________________
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
પદ
તે ભાષામિતિ કહેવાય. બોલવામાં સમ્યક્ પ્રકારે સાવધાની રાખવી. તે ભાષા સમિતિ. આવા પ્રકારની ભાષા મુનિવરોને ઈષ્ટ છે, કહેલું છે કેઃ– “બુદ્ધિશાળીએ તે ભાષા ન બોલવી કે જે, સત્યા, સત્યાકૃષા કે મૃષા હોય અને પંડિતોએ ન આચરેલી હોય, તેવી ભાષા ન બોલે' (દશ. ૭-૨) | ૩૭ || એષણાસમિતિ કહે છે—
३८ द्विचत्वारिंशता भिक्षादोषैर्नित्य दूषितम्
।
मुनिर्यदन्नमादत्ते, सैषणासमितिर्मताः 11 ३८ '
અર્થ : મુનિ સદાકાળ ભિક્ષાના બેંતાલીશ દોષથી રહિત એવું જ અન્ન ગ્રહણ કરે છે, તેને એષણાસમિતિ કહેવાય ॥ ૩૮ ॥
ટીકાર્થ : કહેલા બેંતાલીશ દોષોથી રહિત ભિક્ષા-મુનિ ગ્રહણ કરે, તેને એષણાસમિતિ માનેલી છે.
એષણાસમિતિ– બેતાલીશ દોષો ત્રણ વિભાગમાં વહેંચાયેલા છે. ઉદ્ગમ ઉત્પાદના અને એષણા સ્વરૂપ, તેમાં ઉદ્ગમ દોષો ગૃહસ્થથી થએલા સોળ દોષો તે આ પ્રમાણે - આધાકર્મ, ઔદેશિક, પૂતિકર્મ મિશ્રજાત, પ્રાભૂતિકા, પ્રાદુષ્કાર, ખરીદેલ, લાવેલ, અદલો-બદલો કરેલ. સામે લાવેલ, ઉભિન્ન માળ પરથી લાવેલ, છીનવી લીધેલું. અનિસૃષ્ટ, અધ્યવ પૂરક સોળમો ભેદ. (પિં.નિ. ૯૨-૯૩)
૧ આધાકર્મ – મનમાં સાધુનો સંકલ્પ કરીને સચિત્ત-અચિત્ત ધાન્યદિકને સાધુ માટે રાંધવું તે નિરુક્ત અર્થથી આધાકર્મ.
-
૨ ઉદ્દેશ – ‘સાધુને વહોરાવીશ' એવા સંકલ્પ કરવા પૂર્વક સાધુને ઉદ્દેશીને પહેલાં જ રાંધીને તૈયાર કર્યા હોય, તેમાં ચોખા, લાડુ, લોટ, વગેરે નાંખવા. દહીં અગર ગોળ નાંખી તેને સંસ્કાર આપવા.
૩ પૂતિકર્મ – આધાકર્મી ભોજન સાથે ભળેલું શુદ્ધ હોય તો પણ તે પવિત્ર દ્રવ્ય સાથે અપવિત્ર દ્રવ્ય ભેગું થાય, તે પૂતિકર્મ કહેવાય.
૪ મિશ્રજાત – તે કહેવાય છે કે, જે, પોતાના માટે સાધુ માટે શરૂથી જ એકઠું કરી રંધાય. સાધુ માંગણી કરે તેવા દૂધ વગેરેને જુદા કરી પોતાના ભાજનમાં અલગ સ્થાપન
૫ સ્થાપના
કરવું.
૬ પ્રાકૃતિકા – તે કહેવાય કે સાંસારિક-વિવાહાદિક પ્રસંગો જે કાળાંતરે કરવાના હોય, પણ અત્યારે સાધુ નજીકમાં છે, તેમના પણ ઉપયોગમાં આવી શકે તેવી બુદ્ધિથી હમણાં જ આ પ્રસંગ ઉભો કરી લાભ લઈએ, તેને શાસ્ત્ર-પરિભાષાવાળી પ્રાકૃતિકા કહેલું છે અથવા નજીકના સમયમાં હોય તો, સાધુ આવે ત્યારે કરીશું એમ કરી પ્રસંગ દૂર લઈ જાય.
૭ પ્રાદુષ્કરણ - અંધકારમાં રહેલ પદાર્થને અગ્નિ દીવો કે મણિના પ્રકાશ વડે ખોળી લાવવો, ભીંત દૂર કરીને બહાર કાઢી લાવવું પ્રગટ કરવું.
૮ ક્રીત
સાધુ માટે મૂલ્ય ખરચી વેચાતું લાવવું.
૯ પ્રામિત્ય – સાધુ માટે ઉધાર લાવી અપાય તે.
૧૦ પરિવર્તિત – પોતાની ચીજ આપી તેના જેવું પાકું દ્રવ્ય લાવી જે અપાય.
૧૧ અભ્યાહત ઘરથી કે બીજા ગામથી સાધુ માટે સામે લાવેલા હોય તે.
Jain Education International
-
-
For Private & Personal Use Only
www.jainelibrary.org