________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦.
૧૯
કરેલા પ્રભુનું સર્વ ધાત્રીકર્મ દેવીઓએ કર્યું. પ્રભુના જમણા સાથળમાં ઋષભના આકારનું લાંછન દેખી માતા-પિતાએ હર્ષથી “ઋષભ' એવું નામ પાડ્યું. ચંદ્ર-કિરણ સરખા પ્રભુ અતિશય આનંદ પમાડતા દિવ્ય આહાર વડે પોષણ કરાતા અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. કોઈક વખતે ઈન્દ્ર મહારાજ પ્રભુની સેવા માટે આવેલા ત્યારે વિચાર્યું કે, હવે અહીં ભગવંતનો વંશ કયો સ્થાપન કરવો ? પ્રભુએ અવધિજ્ઞાનથી તેનો અભિપ્રાય જાણીને હાથણી જેમ સૂંઢને તેમ તેના હાથમાંથી શેરડીનો સાંઠો લેવા માટે હાથ લંબાવ્યો. પ્રભુને તે શેરડી અર્પણ કરી પ્રણામ કરીને તે વખતે ઈન્દ્ર “ઈશ્વાકુ' એવા પ્રકારના પ્રભુના વંશનું નામ સ્થાપન કર્યું. ટૂંકા કાળમાં બાલ્યકાળ વીતાવીને મધ્યાહ્ન કાળના સૂર્ય સરખા પ્રભુ વિભાગવાળા અવયવ જણાવનારી બીજી યૌવન વયનો આશ્રય કરવા લાગ્યા. યૌવન વયમાં પણ પ્રભુના સરખા તલવાલા બંને પગ કમળ-ગર્ભ સરખા કોમળ અને લાલ ઉષ્ણકંપ વગરના પરસેવા-રહિત હતા. નમન કરનારાઓની પીડા છેદવા માટે હોય, તેમ પ્રભુને પગના તળિયામાં ચક્ર, અભિષેકયુક્ત લક્ષ્મીદેવી, હાથણીની જેમ પુષ્પમાળા, અંકુશ ધ્વજા હોય તેવી આકૃતિઓ હતી. લક્ષ્મીદેવીના ક્રીડાગૃહ માફક ભગવંતના બંને પાદતલમાં શંખ અને કળશ તથા પાનીમાં સ્વસ્તિક શોભતા હતા. સ્વામીનો અંગુષ્ટ માંસ ભરેલ હોવાથી પુષ્ટ ગોળ ઊંચો સર્પની ફણા સરખો, વત્સ માફક શ્રીવત્સના ચિહ્યથી યુક્ત હતો. પ્રભુના ચરણ-કમળની અંગુલીઓ પવન વિના નિષ્કપ ચળકતી લીપ-શિખા જેવી છિદ્ર વગરની અને સીધી કમળ-પાંખડીઓ સરખી હતી. વળી પ્રભુની પાદાંગુલીઓના તલમાં નંદાવર્ત શોભતા હતા કે જેઓના પૃથ્વીમાં પડેલા પ્રતિબિંબો ધર્મ-પ્રતિષ્ઠાને હેતુઓને પામ્યાં. અંગુલી પર્વના નીચે રહેલા જવો વાવડી સાથે શોભતા હતા, તે જાણે પ્રભુના જગલક્ષ્મી સાથે થનારા વિવાહ માટે જ્યારા વાવ્યા ન હોય? ચરણ-કમળના કંદ જેવી પાની ગોળ લાંબી પહોળી હતી અને નખો જાણે અંગુઠા અને આંગળીરૂપી સર્પોના મસ્તક પર રહેલા મણિ જેવા જણાતા હતા. પ્રભુના પગની ઘૂંટીઓ સુવર્ણ-કમલનાં ડોડાની કર્ણિકાની શોભાને અત્યંત વિસ્તારની હતી. પ્રભુના બંને પાદ ઉપરથી નીચે સુધી અનુક્રમે કાચબા જેવા ઉન્નત જેમાં નસો દેખાતી ન હતી. ચળકતી ક્રાંતિવાળા અને રૂંવાટા રહિત હતા. જગત્પતિની જંઘાઓ એવા પ્રકારની હતી કે અંદરના હાડકાં માંસમાં મગ્ન થઈ દેખાતાં ન હતા. માંસથી પુષ્ટ ક્રમસર ગોળ હરણીની જંઘા સરખી અને ગૌરવર્ણવાળી હતી. પ્રભુની માંસપૂર્ણ ગોળાકાર ઘૂંટણો રૂથી ભરેલ ઓશીકાની અંદર દર્પણ જડેલું હોય તેવા દેખાતા હતા તેમજ તેમના કોમળ ચમકતા અનુક્રમે પુષ્ટ સાથળો કેળના સ્તંભની શોભાને ધારણ કરનાર હતા. સ્વામીના બે વૃષણો હાથીની જેમ ગૂઢ અને સરખા તેમજ કુલીન ઘોડાના જેવું પુરુષચિહ્ન અતિગુપ્ત હતું. વળી તેમાં નસો દેખાતી ન હતી. વળી તે નીચું નહીં, ઊંચું નહીં ટૂંકું નહીં, લાબું નહીં, શ્લથ નહી, સરળ કોમલ રૂંવાટીરહિત ગોળ સુગંધી ઈન્દ્રિયયુક્ત, શીતળ પ્રદક્ષિણાવર્ત, શબ્દવાળું, એકધારયુક્ત બીભત્સ નહીં તેવા આવર્તાકારયુક્ત કોશમાં રહેલા પિંજર (આવરણ)વાળું હતું. તેમજ કેડ લાંબી માંસથી યુક્ત જાડી, વિશાલ, કઠણ હતી અને મધ્યભાગ પાતળો હોવાથી ઈન્દ્રના વજના મધ્યભાગ જેવો હતો. નાભિ ગંભીર અને નદીના આવર્તની શોભા ધારણ કરતી હતી તથા કુક્ષિઓ સ્નિગ્ધ માંસવાળી કોમળ, સરલ અને સરખી હતી. સુવર્ણ શિલા સરખું વિશાળ અને ઉન્નત શ્રીવત્સરત્નની પીઠિકા સરખું જાણે લક્ષ્મીદેવીની ક્રિીડા કરવાની વેદિકા ન હોય તેવું વક્ષ:સ્થળ હતું. બળદના ખાંધની ઉપમાવાળી મજબૂત, પુષ્ટ અને ઊંચી બે ખાધો અને અલ્પરોમવાળી ગંધ, પરસવો અને મેલરહિત કાખ હતી, સર્પની ફણા સરખા પુષ્ટ હાથ, ઘૂંટણ સુધી લાંબી, ચંચળ લક્ષ્મીને વશ કરવા માટે જાણે નાગપાશ ન હોય તેવી બે ભુજાઓ હતી. પ્રભુની હથેલીઓ આમ્રવૃક્ષના નવીન પલ્લવ સરખી લાલ, કાર્ય વગર કઠણ, પરસેવા વગરની છિદ્ર સહિત અને ઉષ્ણ હતી. વળી હથેલીના તળમાં દંડ, ચક્ર, ધનુષ્ય, મત્સ્ય, શ્રીવત્સ, વજ, અંકુર, ધ્વજ, કમળ, ચામર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org