________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૧૦ કરનાર પ્રભાતનો ઉદય થયો. હે નાથ ! ભવ્ય જીવોનાં મનરૂપી જળને નિર્મળ કરનાર કતકના ચૂર્ણ સરખી આપની વાણી જય પામો. હે નાથ ! કરૂણાના ક્ષીરસમુદ્ર ! તમારા શાસનરૂપી મહારથમાં જેઓ આરૂઢ થાય છે. રાગ, દ્વેષ, કષાયો રૂપી શત્રુઓ વડે ઘેરાયેલા જગતનો ઉદ્ધાર આપનાથી જ થશે. હે નાથ! એવા સંસારને પણ અમે લોકાગ્ર કરતાં અધિક માનીએ છીએ. હે સ્વામી ! તમારા દર્શનના મહાઆનંદરસમાં સ્થિર બનેલા નેત્રો વડે, સંસારમાં પણ મોક્ષસુખનો આસ્વાદ અનુભવાય છે, અભયદાન દેનારા હે નાથ ! તેમને લોકાગ્ર દૂર નથી. હે દેવ ! નિષ્કારણ જગતના બંધુનાં જ્યાં સાક્ષાત દર્શન થાય છે. આપ સ્વયં તત્ત્વને સમજાવો છો. જાતે જ મોક્ષમાર્ગ બતાવો છો. સ્વયં વિશ્વનું રક્ષણ કરો છો તેથી કરી આપ સિવાય બીજા કોની સ્તુતિ કરૂં? આ પ્રમાણે ભરત ચક્રવર્તીએ પ્રભુની સ્તુતિ કરીને બે કાનને અંજલીરૂપ પ્યાલો બનાવી દેશનારૂપ વાણીનું અમૃતપાન કર્યું. તે વખતે ઋષભસેન વગેરે ચોરાશી ગણધરોને ઋષભદેવ ભગવંતે સ્વહસ્તે દીક્ષા આપી. ત્યાર પછી બ્રાહ્મીને અને ભારતના પાંચસો પુત્રોને, સાતસો પૌત્રોને ઋષભદેવ ભગવંતે દીક્ષા આપી. પુંડરીક વગેરે સાધુઓ, બાહ્યી વગેરે સાધ્વીઓ, શ્રેયાંસ વગેરે શ્રાવકો અને સુંદરી વગેરે શ્રાવિકાઓ, એ પ્રમાણે તે સમયે પ્રભુએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી. ત્યારથી માંડીને શ્રી સંઘની તે પ્રમાણેની વ્યવસ્થા ચાલ્યા કરે છે. પછી પ્રભુ ભવ્યજીવોને પ્રતિબોધ કરવા માટે પરિવાર સાથે બીજે સ્થળે વિહાર કરી ગયા. તેમને પ્રણામ કરી ભરત મહારાજા પણ અયોધ્યા નગરીમાં ગયા. ભરતે કરેલી છ ખંડની સ્થાપના
ઋષભદેવના વંશમાં રત્નાકર પ્રત્યે જેમ ચંદ્ર તેની માફક આહ્વાદ કરાવનાર સાક્ષાત્ દેહધારી ન્યાય હોય તેવા ભરત મહારાજાએ પૃથ્વીનું યથાર્થ વિધિથી પાલન કર્યું. જેઓની રૂપસંપત્તિઓ આગળ લક્ષ્મી તો દાસરૂપી હતી. એવી તેને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. તે ઈન્દ્રની સાથે અર્ધાસને બેસતો તે વખતે બંનેના ભેદ ન સમજનારા દેવો સંશયમાં પડતા હતા. અન્ય તેજોને જિતનાર એવા તેજથી જગતને પ્રકાશિત કરતો સૂર્ય જેમ પૂર્વમાં ઉદય પામે છે, તેમ તેણે પૂર્વ દિશાઓમાંથી દિગ્વિજય કરવાની શરૂઆત કરી.
કલ્લોલરૂપી હસ્તોથી પરવાળા ઉછળતાં જાણે ધન ઉછળતા હોય તેવા ગંગાના સંગમથી મનોહર એવા પૂર્વ સમુદ્ર તે પહોંચ્યો. ત્યાં માગધતીર્થના કુમારદેવનું મનમાં સ્મરણ કરીને તેણે અર્થસિદ્ધિના પ્રથમ દ્વારરૂપ અઠ્ઠમ તપ અંગીકાર કર્યું. તરત જ રથમાં બેસીને જળચરોને ત્રાસ પમાડતા મહાભુજાવાળા ભરતે મેરુની જેમ સમુદ્રમાં પ્રવેશ કર્યો. રથની નાભિ સુધીની પાણીમાં રથને ઉભો રાખી પોતાના નામથી અંકિત દૂત સરખા બાણને બાર યોજન દૂર માગધ તરફ મોકલ્યું. અહીં બાણ પડ્યું એટલે માગધતીર્થનો માલિક દેવ ભૂકુટી ચડાવવાથી પ્રગટ ક્રોધયુક્ત બન્યો. બાણ ઉપર મંત્રાક્ષર સરખા તેના નામાક્ષર જોઈને નાગકુમાર શાંત મનવાળો થયો. “આ પ્રથમ ચક્રવર્તી ઉત્પન્ન થયા છે” એમ વિચારતો જાણે મૂર્તિમાન વિજય હોય તેમ તે ભારત પાસે આવ્યો. પોતાના મસ્તકમાં રહેલા મણિ સરખું લાંબા કાળ ઉપાર્જન કરેલા તેજ માફક તે બાણ ચક્રવર્તી પાસે પાછું લાવ્યો. સેવક એવો હું પૂર્વદિશાનો પાલક છું. માટે મારે શું કાર્ય કરવું ? એ પ્રમાણે વિનંતી કરતો હતો. ત્યારે મહાપરાક્રમવાળા ભરતે તેને જયસ્તંભની માફક માગધના અધિપતિ તરીકે સ્થાપન કરી માન્ય કર્યો. તે પૂર્વસમુદ્રના કિનારેથી ભરત મહારાજા પાછા ફર્યા. એક પૃથ્વીથી બીજી પૃથ્વીમાં પર્વતોને પણ કંપાયમાન કરતો ચતુરંગી સેના સાથે તે દક્ષિણ સમુદ્ર પહોંચ્યો. ભુજા બળવાળા તે ચક્રવર્તીએ અનેક એલાયચી, લવંગ, લવલી-ચારોલી, કક્કોલકની વનસ્પતિવાળા કિનારા ઉપર સૈન્યોનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org