________________
૩૬
યોગશાસ્ત્રનો ગુર્જરાનુવાદ
તપ, પ્રશમ, સલ્લાન, યોગ વગેરે એકઠા થયા હોય તેવા સાક્ષાત્ વિનય સરખા, સાધારણ સિદ્ધિ સરખા, સર્વ શાસ્ત્ર-સંપત્તિઓ પ્રત્યે વ્યાપક હૃદય સરખા, નમ:, સ્વસ્તિ, સ્વધા, સ્વાહા, વષડુ વગેરે મંત્રોના અભિન્ન અર્થ સરખા, કેવલ વિશુદ્ધ ધર્મ-નિર્માણના અતિશય સરખા, સમગ્ર તપનું પિંડભૂત સમગ્ર ફળ હોય તેવા, શાશ્વત સમગ્ર ગુણ-સમૂહ સ્વરૂપ, ગુણોત્કર્ષ સ્વરૂપ, મોક્ષલક્ષ્મીના નિર્વિઘ્ન સ્વરૂપ, નજીકના આશ્રય સરખા, પ્રભાવનાના અદ્વિતીય સ્થાન સ્વરૂપ મોક્ષના પ્રતિબિંબ સરખા, વિદ્યાઓનાં જાણે કુલગૃહ, સર્વ આશિષોના ફળ સરખા, આર્યોના શ્રેષ્ઠ ચારિત્રોનું આત્મદર્શન કરવા માટે શ્રેષ્ઠ આદર્શ સરખા, જેમણે જગતને દર્શન આપેલા છે, એવા કુટસ્થ પ્રશમ સરખા, દુઃખની શાંતિના દ્વાર સરખા, બ્રહ્મચર્ય માફક ઉજ્જવલ, પુણ્યથી પ્રાપ્ત કરેલું અવલોકનું જાણે અપૂર્વ જીવિત હોય તેવા, મૃત્યુરૂપ વાઘના મુખમાંથી ખેંચી લેવા માટે જાણે કૃપાલુ ભગવંતે હાથ લાંબો કર્યા હોય એવા, સમગ્ર જગતને બચાવનારા, જ્ઞાનરૂપી મેરુપર્વતથી વલોવાએલ, જોય સમુદ્રમાંથી ઉત્પન્ન થએલ, જાણે બીજું અમૃત હોય, તેમ પ્રાણીઓનાં અમૃત્યુના કારણ સ્વરૂપ, જેમણે આખા વિશ્વને અભયદાન આપવા વડે ત્રણ લોકને આશ્વાસિત કરેલ છે, એવા પરમેશ્વર ! હું તમારું શરણ પામ્યો છું, તો મારા પર પ્રસન્ન થાઓ. ત્યાં આગળ ત્રણ જગતના નાથ ઋષભદેવ સ્વામીને એકાગ્ર મનવાળા બની ભરતે લાંબાકાળ સુધી ઉપાસના કરી. દીક્ષા લીધા પછી લાખ પૂર્વ જેટલો કાળ ગયા પછી પ્રભુ દશ હજાર સાધુઓની સાથે તે અષ્ટાપદ પર્વત પર મોક્ષે ગયા, તે વખતે શક્ર વગરે દેવતાઓએ પ્રભુનો નિર્વાણ મહોત્સવ કર્યો. મહાશોકવાળા ભરતને પણ ઈન્દ્ર મહારાજાએ આશ્વાસન આપી સમજાવ્યા. અષ્ટાપદ પર્વત ઉપર ભરત મહારાજાએ બીજા અષ્ટાપદ સરખો સિંહનિષદ્યા નામનો રત્નમય પ્રાસાદ બનાવ્યો. તેમાં ઋષભદેવ ભગવંતનું શરીર અને વર્ણસંસ્થાનથી શોભિત રત્નપાષાણમય બિંબ ચક્રવર્તીએ સ્થાપન કર્યું. તથા ભાવી ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓના શરીર પ્રમાણ સંસ્થાન અને વર્ણ પ્રમાણવાળા બિંબો ભરાવી સ્થાપન કર્યા. નવાણું ભાઈ મુનિવરોનાં પણ રત્નપાષણના અનુપમ સ્તૂપો ભરત મહારાજાએ રચાવ્યા. ફરી પોતાની રાજધાનીમાં આવીને પ્રજાનું રક્ષણ કરવા માટે કટીબદ્ધ બની રાજ્ય-શાસન કર્યું. ભોગફલના કર્મવાળો તે ભરત ચક્રવર્તી હંમેશા જાણે સાક્ષાત ઈન્દ્ર હોય તેવા વિવિધ ભોગો ભોગવતો હતો. કોઈક સમયે વસ્ત્ર, આભૂષણાદિક પહેરવા માટે ભરત મહારાજા આરીસાભુવનમાં તારાઓ વચ્ચે જેમ ચંદ્ર તેમ અંતઃપુરની સ્ત્રીઓ વચ્ચે ગયો. ત્યાં સર્વાગે પહેરેલાં રત્નાભરણમાં પડેલા પ્રતિબિંબો વડે જાણે એકી સાથે સ્ત્રીવર્ગને પ્રેમથી આલિંગન કરતો હોય તેમ શોભવા લાગ્યો. આદર્શની અંદર પોતાને જોતો હતો, ત્યારે એક આંગળીમાંથી વીંટી સરી પડી. તે દિવસે નિસ્તેજ થયેલી ચંદ્રકળા હોય તેવી શોભા વગરની આંગળી જોઈ. ત્યાર પછી ઉત્પન્ન થયેલા વૈરાગ્યથી દરેક અંગેથી આભૂષણો ઉતારી પોતાનું પ્રતિબિંબ જોતા ખરી પડેલા પાંદડાવાળા વૃક્ષ સરખું શોભા વગરનું દેખાયું ત્યારે વિચાર્યું કે અહો ! આ આભૂષણો વડે થએલી શરીરની શોભાને ધિક્કાર હો. ઉખરભૂમિ જેમ વરસાદના જળને તેમ આ શરીર પણ કપૂર, કસ્તૂરી વગેરે સારા પદાર્થોને દૂષિત કરે છે. દુઃખ દાયક એવા વિષયોનો ત્યાગ કરી જેઓએ મોક્ષફળ આપનાર તપનું સેવન કર્યું. તત્ત્વ સમજનારા એવા તેઓએ જ આ શરીરનું ફળ પ્રાપ્ત કર્યું છે. આવી સુંદર ભાવના ભાવતા એવા ભરત મહારાજાને શુકલ ધ્યાનના યોગે કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. અહો યોગનું સામર્થ્ય ! તે જ ક્ષણે વિનીત એવા ઈન્દ્ર મહારાજાએ તેમને રજોહરણ પ્રમુખ મુનિવેષ અર્પણ કર્યો. પછી વંદન કર્યું. તેના રાજ્ય ઉપર તેમના આદિત્યયશા નામના પુત્રને સ્થાપન કર્યો. ત્યારથી માંડી આજ સુધી સુર્યવંશ ચાલ્યા કરે છે. || ૧૦ ||
પૂર્વજન્મમાં ઉપાર્જન કરેલ યોગ-સમૃદ્ધિનાં બલથી અશુભ કર્મને ખપાવેલાં ભરત મહારાજાને કમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org