Book Title: Shravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Author(s): Ratnashekharsuri, Mahayashsagar
Publisher: Keshavlal Premchand Parekh
View full book text
________________
૨૮]. ધૂમધામે ધમાધમ ચલી, [શ્રા. વિ. ને ગંગા નામે બે સ્ત્રી હતી. ચત્ર પિતાના મિત્ર મંત્ર સાથે દેશાંતરે જઈ પાછા ફરતાં લેભથી ચૈત્રને સૂતે જોઈ મૈત્રને મારી નાંખવાના વિચારવાળે થશે. પાકો કુકર્મથી અટકે. છેવટે બંને આર્તધ્યાને મરી તિર્યચપણદિ ઘણું ભવે ભમ્યા પછી તમે બંને જણા શ્રીદત્ત અને શંખદત્ત ઉત્પન્ન થયા. પૂર્વે મૈત્રે મારી નાંખવાને સંક૯પ કરેલ તેથી તે તેને દરિયામાં ફેંકી દીધે. પૂર્વભવની ગંગા અને ગૌરી બંને તારી સ્ત્રીઓ તાપસણી થઈ તપ કરે છે. એકદા મધ્યાહે તૃષા લાગવાથી દાસી પાસે પાણી માગ્યું, દાસી ઉંઘતી હતી. તેના ઉપર ગૌરી ગુસ્સે થઈ કહે, “શું તને સર્વે કરડી છે તે ઉઠતી નથી ને જવાબ દેતી નથી. તેથી દુષ્કર્મ બાંધ્યું. એકદા દાસી બહાર ગયેલ તેથી ગંગાને કામ કરવું પડ્યું, દાસી આવી ત્યારે કહે તને કેદખાનામાં ઘલી હતી. તે વચનથી દુષ્કર્મ બાંધ્યું. એકદા ગણિકાને કોમી પુરૂષ સાથે વિલાસ કરતી દેખી ગંગાએ તેની કામવિલાસની પ્રશંસા કરી ને પિતે વિયેગીની બની આવા દુર્યાનથી અશુભ કર્મ બાંધ્યું. તે બંને તિષમાં દેવી બની ગીરી તારી પુત્રી અને ગંગા તારી માતા થઈ. પૂર્વે વચનથી કર્મ બાંધેલા તેથી પુત્રીને સર્પદંશ અને તારી માતાને પલ્લી પતિના કેદખાનામાં અને અંતે ગણિકાપણું પ્રાપ્ત થયું. પૂર્વભવના પ્રેમને લીધે આ ભવમાં તને તારી માતા-પુત્રી ઉપર પ્રેમ થયે. શ્રીદને કહ્યું મારે ઉદ્ધાર કરે? આ કન્યા કોને આપવી. કેવલી કહે તે શંખદત્તને