________________
४०
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ અર્થ : તે સમયે જ સ્ત્રીવધ કરવારૂપ પાપમાં તત્પર બનેલા અને દુરાત્મા એવા ચિલાતિપુત્રને દુર્ગતિમાં પડતા રક્ષણ કરનારા યોગને કોણ ન ઝંખે ? અર્થાત્ તેવા યોગને સર્વ હિતાર્થી આત્મા ઝંખે છે. || ૧૩ છે.
ટીકાર્થ : તે કાળે સ્ત્રીવધ કરવા રૂપ પાપ કરવામાં શૂરવીર દુરાત્મા ચિલાતીપુત્રને દુર્ગતિમાં પડતા રોકનાર એવા યોગની સ્પૃહા કોણ ન કરે ? અર્થાત્ તેવા યોગની સર્વે ઈચ્છા કરે. ચિલાતીપુત્ર
ક્ષિતિપ્રતિષ્ઠત નગરમાં યજ્ઞદેવ નામનો એક બ્રાહ્મણ હતો. જે હંમેશા પોતાને પંડિત માનીને જૈનશાસનની નિંદા કરતો હતો. તેને સહન ન કરી શક્તા અને તેને જિતવાની ઈચ્છા કરતા એક શિષ્ય ગુરુએ નિવારણ કરવા છતાં પણ તેની સાથે વાદ-વિવાદ કરવાનું નક્કી કર્યું અને તે બંને વચ્ચે એવું ઠરાવવામાં આવ્યું કે, “જે હારી જાય તેણે તેના શિષ્ય થવું બુદ્ધિકૌશલ્યવાળા આ જૈનવાદીએ શાસ્ત્રાર્થ કરી તેને બોલતો બંધ કર્યો અને યજ્ઞદેવને હાર આપી. જિતેલા શિષ્ય આગળ કરેલી પ્રતિજ્ઞા પ્રમાણે યજ્ઞદેવ બ્રાહ્મણને દીક્ષા આપી. ત્યાર પછી શાસનદેવીએ યજ્ઞદેવને સમજાવ્યો, કે, “ચારિત્ર પામ્યો છે, તો હવે જ્ઞાન અને શ્રદ્ધાવાળો થા.” ત્યારથી માંડી વ્રતનું યથાર્થ પાલન કરતો હોવા છતાં વસ્ત્ર અને અંગના મેલની નિંદા કરતો હતો. પહેલાના પડેલા સંસ્કાર છૂટવા ઘણા મુશ્કેલ છે. આ મહાત્માના સંસર્ગથી તો સ્વજનો પણ વર્ષાઋતુના મેઘના સંપર્કથી સૂર્યના કિરણો માફક કોઈ પ્રકારે શાન્ત ન થયા. જેની સાથે લગ્ન કર્યા હતા. તે સ્ત્રી પણ તેના ઉપર અત્યંત અનુરાગવાળી હતી. ગળીથી રંગેલી સાડી માફક તેણે તેના પરનો રાગ ન છોડ્યો. આ માટે સ્વાધીન થાય એમ ધારીને તેણીએ તેના પારણાના ભોજનમાં કામણ આપ્યું.
આ સત્ય છે કે “રાગી કે વિરાગી એવી સ્ત્રીઓ મારી નાખ્યા વગર રહેતી નથી' તે કાર્પણ પ્રયોગથી કૃષ્ણપક્ષના ચંદ્ર માફક ક્ષીણ થતો તે મુનિ ચંદ્ર સૂર્યના મંડલ જેવા સ્વર્ગમાં ગયો. તેના મૃત્યુથી વૈરાગ્ય પામેલી તે પત્નીએ પણ મનુષ્યપણારૂપી વૃક્ષના ફલસ્વરૂપ ચારિત્ર અંગીકાર કર્યું. પતિને કામણ કર્યું. તેનાથી થએલ પાપની આલોચના કર્યા વગર મૃત્યુ પામી દેવલોકે ગઈ. “તપસ્યાથી શું મેળવી શકાતું. નથી? હવે યજ્ઞદેવનો જીવ દેવલોકથી ચ્યવીને રાજગૃહ નગરમાં ધનસાર્થપતિની ચિલાતી નામની દાસીનો પુત્ર થયો. આ ચિલાતીનો પુત્ર છે, તેથી ચિલાતીપુત્રના નામથી તેને લોકો બોલાવતા હતા અને તેથી બીજું નામ પણ ન પાડ્યું. યજ્ઞદેવની પત્નીનો જીવ સ્વર્ગમાંથી ચ્યવીને પાંચ પુત્રો પછી ધનસાર્થપતિની ભાર્યા ભદ્રાની સુસુમા નામની પુત્રી થઈ, ધને પોતાની સુસુમાં પુત્રીને સાચવવાના કાર્યમાં તે ચિલાતીપુત્રને રોક્યો. આ ચિલાતીપુત્ર લોકોના અપરાધ કરવા લાગ્યો. અને રાજ્ય સુધી તેની ફરિયાદ પહોંચી. એટલે શેઠને રાજા તરફથી ભય લાગ્યો. કારણકે સેવકના અપરાધથી સ્વામી દંડપાત્ર બને છે. સમજદાર ધન શેઠે 'હંમેશા ઉપદ્રવ કરનાર તે દાસીપુત્રને ગાડિક જેમ સર્પને તેમ ઘરમાંથી બહાર કાઢી મૂક્યો. તે ચિલાતીપુત્ર પણ મોટા ગુનાનીવેલડી સમાન સિંહગુફા નામની ચોરપલ્લીમાં ગયો. “સરખા વ્યસનવાળા કે સરખા અપરાધ કરનારાઓની પરસ્પર પ્રીતિ થાય છે.” નિર્દય ચોર-મંડળી સાથે તે દુર્જનને સોબત થઈ એટલે વાયરાથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે તેમ ભયંકરપણાથી મહાભયંકર બન્યો. ત્યાર પછી સિંહગુફાનો અધીશ ચોર સેનાપતિ મૃત્યુ પામ્યો એટલે તેના માટે જ જાણે આને તૈયાર કર્યો હોય તેમ ચિલાતિપુત્ર હવે ચોર સેનાપતિ થયો. રૂપ વગેરે ગુણોથી શોભતી સુસુમા પણ યૌવન પામી અને અનેક કળા- સમુદાયથી પૂર્ણ બનેલી જાણે પૃથ્વીની દેવી હોય તેવી દેખાવા લાગી. નવા ચોરસેનાપતિ ચિલાતીપુત્રે પોતાના સેવકોને કહ્યું કે, રાજગૃહ નગરમાં અખૂટ ધનવાળો ધનશેઠ છે. અને તેને સુસુમા નામની પુત્રી છે. તે ચોરો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org