________________
પ્રથમ પ્રકાશ, ગ્લો.૧૦
૨૫
બીજે સ્થળે વિહાર કરી ગયા. તેથી ચંદ્ર વગરના આકાશ જેવા ઉદ્યાનને નિસ્તેજ દેખ્યું. ઉખર-ખારી ભૂમિમાં જેમ બીજ તેમ મારા હૃદયનો મનોરથ નાશ પામ્યો. પ્રમાદી એવા મને ધિક્કાર થાઓ” એમ કહી તે પોતાની નિંદા કરવા લાગ્યો. જ્યાં આગળ પ્રભુએ પગલાં સ્થાપન કર્યા હતા. ત્યાં બાહુબલીએ રત્નોની વેદિકા અને હજાર આરાવાળું, સૂર્ય સરખા તેજવાળું ધર્મચક્ર બનાવ્યું. વિવિધ અભિગ્રહવાળા સ્વામી આર્યદેશની માફક અધર્મવાળા પ્લેચ્છ દેશોમાં વિહાર કરતા હતા. કારણકે યોગીઓ હંમેશા સમભાવવાળા હોય છે. ત્યારથી માંડી પાપકાર્ય કરનારા અનાર્યો પણ ધર્મની આસ્તિકય બુદ્ધિથી દઢ ધર્માનુષ્ઠાન કરનાર બન્યા. આ પ્રમાણે વિહાર કરતા કરતાં પ્રભુને એક હજાર વર્ષો પૂર્ણ થયા ત્યારે સ્વામી પુરિમતાલ નામના નગરમાં પધાર્યા. તેના ઈશાનદિશા-ભાગમાં શકટાનન નામના વનમાં વડલાના વૃક્ષ નીચે પ્રભુ અઠ્ઠમ તપ કરીને કાઉસ્સગ્ન ધ્યાને રહ્યા. પ્રભુ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થઈ અપૂર્વકરણના ક્રમથી નિર્મળ શુકલધ્યાનના મધ્યભાગમાં ધ્યાન કરવા લાગ્યા. ત્યાર પછી મેઘની માફક ધાતિકર્મો વીખરાઈ ગયા, એટલે સ્વામીને કેવલજ્ઞાન-સૂર્ય પ્રગટ થયો.
અતિ ગીરદી હોવાના કારણે પરસ્પર વિમાનો અથડાવતા અનેક દેવપરિવારસાથે ત્યાં ચોસઠ ઈન્દ્રો આવ્યા. પોતાના માનનું માર્જન કરનાર વાયુકુમાર દેવોએ પ્રભુનું સમવસરણ કરવાના સ્થાનનું ભૂતલ સાફ અને સપાટ તૈયાર કર્યું. મેઘકુમાર દેવોએ સુગંધી જળની વૃષ્ટિ કરી પૃથ્વીને સિંચી. ઋતુઓએ પૃથ્વી ઉપર ઢીંચણ સુધી પુષ્પો પાથર્યા, એમ ઈચ્છીને કે ખરેખર પૂજ્યોનો સંસર્ગ પૂજા માટે થાય છે.” ત્યાં વહ્નિકુમાર દેવોએ સ્નિગ્ધ ધૂમના શ્રેણિસમૂહે સુગંધમય બનાવેલ આકાશવાળા ધૂપધાણાઓ તૈયાર કર્યો. ઈન્દ્રો અને દેવોએ રંગ-બેરંગી રત્નકાન્તિવડે સેંકડો ઈન્દ્રધનુષવાળું ન હોય તેવું સમવસરણ બનાવ્યું. ભુવનપતિ જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોએ રજત, સુવર્ણ અને માણિક્યના બનાવેલા ત્રણ કિલ્લાઓ શોભતા હતા. આ માર્ગ સ્વર્ગનો છે. આ માર્ગ મોક્ષનો છે – એમ પ્રાણીઓને જાણે કહેતી ન હોય તેવી કિલ્લા ઉપર ફરકતી પતાકાઓ શોભતી હતી. ગઢ ઉપર રત્નની બનાવેલી વિદ્યાધરીઓની પૂતળીઓ શોભતી હતી, જાણે અંદર સમાવેશ નહિ થાય તે કારણથી દેવોએ અંદર પ્રવેશ કરાવ્યો નહિ હોય. હર્ષથી લાંબા કાળ સુધી માણિક્યના કાંગરા જોઈ રહેલી મુગ્ધ દેવાંગનાઓ ચાર પ્રકારના ધર્મના ચાર ગવાક્ષો સરખા દરેક ગઢના ચાર દરવાજા શોભતા હતા. જ્ઞાનાદિક ત્રણ રત્નોને અનુલક્ષીને હોય તેમ દેવોએ સમવસરણની અંદર ત્રણ કોશ ઊંચો કલ્પવૃક્ષ બનાવ્યો. તે વૃક્ષની નીચે પૂર્વ દિશામાં દેવોએ સ્વર્ગની શોભા સરખાં શ્રેષ્ઠ પાદપીઠ સહિત રત્નસિંહાસન બનાવ્યું. પૂર્વના દ્વારથી પ્રવેશ કરી “નમો તિસ્થ' એમ તીર્થને પ્રણામ કરી પૂર્વાચલ ઉપર જેમ અંધકાર દૂર કરનાર સૂર્ય તેમ પ્રભુ સિંહાસન પર બિરાજમાન થયા. તે જ સમયે દેવોએ બાકીની ત્રણ દિશામાં ભગવંતના પ્રતિબિંબો સિંહાસન ઉપર સ્થાપન કર્યા. પૂર્ણિમાના ચંદ્રમંડળને હરાવનાર. ત્રણે લોકના સ્વામીપણાના ચિહનરૂપ ત્રણ છત્રો પ્રભુને શોભતાં હતા. ભગવાન એક જ અમારા સ્વામી છે. એમ કહેવાને જ ઈન્દ્ર જાણે હાથ ઊંચો કર્યો હોય તેમ પ્રભુની આગળરત્નમય ઈન્દ્રધ્વજ શોભતો હતો. કેવલજ્ઞાનીઓમાં ચક્રવર્તીપણાને સૂચવનાર અતિ અભૂત પ્રભાસમૂહથી યુક્ત ધર્મચક્ર પ્રભુ પાસે શોભતું હતું. વળી ગંગાનદીના તરંગ સરખા ઉજ્જવલ બે મનોહર ચામરો પ્રભુના મુખકમળ તરફ દોડતા હંસ ન હોય તેવા શોભતા હતા. જેની આગળ સૂર્યમંડળ ખજવાના બચ્ચા જેવું લાગે એવા પ્રકારનું ભામંડલ પ્રભુના શરીર પાછળ પ્રગટ થયું. જેના પડઘા શબ્દો વડે ચાર દિશાઓને અત્યંત શબ્દમય કરતી મેઘની જેમ ગંભીર આકાશમાં દુંદભિ વાગવા લાગી. શાન્તિ પામેલા
લોક પ્રત્યે કામદેવ જેમ બીજા શસ્ત્રોનો ત્યાગ કરે, તેમ દેવોએ ચારે બાજુ નીચે ડીંટીયા હોય તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org