________________
આત્માની વિભાવ દશા
૩૭
ઉત્તપન્ન થવાવાળો બેધ તે શ્રતજ્ઞાન છે. માટે મતિજ્ઞાન કારણ છે, અને શ્રુતજ્ઞાન કાર્ય છે. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણ તે શ્રુતજ્ઞાનાવરણને ક્ષપશમ છે. માટે મતિજ્ઞાનને તેનું બ્રાહ્ય નિમિત્તકારણ જ ગણી શકાય છે. કારણ કે શાના શબ્દોનું શ્રવણ કરવા છતાં પણ શ્રુતજ્ઞાનાવરણને ક્ષપશમ ન હોય તે કૃતજ્ઞાન થઈ શકતું નથી. તેથી જ શાસ્ત્ર વચન સાંભળનારા દરેકને શ્રુતજ્ઞાન થાય જ એવે નિયમ નથી.
નેત્પત્તિનું સાધન હોવાથી શાસ્ત્રોને પણ શ્રત કહે વાય છે. તે શાસ્ત્રકૃત, અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ રૂપથી બે પ્રકારે છે. તેમાંથી અંગ બાહ્યશ્રત તે ઉત્કાલિક-કાલિકભેદથી અનેક પ્રકારે અને અંગ પ્રવિષ્ટશ્રત તે આચારાંગ, સુગડાંગ આદિ બાર પ્રકારનું છે.
શ્રી તીર્થંકરદેવે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેમની પહેલ વહેલી દેશનામાં તેમના જે શિષ્ય બને છે, તેઓને મુખ્ય શિષ્ય બનાવી, શાસનની સ્થાપના સમયે તેઓને “૩ રુવા, વિકાફવા, પુરૂવા” એ ત્રણ વાક્યોની ત્રિપદી આપી, વિશ્વના પદાર્થની મૂળભૂત સ્થિતિના તત્ત્વજ્ઞાનનું બીજક આપે છે. આ મુખ્ય શિષ્યના નેતૃત્વ નીચે બીજા મુનિઓના ગણ (પરિવાર, સમુહ) હોવાથી તેઓ જૈનશાસનના ગણધર કહેવાય છે. આ સાક્ષાત્ તીર્થકર દ્વારા પ્રકાશિત થયેલા જ્ઞાનને, પઠન-પાઠનમાં અનુકુળ પડે તેવી
- - ૬મા કરે એને