________________
૩૯૦
જૈન દર્શનને કર્મવાદ બનેની અવિરતિ, કર્મબંધનનું કારણ છે. જે બંધનું કારણ માત્ર એક મનની જ અવિરતિ હેત તે, જૈનધર્મનુયાયીના નિયમગ્રહણમાં “વાયાએ કાણું કહેવાની જરૂર ન હોત. શાસ્ત્રકારે તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવામાં ન બને તે, માત્ર કાયાએ પણ પાપ નહિં કરવાનું પચ્ચકખાણ રાખ્યું છે. એટલે “મનને જ” બંધ અને મોક્ષનું કારણ માની, વચન અને કાયાની પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં રાખવાથી કર્મબંધ ન થતા હતા તે, પચ્ચકખાણના ૪૯ ભાંગા શાસ્ત્રમાં બતાવત નહિ. અને એકવિધ-દ્વિવિધ વિગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાનું રહેત જ નહિ. વચન અને કાયપ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લા છે, તેજ ઈન્દ્રિયની અવિરતિ છે. અમુક ચીજનાં અમુક ટાઈમ સુધીમાં પચ્ચકખાણ હશે તે તે ચીજને ઉપયોગ કરવાના વિચારો તેટલા ટાઈમ અંગે. નહિં થાય. પરંતુ કદાચ તે પચ્ચકખાણની મુદત પછીના ટાઈમ અંગે તે વસ્તુને ઉપયોગ કરવાના વિચારોનું મંથન પચ્ચકખાણના ચાલુ સમયમાં પણ થશે. અહીં પચ્ચકખાણના સમયમાં પણ તે વસ્તુના વિચારને ઉત્પન્ન કરાવનાર, પચકખાણને ટાઈમ પૂર્ણ થયા બાદ વર્તાતી ઈન્દ્રિયની અવિરતિ છે. જે વસ્તુઅંગેનું જિંદગી પર્યત પચ્ચકખાણ છે, તે વસ્તુને ઈન્દ્રિ દ્વારા ઉપયોગ કરવાના વિચારે વસ્તી શકતા નથી. રોજ નિયમિત દસ વાગે જમનારને સાડાનવ વાગતાં જ જમવાના વિચારે ચાલુ થાય છે, પણ ઉપવાસના દિવસે તે ટાઈમ વ્યતીત થતાં પણ ભોજનમાં ઈદ્ધિ પ્રવર્તાવવાની ઈચ્છા થતી જ નથી. ઉપવાસના