________________
૨૦
શ્રાદ્ધવિધિ પ્રકરણ
છેલ્લાં દર્શન કર્યા હતાં તે શ્રી ઋષભદેવ પ્રભુનાં દર્શન થયાં. તેમણે મને કહ્યું કે "હે કલ્યાણિ ! હાલ તું આ પોપટને લઈ જા, પછી કોઈક વખતે વળી હંસ આપીશ.” એટલું કહીને પ્રભુએ મને હાથોહાથ સવંગ-સુલભ દિવ્ય વસ્તુના જેવો દેદીપ્યમાન પોપટ ભેટ આપ્યો.” પ્રભુના પોતાના હસ્તનો પ્રસાદ પામીને આખા જગતનું જાણે ઐશ્વર્ય પામી હોઉં એમ હું અત્યંત પ્રસન્ન થતી જાગૃત થઈ ગઈ. અણધાર્યા આવી મળેલા કલ્પવૃક્ષનું જ ફળ હોય તેમ હે પ્રાણનાથ ! એ સ્વપ્નનું શું ફળ થશે?"
રાણીનું વચન સાંભળીને, આનંદરૂપ કંદને નવ-પલ્લવિત કરવાને મેધરૂપ મીઠી વાણીથી તે રાજા સ્વપ્નના ફળને વિચારી કહેવા લાગ્યો કે, "હે પ્રિયે! જેમ દેવ-દર્શન અત્યંત દુર્લભ હોય છે, તેમ એવાં ઉત્તમ સ્વપ્ન પણ કોઈક ભાગ્યોદયથી જ પામી શકાય છે. એવું દિવ્ય સ્વપ્ન દેખવાથી દિવ્યરૂપ અને દિવ્ય સ્વભાવવાળા ઉદય થતા ચંદ્ર અને સૂર્ય જ ન હોય શું ? એવા બે પુત્રો તને અનુક્રમે થશે. પશ્ચિકુળ માં પોપટ અને રાજહંસ અત્યુત્તમ છે અને તેની તને સ્વપ્નમાં પ્રાપ્તિ થઈ, તો હે સુંદરી ! ક્ષત્રિય-કુળમાં ઉત્કૃષ્ટ એવા બે પુત્રોની આપણને પ્રાપ્તિ થશે. પરમેશ્વરે સ્વપ્નમાં સ્વહસ્તે જ તને પ્રસન્નતાપૂર્વક પ્રસાદ આપ્યો છે, તો તેમના જેવો જ પ્રતાપી પુત્ર આપણને મળશે, એમાં કાંઈ પણ સંશય નથી."
એવાં વચન સાંભળીને અત્યાનંદિત થયેલ તે કમલમાલા રાણી રત્નપ્રભા પૃથ્વી જેમ અમૂલ્ય રત્નોને ધારણ કરે છે અને આકાશ જેમ જગત-ચક્ષુ સૂર્યને ધારણ કરે છે, તેમ ગર્ભને ધારણ કરવા લાગી. તે દિવસથી ઉત્તમ રસના સિંચનથી જેમ મેરુપર્વતની પૃથ્વીમાં રહેલો કલ્પવૃક્ષનો કંદ પ્રતિદિન વધે, તેમ તે રાણીનો ગર્ભ પ્રતિદિન વધવા લાગ્યો, અને તેના પ્રભાવે ઉત્પન્ન થતા પ્રશસ્ત શુભ મનોરથોને રાજા સંપૂર્ણ સન્માનપૂર્વક પૂર્ણ કરવા લાગ્યો. શુભ દિવસે અને શુભ લગ્ન-લગ્નાશે, પૂર્વ દિશા જેમ પુનમના ચંદ્રનો પ્રસવ કરે, તેમ તે રાણીએ અત્યુત્તમ એવા પુત્રને સુખ-સમાધિપૂર્વક જન્મ આપ્યો.
રાજકુલની એવી રીત હોય છે કે, પટ્ટરાણીના પ્રથમ પુત્રનો જન્મ-મહોત્સવ અત્યંત વૈભવપૂર્વક કરવો; અને તે પ્રમાણે આ કમલમાલા રાણી પટ્ટરાણીપદે હોવાથી તેના પ્રથમ પુત્રનો જન્મ-મહોત્સવ અત્યુત્તમ રીતે રાજાએ કર્યો. ત્યારબાદ ત્રીજે દિવસે તે બાળકને ચંદ્ર-સૂર્યનાં દર્શન કરાવવાનો મહોત્સવ તેમણે અત્યંત ઉમંગથી કર્યો. છેકે દિવસે છઠ્ઠી-જાગરણનો મહોત્સવ પોતાની રાજ્ય-ઋદ્ધિને અનુસાર યથોચિત રીતે કરાવ્યો. સ્વપ્નાનુસાર પુત્રની પ્રાપ્તિ થઈ, માટે તે પુત્રનું શુકરાજ' એવું નામ મહોત્સવપૂર્વક આનંદથી શુભ દિવસે પાડવામાં આવ્યું, પાંચ સમિતિથી રક્ષાયેલો સંયમ જેમ વૃદ્ધિ પામે-તેમ ધવરાવવા, રમાડવા, હસાવવા, નવડાવવા તથા પાલન કરવા રાખવામાં આવેલી પાંચ ધાવમાતાઓથી સ્નેહપૂર્વક રક્ષાયેલો શુકરાજ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યો. માતાપિતાને આનંદ આપનારૂં અન્ન-પ્રાસન, લક્ષ્મીની સુદષ્ટિ સમું રિખણ (રમવું), હર્ષ ઉપજાવે તેવું ક્રમણ (ચાલવું), શુભ વચન, ચિત્તાકર્ષક વસ્ત્રપરિધાન તથા પ્રેમગ્રંથિના બંધન સમી વર્ષગાંઠ વગેરે શુભ પ્રસંગો અત્યંત ધામધુમથી રાજાએ નિર્વિઘ્ન ઉજવ્યા. જુઓ તો ખરા ભાગ્યની દશા ! ભાગ્યશાળીનું ભાગ્ય એવું હોય છે. એ પ્રમાણે ઉલ્લાસપૂર્વક વૃદ્ધિ પામતો શુકરાજકુમાર પાંચ વર્ષનો થયો. પાંચમે વર્ષે જેમ આંબો સર્વ રીતે ખીલે-ફળે, તેમ તે કુમાર, રૂપ, સંપદા, પરાક્રમ વગેરે સર્વોત્તમ ગુણોવડે જાણે બીજો ઈન્દ્રપુત્ર જયંત ન હોય? તેમ શોભવા