________________
૩૦૧
કર્મ પ્રવૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ મેક્ષ માર્ગની આરાધનામાં સહાયક બની, એક્ષપદની પ્રાપ્તિમાં સાધન બને છે. તેનાથી વિપરીત પ્રકારના પુણ્યને પાપાનુંબંધિ પુણ્ય'' કહેવાય છે. અર્થાત્ પુણેપાર્જિત સામગ્રીથી પાપ પાર્લક પુણ્યને “પાપાનુંબંધિ પુણ્ય કહેવાય છે. પાપાનુંબંધિ પુણ્યવાળા મનુષ્યના વિચાર, પ્રબલ રાગ, દ્વેષ અને મેહથી ભરેલા હોય છે. જેથી અનેક કષ્ટોથી પ્રાપ્ત મનુષ્યભવની સાર્થકતા તે કરી. શકતા નથી.
તાત્પર્ય એ છે કે–ઉદયકાળમાં આત્માને સંસારી. સુખમાં આસક્ત બનાવી, પાપકર્મમાં પ્રવૃત્ત કરવાવાળું પુણ્ય, ત્યાજ્ય છે. અને સંસારી સુખમાં વિરક્ત દશા. પ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગની આરાધનામાં સહાય બનનારૂં પુણ્ય, ઉપાદેય (આચરવાલાયક) છે.
પાપાનુંબંધિ પુણ્ય અને પુણ્યાનુબંધિપુણ્ય, એ બન્ને પ્રકાર તે, પુણ્યના હેવા છતાં, બનેના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાનું કારણ, પુણ્ય બંધના સમયે, ધર્મ કાર્યોમાં વર્તતા, આત્માના અધ્યવસાયજ છે.
દાનાદિ ધર્મકાર્યમાં મોટાઈની મહત્વકાંક્ષા હોય, અથવા અન્ય કોઈ પ્રકારની ભૌતિક સ્વાર્થની આકાંક્ષા વર્તતી હોય, તે તેવા ધર્મકાર્યોથી યા સપ્રવૃત્તિથી થત પુણ્યબંધ, આશંસાદોષવાળે હોવાથી તેમાં પાપાનુંબંધિ પુણ્યના સંસ્કારે રેખાય છે. આવા પાપાનુંબંધિ પુણ્યના ઉદય વખતે જીવ, અધ્યાત્મજ્ઞાન પ્રત્યે ઉપેક્ષા સેવી ભૌતિક સુખ