________________
૪૨
ઉપદેશપદ : ભાગ-૨ 'द्विविधभेदे' वक्ष्यमाणविनाशनीयद्विविधवस्तुविषयत्वेन द्विप्रकारे । 'साधुः' सर्वसावद्यव्यापारपराङ्मुखोऽपि यतिरुपेक्षमाणो माध्यस्थमवलम्बमानोऽनन्तसंसारिकोऽपरिणामभवभ्रमणो भवति, सर्वज्ञाज्ञोल्लङ्घनात् । उक्तं च पञ्चकल्पभाष्ये, यथा-"चोएइ चेइयाणं, खेत्तहिरण्णाइं गामगावाइं । मग्गंतस्स हु जइणो, तिगरणसुद्धी कहं नु भवे? ॥१॥भण्णइ एत्थ विभासा, जो एयाई सयं विमग्गेजा । न हु तस्स होइ सुद्धी, अह कोई हरेज एयाइं ॥२॥सव्वत्थामेण तहिं, संघेणं होइ लग्गियव्वं तु ।सचरित्ताचरित्तीणं પર્વ અહિં સામર્જ રૂ" રૂતિ ૪૨
તથા
ગાથાર્થ–દેવદ્રવ્ય વિનાશ પામી રહ્યું હોય કે બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય ત્યારે બે પ્રકારના વિનાશમાં ઉપેક્ષા કરનાર સાધુને અનંતસંસારી કહ્યો છે.
ટીકાર્થ–દેવદ્રવ્ય=જિનમંદિરમાં ઉપયોગ કરવા માટે તે તે સમયે પ્રાપ્ત થયેલું ખેતર, સુવર્ણ, ગામ, ઉદ્યાન, ઘર વગેરે દેવદ્રવ્ય છે.
વિનાશ પામી રહ્યું હોય સાર સંભાળ કરવા માટે નીમેલા પુરુષો બરોબર સારસંભાળ ન કરે એથી પોતાની મેળે જ વિનાશ પામી રહ્યું હોય.
બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય=બીજાઓ લૂંટીને વિનાશ કરી રહ્યા હોય.
બે પ્રકારના વિનાશમાં–વિનાશ પામવા યોગ્ય વસ્તુઓ બે પ્રકારની હોવાથી અહીં વિનાશના બે પ્રકાર કહ્યા છે. આ બે પ્રકાર ૪૧૬મી ગાથામાં કહેશે.
ઉપેક્ષા કરનાર માધ્યથ્યનું આલંબન લેનાર. અનંત સંસારી=અપરિમાણભવોમાં ભ્રમણ કરનાર. સાધુ સર્વ સાવધ વ્યાપારોથી પરાભુખ સાધુ.
દેવદ્રવ્ય વિનાશ પામી રહ્યું હોય કે બીજાઓ દ્વારા વિનાશ પમાડાઈ રહ્યું હોય ત્યારે સાધુ સર્વ સાવદ્ય વ્યાપારોથી પરાભુખ હોવા છતાં જો ઉપેક્ષા કરે તો તેને અનંતસંસારી કહ્યો છે. કારણ કે તેણે સર્વજ્ઞની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આ અંગે પંચકલ્પભાષ્યમાં નીચે પ્રમાણે કહ્યું છે
પૂર્વપક્ષ-“જિનમંદિરનાં ખેતર, સુવર્ણ વગેરે, ગામ અને પહાડ વગેરેની સાર-સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ કેવી રીતે હોય?”
ઉત્તરપક્ષ-શિષ્ય કરેલા આ પ્રશ્નનો ઉત્તર કહેવાય છે–જિનમંદિરના ખેતર વગેરેની સાર-સંભાળ રાખનારા સાધુને મન-વચન-કાયાની શુદ્ધિ હોય પણ ખરી અને ન પણ હોય. જો સાધુ સ્વયં જિનમંદિર માટે નવા ખેતર વગેરેની શોધ કરે કે માગણી કરે તો સાધુને