________________
૩૧
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ કર્યો એટલે તેને દક્ષિણ દ્વારા પોતાની મેળે જ ઉઘડી ગયું. તે ગુફાના મધ્યભાગમાંથી કેસરીસિંહ માફક ચક્રવર્તી બહાર આવ્યો અને ગંગાના પશ્ચિમ કાંઠે સૈન્યનો પડાવ નાંખ્યો. ગંગા-કિનારે આવી પહોંચતા ચક્રવર્તીને તે વખતે નાગકુમાર દેવોથી અધિષ્ઠિત થએલા નવ નિધિઓ હાજર થઈ કહેવા લાગ્યા કે, હે મહાભાગ્યશાળી ! ગંગાના મુખ પાસે માગધમાં રહેનારા, તમારા ભાગ્યથી વશ કરાએલા અમે તમારી પાસે આવ્યા છીએ. અમને તમારી ઈચ્છા પ્રમાણે નિરંતર ભોગવો, અથવા દાન આપો. સમુદ્રમાં જળનો કદાચ ક્ષય થશે. પણ અમારો ક્ષય થવાનો નથી. તમારા કિંકર સરખા નવ હજાર યક્ષો વડે હંમેશા પૂરાતા, આઠ ચક્રોથી પ્રતિષ્ઠિત થએલા. બાર યોજના લાંબા અને નવ યોજન પહોળા તમારા પહેરેગીર માફક રહીને હે દેવ ! અમે ભૂમિની અંદર તમારી સાથે ચાલ્યા કરીશું. પછી સુષણ સેનાપતિ પણ મહાવાયુ જેમ મહાવનને તેમ ગંગાના દક્ષિણ પ્રદેશને વેરાન જેવું બનાવી આવી પહોંચ્યા. એવી રીતે સાઠ હજાર વર્ષ છ ખંડ પૃથ્વીને જિતને ચક્રમાર્ગની પાછળ જતા ભરત ચક્રવર્તી અનુક્રમે અયોધ્યા નગરીમાં આવી પહોંચ્યો. ત્યાર પછી રાજાઓએ આવી બાર વરસ સુધી ભરત મહારાજાનો ચક્રવર્તીપણાનો રાજ્યાભિષેક કર્યો. પોતાના કુટુંબની સાર સંભાળ કરતા માત્ર હાડકાંવાળી, દુબળા અંગવાળી સુંદરીને જોવાથી ભરતેશ્વર રાજા ક્રોધે ભરાયા અને નજીક રહેલા સેવકોને કહ્યું, અરે સેવકો ! મારે ત્યાં શું ભોજન નથી કે, આ આવા પ્રકારના હાડકાં અને ચામડી માત્ર શરીરવાળી થઈ ગઈ ? એમ થવાનું કારણ શું બન્યું ? ત્યારે સેવકોએ કહ્યું કે, હે સ્વામિ ! જ્યારથી તમો વિજય-યાત્રાએ ગયા, ત્યારથી માંડીને સુન્દરીએ પારણું કર્યા વગર લગાટ આંબેલનું તપ ચાલુ જ રાખ્યું છે.
આ સમયે ઋષભદેવ ભગવંત પૃથ્વીમાં વિચરીને અષ્ટાપદ પર્વત ઉપર સમોસર્યા. તે વાત સાંભળી ચક્રવર્તી ભરત મહારાજા પ્રભુને વંદન કરવા માટે ત્યાં આવ્યા. પ્રભુની દેશના સાંભળી સુંદરીએ દીક્ષા લીધી. તે રાજ્યાભિષેક મહોત્સવમાં ભાઈઓ આવેલા નથી, તે જાણીને ભરત રાજાએ દરેકની પાસે દૂતો મોકલ્યા અને તેમને કહેવરાવ્યું કે, “જો રાજ્યની ઈચ્છા હોય તો ભારતની સેવા સ્વીકારો આ પ્રમાણે દૂતથી કહેવાએલા તેઓ એકઠા થઈ વિચાર-વિનિમય કરી જવાબ કહેવરાવ્યો કે, પિતાજીએ અમને અને ભરતને રાજ્ય વહેંચી આપ્યું છે. ભરતની સેવા કરવાથી એ અમને વધારે શું કરવાનો છે ? યમરાજા આવશે ત્યારે શું તેને રોકી શકશે ? દેહને દુર્બળ કરનારી- જરા રાક્ષસીઓ નિગ્રહ કરશે ? હેરાનગતિ પમાડનાર વ્યાધિરૂપી શિકારીને હણશે ખરો કે ! અનુક્રમે વૃદ્ધિ પામતી તૃષ્ણાદેવીનું દલન કરશે ? આવા પ્રકારનું સેવાફળ આપવા જો ભરત સમર્થ ન હોય, તો અમારાં બંનેનું મનુષ્યપણું સમાન છે, તો પછી કોણ કોને સેવા લાયક છે ? ઘણાં રાજ્ય હોવા છતાં અસંતોષથી અને બળાત્કારથી અમારું રાજ્ય પડાવી લેશે, તો અમે જેના પુત્રો છીએ એ જ તાતનો તે પણ પુત્ર છે. તે દૂત ! પિતાજીને જણાવ્યા વગર સગા મોટાભાઈ અને તારાસ્વામી સાથે અમે યુદ્ધ કરવાના ઉત્સાહવાળા નથી. એ પ્રમાણે દૂતને કહીને તેઓ ઋષભ પ્રભુ પાસે ગયા અને નમીને ભરતનો જે સંદેશો આવ્યો હતો, તે સર્વ નિવેદન કર્યો. જેના નિર્મળ કેવળજ્ઞાનરૂપી આરિસામાં સમગ્ર જગત સંક્રાન્ત થએલ છે. એવા કૃપાવાળા આદિનાથ ભગવંતે તેઓને ઉપદેશ આપ્યો કે, અનેક યોનિમાં જન્મ થવો, અનંતપીડાનું કારણ, અભિમાન-ફળવાળી આ રાજ્યલક્ષ્મી છેવટે તે પણ ચાલી જવાના સ્વભાવવાળી છે. વળી સ્વર્ગના સુખથી જે તૃષ્ણા આગલા ભવમાં તૃપ્ત ન થઈ, તે તમારી તૃષ્ણા અંગાર દાહકની માફક મનુષ્યભોગોથી કેવી રીત તૂટશે ! અંગારદાહકનું ઉદાહરણ
કોઈક અંગારા પાડનારો નગરમાંથી પાણીની ચર્મથેલી (મસક) લઈને નિર્જલ જંગલમાં અંગારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org