________________
પ્રથમ પ્રકાશ, શ્લો.૮
૧૫
દેખી તેઓ તેના પગમાં પડ્યા અને કહેવા લાગ્યા કે, ‘પહેલાં અમે તમારું રૂપ જોવા આવ્યા હતા, તે જ અમે બંને દેવો છીએ. ઈન્દ્ર મહારાજાએ કહ્યું કે, લબ્ધિઓ સિદ્ધ થવા છતાં પણ વ્યાધિની પીડાઓ સ્વેચ્છાએ સહન કરી સનતકુમાર ભગવાન તપ તપે છે. તે કારણે અમે અહીં આવ્યા અને પ્રત્યક્ષ પરીક્ષા કરી.’ એમ કહી તે દેવો નમસ્કાર કરી અદશ્ય થયા. કફલબ્ધિનું તો માત્ર તમને દૃષ્ટાંત આપ્યું. ગ્રંથવિસ્તાર થવાના ભયથી બીજી અનેક લબ્ધિઓ અહીં કહેતા નથી. યોગના પ્રભાવથી યોગી પુરૂષોની વિષ્ટા પણ રોગોના નાશ માટે થાય છે અને તેમાંથી કમળ સરખી સુગંધ પણ મહેકે છે. સર્વ દેહધારીઓનો મલ બે પ્રકારનો માનેલો છે. એક કાન, નેત્ર, આદિમાંથી નીકળનારો, બીજો શરીર પર થયેલો. યોગીઓના યોગ-પ્રભાવથી બંને પ્રકારનો મલ સર્વ રોગીઓના રોગ દૂર કરનાર તથા કસ્તૂરીના સરખી સુગંધવાળો હોય છે. યોગીઓની કાયાનો સંસ્પર્શ અમૃતરસ વડે જાણે સિંચાયો હોય તેમ તે જ ક્ષણે સર્વ રોગોનો વિનાશ કરે છે, યોગીઓના શરીરમાં રહેલા નખો, કેશો અને દાંતો તેમજ બીજા અવયવો ઔષધિપણાને ધારણ કરે છે; તેથી તેને સર્વોષધિ કહેલી છે. તે આ પ્રમાણે-તીર્થનાથના અને યોગ ધારણ કરનાર ચક્રવર્તીઓના દેહના હાડકાના સર્વ સમૂહ સર્વ દેવલોકમાં પૂજાય છે, વળી કહ્યું છે કે–
વિવિધ લબ્ધિઓ
જેમના શરીરના સંગમાત્રથી સ્પર્શાએલ વરસાદનું પાણી જે નદી કે વાવડીમાં રહેલું હોય તે પાણી સર્વ રોગને હરણ કરનાર થાય છે. જેના શરીરનો સ્પર્શ ઝેર વ્યાપેલો કે મૂર્છા પામેલાને અડકે તો તેના સ્પર્શ માત્રથી નિર્વિષ અને મૂર્છા વગરનો બની જાય છે. ઝેર-મિશ્રિત અન્ન પણ જેના મુખમાં પ્રવેશ કરે. તે અન્ન પણ ઝેર વગરનું બની જાય છે. મહાઝેર અને મહાવ્યાધિથી પીડાતા પણ તેમના વચન શ્રવણથી અને દર્શન માત્રથી પણ ઝેરના વિકારથી મુક્ત બને છે. આ સર્વ સર્વોષધિનો પ્રકાર છે. આ કફ વગેરે મોટી ઋદ્ધિઓ સરખા છે, અથવા તો મોટી ઋદ્ધિઓ જુદી વૈક્રિય લબ્ધિઓ અનેક પ્રકારની છે. અણુત્વ, મહત્ત્વ, લઘુત્વ, ગુરુત્વ, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ, વશિત્વ, અપ્રતિઘાતિત્વ, અંતર્ધાન, કામરૂપિત્વાદિ અનેક ભેદવાળી સમજવી. અણુ જેવડું શરીર વિષુર્થીને તંતુના છિદ્રમાં પ્રવેશ કરી શકે અને ત્યાં ચક્રવર્તીના ભોગો પણ ભોગવે. મેરુથી પણ મોટું શરીર કરવાનું સામર્થ્ય, વાયુથી પણ હલકુ શરીર બનાવવાની તાકાત, વજ્રથી પણ વધારે વજનદાર શરીર બનાવી મહાબળવાળા ઈન્દ્રાદિકને પણ દુઃસહ બને, પ્રાપ્તિ = એટલે ભૂમિ પર રહેલો આંગળીના અગ્રભાગથી મેરુ પર્વતના અગ્રભાગને અને સૂર્યને પણ સ્પર્શ કરી શકે તેવું સામર્થ્ય હોય. પ્રાકામ્ય = એટલે પાણીમાં ભૂમિ પર ચાલે તેમ ચાલવાની અને પાણીની માફક ભૂમિ પર તરવાની અને ડૂબવાની શક્તિ, ઈશિત્વ-ત્રણ લોકની પ્રભુતા-તીર્થંકર અને ઈન્દ્રની ઋદ્ધિ વિપુર્વણા કરવાની શક્તિ, વશિત્વ-સર્વ જીવોને વશ કરવાની શક્તિ, અપ્રતિઘાતિત્વ = પર્વતની અંદર પણ રોકાયા વગર ગમન કરવાની શક્તિ. અંતર્ધાન-અદૃશ્ય બનવાની શક્તિ. કામરૂપિત્વ-એકી સાથે અનેક રૂપો કરવાની શક્તિ-એ વગેરે મહાઋદ્ધિઓ જાણવી.
અથવા પ્રકૃષ્ટ શ્રુતાવરણ અને વીર્યાન્તરાય અને કર્મના ક્ષયોપશમથી પ્રગટ થએલ અસાધારણ પ્રજ્ઞાઋદ્ધિના લાભથી બાર અને ચૌદ પૂર્વે ભણવા છતાં પણ ચતુર્દશપૂર્વી જે પદાર્થનું નિરૂપણ કરે છે, તેવા ગંભીર-અઘરા અર્થને નિરૂપણ કરવાની બુદ્ધિવાળા પ્રાજ્ઞ-શ્રમણો સમજવા, વળી બીજા વિદ્યાધર-શ્રમણો તેઓ કહેવાય જેઓ દશ પૂર્વે ભણેલા હોય, રોહિણી, પ્રજ્ઞપ્તિ વગેરે મહાવિદ્યાઓ અને અનુષ્ટ-પ્રસેનિકાદિ અલ્પવિદ્યા જાણનારાઓની અત્યંત ઋદ્ધિને પણ આધીન ન થાય તેઓના વિષયમાં ન આવે, વિદ્યા-વેગ ધારણ કરનાર હોવાથી. કેટલાક બીજ, કોષ્ટ, પદાનુસારી બુદ્ધિની ઋદ્ધિવાળા હોય છે. બીજબુદ્ધિવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org