________________
૬૦
४० कफमूत्रमलप्रायं, यत्नाद्यदुत्सृजेत्साधुः
' ૪૦ 11
અર્થ : સાધુ, કફ, મૂત્ર, મલ વગેરે પરઠવવા યોગ્ય પદાર્થોને જીવ-જંતુ રહિત પૃથ્વીતલ ઉપર જયણાથી વિધિપૂર્વક યત્નથી ત્યાગ કરે, તે ઉત્સર્ગ સમિતિ કહેવાય. ॥ ૪૦ ॥
निर्जन्तुजगतीतले सोत्सर्गसमितिर्भवेत्
ટીકાર્થ : મુખ અને નાસિકામાંથી નીકળતા કફ, શ્લેષ્મ, મૂત્ર વિષ્ટા, પ્રાયઃશબ્દ ગ્રહણ કરવાથી પરઠવવા યોગ્ય વસ્ત્ર, પાત્ર, ભોજન, પાણી આદિ સમજવા. ત્રસ સ્થાવર જંતુથી રહિત તેમજ પોતે અચિત્ત હોય તેવી પૃથ્વી તેના તલમાં જયણાથી ઉપયોગ પૂર્વક સાધુ ત્યાગ કરે પરઠવે, તે ઉત્સર્ગસમિતિ કહેવાય ॥ ૪૦ ||
હવે ગુપ્તિઓની વ્યાખ્યા કરતા મનોગુપ્તિ કહે છે—
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
४२ संज्ञादिपरिहारेण
४१ विमुक्तकल्पनाजालं समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्ज्ञै - मनोगुप्तिरुदाहृता
11 ४१ 11
અર્થ : કલ્પનાઓથી રહિત, સમપણામાં સ્થિર અને આત્મિક ગુણોમાં રમણતા કરનારા મનને મનો ગુપ્તિવાન મહાત્માઓએ મનોગુપ્તિ કહી છે ॥ ૪૧ ॥
ટીકાર્થ : અહીં મનોગુપ્તિ ત્રણ પ્રકારવાળી આ પ્રમાણે સમજવી. આર્ત અને રૌદ્ર ધ્યાનની પરંપરા સ્વરૂપ કલ્પનાઓનો વિયોગ થવા રૂપ પ્રથમ શાસ્ત્રાનુસારી, પરલોક સાધી આપનાર ધર્મધ્યાન કરાવનારી માધ્યસ્થ-પરિણિતિ સ્વરૂપ બીજી, કુશળ-અકુશળ મનોવૃત્તિના નિરોધ કરવા પૂર્વક યોગ-નિરોધની અવસ્થા કરનારી આત્મારામતા ત્રીજી, આ ત્રણેને શ્લોકમાં ત્રણ વિશેષણો જણાવીને કહે છે કે, કે આર્ત-રૌદ્રધ્યાનનો ત્યાગ કરી આત્માને સમભાવમાં સ્થાપન કરે અને આત્મગુણોમાં રમણતા કરે. આવા પ્રકારનું મન નિશ્ચલ કરે, તે મનોગુપ્તિ કહેવાય ॥ ૪૧ ॥
વાપ્તિ કહે છે—
यन्मौनस्यावलम्बनम्
1
वाग्वृतेः संवृतिर्वा या सा वाग्गुप्तिरिहोच्यते ॥ ४२ 11
અર્થ : હાથની તથા મુખની ચેષ્ટા દ્વારા સંજ્ઞાનો ત્યાગ કરી મૌનપણાનું આલંબન કરવું. અથવા વાચાનો નિરોધ કરવો, તે વાન્ગુપ્તિ કહેવાય ॥ ૪૨ ||
Jain Education International
—
ટીકાર્થ : સંજ્ઞા એટલે મુખ, નેત્ર, ભવાં ચડાવવાં, આંગળી બતાવવી, ચપટી વગાડવી, સામાને સૂચન થાય તેવી ચેષ્ટા કરવી. આદિ શબ્દ કહેવાથી કાંકરો ફેંકવો, મોટેથી ઉધરસ ખાવી. હુંકાર કરવો, આવી સંજ્ઞાઓનો ત્યાગ કરી જે બોલવાપણું બંધ કરવું. મૌન રહેવું તેનો અભિગ્રહ કરવો સંજ્ઞાદિથી પ્રયોજન જણાવે તો એ મૌન નિષ્ફળ ગણાય. આ એક વાગ્ગુપ્તિ આગમ સૂત્રાદિની વાચના આપવી કે તે સંબંધી શંકા પૂછવી. પૂછેલાનો જવાબ આપવામાં લોક અને આગમનો વિરોધ ન આવે તેવી રીતે મુખવસ્તિકા મુખ પાસે રાખી બોલનારને વાણીનું નિયંત્રણ થતું હોવાથી બીજી વાગ્ગુપ્તિ આ બંને ભેદો વ સર્વથા વાણીનો નિરોધ વાન્ગુપ્તિથી કરવો-એ સ્વરૂપ પ્રતિપાદન કર્યું. ભાષા સમિતિમાં તો સમ્યક્ પ્રકારે બોલવું. સમ્યક્ પ્રકારે વાણીની પ્રવૃત્તિ કરવી. આમ વાગ્ગુપ્તિ ભાષાસમિતિ બંનેમાં ફરક છે. કહ્યું છે :
For Private & Personal Use Only
www.jainelibrary.org