________________
ઉપદેશપદઃ ભાગ-૨
'चैत्यद्रव्यं चैत्यभवनोपयोगि धनधान्यादि काष्ठपाषाणादि च, तथा 'साधारणं च द्रव्यं', तथाविधव्यसनप्राप्तौ शेषद्रव्यान्तराभावे जिनभवनजिनबिम्बचतुर्विधश्रमणसंघजिनागमलेखनादिषु धर्मकृत्येषु सीदत्सु सत्सु यदुपष्टम्भकत्वमानीयते, तत्र यो 'द्रुह्यति' विनाशयति । कीदृशः सन्नित्याह-'मोहितमतिको लोभातिरेकेण मोहमानीता मोहिता मतिरस्येति समासः । धर्म वा जिनप्रणीतं स न जानाति । अनेन च तस्य मिथ्यादृष्टित्वमुक्तम् । अथवा, जानन्नपि किञ्चिद् धर्म बद्धायुष्को नरकादिदुर्गतौ पूर्वं चैत्यद्रव्यादिचिन्ताकालात् प्राग् इति ॥४१४॥
પૂવાચાર્યોએ જે કહ્યું છે તેને જ બતાવે છે–
ગાથાર્થ–મોહિતમતિ જે જીવ દેવદ્રવ્યનો અને સાધારણ દ્રવ્યનો વિનાશ કરે છે તે ધર્મને જાણતો નથી, અથવા તેણે પૂર્વે (નરકાદિ દુર્ગતિનું) આયુષ્ય બાંધી દીધું છે.
ટીકાર્થ–મોહિત મતિ–અતિશય લોભવડે જેની મતિ મોહ પમાડાયેલી છે તે મોહિત મતિ છે. દેવદ્રવ્ય-જિનમંદિરમાં ઉપયોગી તેવા ધન-ધાન્યાદિ અને કાષ્ઠ-પથ્થર વગેરે દેવદ્રવ્ય છે.
સાધારણ દ્રવ્ય–તેવા પ્રકારનું સંકટ ઉપસ્થિત થાય ત્યારે બીજું દ્રવ્ય ન રહ્યું હોય તો જિનમંદિર જિનપ્રતિમા, શ્રમણની પ્રધાનતાવાળો ચતુર્વિધ સંઘ અને જિનાગમનું લેખન વગેરે ધર્મ કાર્યો સીદાતા હોય ત્યારે જે દ્રવ્યની મદદથી સીદાતા ધર્મકૃત્યો કરી શકાય તે સાધારણ દ્રવ્ય.
ધર્મને જાણતો નથી-જિનપ્રણીત ધર્મને જાણતો નથી. આનાથી તેનું મિશ્રાદષ્ટિપણે કહ્યું, અર્થાત્ તે મિથ્યાદૃષ્ટિ છે. - પૂર્વે આયુષ્ય બાંધી દીધું છે–અથવા તે જીવ ધર્મને કંઈક જાણતો હોવા છતાં દેવદ્રવ્ય વગેરેની સાર-સંભાળ રાખવાના કાળ પહેલાં તેણે નરક વગેરે દુર્ગતિનું આયુષ્ય બાંધી દીધું છે. (જેવી ગતિ એવી મતિ એ નિયમના અનુસારે તેણે દુર્ગતિનું આયુષ્ય બાંધી દીધું હોવાથી તેને આવી મતિ સુઝે છે.) (૪૧૪)
તથા– चेइयदव्वविणासे, तहव्वविणासणे दुविहभेए ।
साहू उवेक्खमाणो, अणंतसंसारिओ भणिओ ॥४१५॥ - इह चैत्यद्रव्यं क्षेत्रहिरण्यग्रामवनवास्त्वादिरूपं तत्तत्समयवशेन चैत्योपयोगितया सम्पन्नं तस्य विनाशे चिन्तानियुक्तैः पुरुषः सम्यगप्रतिजागर्यमाणस्य स्वत एव परिभ्रंशे सम्पद्यमाने, तथा 'तद्रव्यविनाशने' चैत्यद्रव्यविलुण्टने परैः क्रियमाणे । कीदृशे इत्याह