________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૧-૧૨
૩૭ કલેશ અપાવવા માટે યોગ-પ્રભાવનું વર્ણન કરવું યોગ્ય ગણાય. પરંતુ જેણે જન્માંતરમાં દર્શનાદિ ત્રણ રત્નો મેળવ્યા નથી, અને કર્મ નહીં ખપાવેલ હોવાથી જેણે મનુષ્યપણું પણ પ્રાપ્ત કર્યું નથી, તે અનંતકાલ સુધી એકઠાં કરેલાં કર્મનો નિર્મૂળ નાશ કેવી રીતે કરી શકે ? આ શંકાનો ઉત્તર આપતા જણાવે છે–
११ पूर्वमप्राप्तधर्मापि परमानन्दनन्दिता ।
योगप्रभावतः प्राप्तं, मरूदेवा परं पदम् ॥ ११ ॥ અર્થ : પૂર્વકાળમાં ધર્મને નહિ પામેલા તથા પરમ આનંદમાં મગ્ન થયેલા શ્રી મરૂદેવા માતા યોગના પ્રભાવથી મુક્તિપદને પામ્યા. || ૧૧ ||
ટીકાર્થ: મરુદેવા માતા અત્યાર સુધી સંસારમાં કોઈ વખત પણ ત્રસપણે પામ્યા ન હતા, કોઈ વખત મનુષ્યપણાનો પણ અનુભવ કર્યો ન હતો, તો પણ યોગ-બલની સમૃદ્ધિવાળા શુકલ ધ્યાનના અગ્નિ વડે લાંબા કાળના એકઠાં કરેલાં કર્મેન્ધનો બાળીને ભસ્મ કરનાર બન્યાં. કહેલું છે કે 'નર I મવા
વ્યંત થાવર સિદ્ધા' (આ.નિ. ૧૦૩૬) જેમ એકલા મરુદેવા અનંતકાય સ્થાવરમાંથી નીકળી બીજી કાય અને ગતિમાં રખડ્યા વગર સીધા મોક્ષ પામ્યાં. મરુદેવાનું ચરિત્ર લગભગ કહેવાઈ ગયું છે. || ૧૧ //
જન્માંતરમાં તેવા ક્રૂર કર્મ ન કરનાર મરુદેવા વગેરેનો કર્મક્ષેપ થવો યોગ્ય છે, પરંતુ જેઓ અત્યંત જૂર કર્મ કરનારા છે, તેઓ પણ યોગની સફળતા પ્રાપ્ત કરે છે, તે જણાવે છે– ૨૨ બ્રહ્મ-સ્ત્રી-ધૂપ-નો-પાત-પાતનારાંતિથઃ |
दृढप्रहारिप्रभृते-र्योगो हस्तावलम्बनम् ॥ १२ ॥ અર્થ : બ્રાહ્મણ, સ્ત્રી, ગર્ભ અને ગાયનો ઘાત કરવા રૂ૫ પાપને આચરનારા અને નરકના અતિથિ એવા પણ દઢપ્રહારી આદિ પાપીઓને આ યોગ હસ્તાવલંબન (હાથના આલંબન)રૂપ થયો છે. / ૧૨
ટીકાર્થ : ૧ બ્રાહ્મણ ૨ બ્રાહ્મણી તેના ૩ ગર્ભનો અને ૪ ગાયનો એમ ચાર મહાઘાત એ રૂપ પાપ જો કે જીવનમાત્ર સરખા ગણનારને બ્રાહ્મણ કે અબ્રાહ્મણ સ્ત્રી, કે પુરુષ, ગર્ભનો, બાળકનો કે યુવાનનો ગાયનો કે બીજા જાનવરનો ઘાત કરવાથી દરેકમાં પાપ તો સામાન્યપણે બંધાય જ. કહ્યું છે કે - કોઈને પણ ન મારવા જોઈએ, રાજા હોય કે પાણી ભરનાર સેવક હોય. અભયદાન વ્રત ધારણ કરનાર લોકોની ઉપમાવાળા ન બનવું (ઉપદેશ ૪૩૬) તો પણ લોકોમાં બ્રાહ્મણ, સ્ત્રી, બાળક અને ગાય આ ચારની હત્યા કરનાર મહાપાપી ગણાય છે, બીજા લોકો બીજા સર્વ જીવોની હિંસામાં તેટલું મહાપાપ નથી માનતા જેટલું આ ચારની હિંસામાં માને છે, તેથી અહીં આ ચાર હત્યા કહી છે. આવા નરકે જવા યોગ્ય દઢપ્રહારી વગેરેને યોગ્ય હસ્તાવલંબન થયેલ છે તે જ ભવે મોક્ષગમન થયું હોવાથી બીજા પણ પાપ કરનાર કે જેમને જિનવચન સમજાયું છે અને તેનાથી યોગ-સંપત્તિ પ્રાપ્ત કરીને નરક-પ્રાપ્તિ યોગ્ય કર્મોને નિર્મૂલ કરી પરમપદ-મોક્ષ સંપત્તિને મેળવી છે. કહ્યું છે કે – “સ્વભાવથી દૂર હોય, વિષયાધીન પણ બની જાય, છતાં પણ જો તેઓ જિનવચનથી ભાવિત મનવાળા બની જાય, તો ત્રણ લોકના સુખને ભોગવનારા બની શકે છે.” તે આ પ્રમાણે – દઢપ્રહારી
કોઈક નગરમાં કોઈ તોફાની બ્રાહ્મણ હતો અને પાપબુદ્ધિવાળો તે પ્રજાને અન્યાય કરી હેરાન કરતો હતો. રાજ્ય રક્ષણ કરનાર પુરૂષોએ તેને નગરમાંથી હાંકી કાઢ્યો એટલે બાજ પક્ષી જેમ શિકારીની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org