________________
૪૦
ઉપદેશપદ : ભાગ-૨
एतच्चिय भणियमिणं, पुव्वायरिएहिं एत्थ वत्थुम्मि । अन्नयवतिरेगगयं, परिसुद्धं सुद्धभावेहिं ॥४१३ ॥
'यत एव' चैत्यद्रव्योपयोगोऽनर्थफलोत एव हेतोर्भणितमिदं वक्ष्यमाणं पूर्वाचार्यैरत्र चैत्यद्रव्योपयोगानर्थचिन्तालक्षणवस्तुनि चिन्तयितुमधिकृतेऽन्वयव्यतिरेकगतमन्वयेनास्मिन् विहिते इदं स्यादेवंलक्षणेन व्यतिरेकेण चैतद्विपरीतेन युतं परिशुद्धं स्फुटरूपमेव शुद्धभावैरज्ञानादिदोषोपघातरहितमनोभिः ॥४१३ ॥
ગાથાર્થ—આથી જ શુદ્ધભાવવાળા પૂર્વાચાર્યોએ આ વિષયમાં અન્વયવ્યતિરેકથી પરિશુદ્ધ આ કહ્યું છે.
ટીકાર્થ—આથી જ દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થ ફળવાળો હોવાથી જ.
શુભભાવવાળા=અજ્ઞાનાદિદોષોના ઉપદ્રવથી રહિત મનવાળા, અર્થાત્ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા.
આ વિષયમાં દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય છે એવું વિચારવા માટે શરૂ કરેલા વિષયમાં. અન્વય-વ્યતિરેકથી=આ કરવાથી આ થાય એ અન્વય છે. તેનાથી વિપરીત વ્યતિરેક છે.
(જેમકે જ્યાં જ્યાં ધૂમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય આ અન્વય છે. જ્યાં જ્યાં અગ્નિ ન હોય ત્યાં ત્યાં ધૂમાડો ન હોય એ વ્યતિરેક છે. પ્રસ્તુતમાં દેવદ્રવ્યનું રક્ષણ કરવાથી લાભ થાય એમ જણાવવું તે અન્વય છે. દેવદ્રવ્યનું રક્ષણ ન કરવાથી (=ભક્ષણ કરવાથી) અનર્થ થાય એમ જણાવવું તે વ્યતિરેક છે. અહીં અન્વય અને વ્યતિરેક એ ઉભયથી જણાવવામાં આવશે.)
પરિશુદ્ધ=સ્પષ્ટ.
આ=હવે પછીની ગાથાઓમાં કહેવામાં આવશે તે.
દેવદ્રવ્યનો ઉપયોગ અનર્થફલવાળો હોવાથી જ જેમનું ચિત્ત અજ્ઞાનતા વગેરે દોષોથી હણાયું નથી તેવા પૂર્વાચાર્યોએ દેવદ્રવ્યના ઉપયોગથી અનર્થ થાય એ વિષયમાં અન્વય વ્યતિરેકથી સ્પષ્ટ જ હવે પછીની ગાથાઓમાં જે કહેવાશે તે કહ્યું છે. (૪૧૩)
भणितमेव दर्शयति
चेइयदव्वं साहारणं च जो दुहति मोहियमतीओ ।
धम्मं व सोन याणति, अहवा बद्धाउओ पुव्विं ॥ ४१४ ॥