________________
ઢાલ, કોમી એખલાસના વિષય પર બિરાદરી’, નાની વ્યક્તિનાં સાહસો દર્શાવતાં હયું નાનું, હિંમત મોટી', નાની ઉંમર, મોટું કામ’, ‘ઝબક દીવડી', મોતને હાથતાળી' જેવાં અનેક પુસ્તકો લખ્યાં.
જીવનચરિત્રક્ષેત્રે કુમારપાળે “વીર રામમૂર્તિ’, ‘સી. કે. નાયડુ, ‘લાલા અમરનાથ', “બાળકોના બુદ્ધિસાગરસૂરિજી', “ભગવાન ઋષભદેવ’, ‘ફિરાક ગોરખપુરી', “ભગવાન મલ્લિનાથ', “આત્મજ્ઞાની શ્રમણ કહાવે', ભગવાન મહાવીર”, “અંગૂઠે અમૃત વસે', “શ્રી મહાવીર જીવનદર્શન’, ‘માનવતાની મહેંક” (શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર), “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (યુ. એન. મહેતાનું ચરિત્ર) તથા “મૂળમાર્ગનું અમૃત અને અધ્યાત્મનું શિખર’ (શ્રીમદ્ રાજચંદ્રનું જીવનચરિત્ર) જેવાં અનેક ચરિત્રો આપ્યાં છે. આ પૈકી કેટલાંક ચરિત્રો વિશે ટૂંકમાં જોઈએ.
એક સૈકા પહેલાં આફ્રિકાના દૂર-સુદૂરનાં જંગલોમાં વસેલા અર્ધભૂખ્યા અને અર્ધનગ્ન આફ્રિકનો માટે ઉદ્યોગોની સ્થાપના કરનાર શ્રી પ્રેમચંદ વ્રજપાળ શાહનું જીવનચરિત્ર માનવતાની મહેંક' (ઈ. ૨૦૦૦) પ્રેરણાદાયી છે. પ્રેમચંદભાઈનું જીવન એટલે વેપારનાં ઉચ્ચ શિખરો સર કર્યા પછી ઉદ્યોગોના ક્ષેત્રે એશિયન અને આફ્રિકનોને દોરવણી આપીને નવી દિશા બક્ષનાર આગેવાનનું જીવન, મહાત્મા ગાંધીજીના આદર્શોને વાસ્તવિક વ્યવહારમાં પ્રગટાવનાર દેશપ્રેમીનું જીવન આફ્રિકા હોય કે ભારત, થિકા હોય કે જામનગર, અન્યાયને મૂંગે મોઢે સહેવાને બદલે એ અન્યાયને પડકારનારું ખમીરવંતું જોમ એમના જીવનમાં જોવા મળે છે. પરંતુ સવિશેષ તો તેઓ ગરીબોના બેલી, દુ:ખિયાનો વિસામો અને માનવતાના ઉપાસક હતા.
આ જીવનચરિત્રના આલેખન માટે સો વર્ષ પૂર્વે પ્રેમચંદભાઈ આફ્રિકાનાં જે જે ગામડાંઓમાં ઘૂમ્યા હતા તે ગામડાંઓનો ચરિત્રલેખકે પ્રવાસ કર્યો. ચરિત્રનાયકના ચરિત્રને ઉજાગર કરવા માટે ૭૫ જેટલી વ્યક્તિઓને મળીને એમની પાસેથી ચરિત્રનાયક વિશેની વિગતો લેખકે એકઠી કરી. આ ચરિત્રમાં આફ્રિકા વેપાર કરવા જતી વખતે કેવી આફતો વેઠવી પડતી હતી એનું બયાન મળે છે. તો સાથે સાથે તત્કાલીન આફ્રિકનોની પરિસ્થિતિનો ચિતાર પણ સાંપડે છે. આફ્રિકાનાં ઘનઘોર જંગલોમાં ગુજરાતી સાહસવીરો કેવી રીતે આગળ ધપતા હતા અને હિંમત દાખવીને કઈ રીતે વેપાર વિકસાવતા હતા તેનું ચિત્રણ આમાં થયું છે. એની સાથે આફ્રિકામાં વસતા ગુજરાતીઓના રિવાજો તેમજ ગાંધીજીમાં સ્વાતંત્ર્ય-આંદોલન અને એમના વિચારોનો ગુજરાતીઓ પર કેવો પ્રભાવ પડ્યો એનું આલેખન પણ થયુ છે.
આવું જ ઉલ્લેખનીય બીજું ચરિત્ર છે ટૉરન્ટ ગ્રૂપના વિશાળ ઔદ્યોગિક સામ્રાજ્યના સર્જક શ્રી યુ. એન. મહેતાનું જીવનચરિત્ર “આફતોની આંધી વચ્ચે સમૃદ્ધિનું શિખર' (૧૯૯૯).
- 36 ચરિત્રસાહિત્યમાં પ્રદાન