દુર્ગધ વગરનું માંસ તથા ગાયના દૂધની ધારા સરખું પ્રભુનું લોહી હતું. આ વગેરે અસાધારણ વિવિધ લક્ષણોથી યુક્ત પ્રભુ રત્નો વડે જેમ રત્નાકર તેમ કોને સેવા કરવા લાયક ન હતા ?
કોઈક સમયે બાલપણાને યોગ્ય માંહમાંહે ક્રીડા કરતું કરતું કોઈક યુગલીયું તાલવૃક્ષ નીચે આવ્યું. તે સમયે દેવના દુર્યોગથી એરંડા પર જેમ વીજળીદંડ પડે તેની માફક તે પુરુષના મસ્તક ઉપર મોટું તાલફલ પડ્યું. કાકતાલીય-ન્યાયથી મર્મસ્થાનમાં હણાએલો તે બાળક તરત જ ત્યાં પ્રથમ અપમૃત્યુથી મરણ પામ્યો. તે બાળક કાળધર્મ પામ્યો એટલે બીજી બાળકી ટોળાથી વિખુટી પડેલી હરણી માફક “હવે શું કરવું ?” એ મુંઝવણમાં મુકાઈ ગઈ. અકાળે વજઘાત સરખા તેના કુમૃત્યુથી બીજા યુગલીયાઓ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org