________________
કર્મબન્ધના હેતુઓ
૩૮૯ પ્રાણિને પીડા થાય કે મરી જાય, તે પણ આ સમયે ઉપરોગવાળા સાધુને સૂકમપણે હિંસા લાગતી નથી. કારણ કે તેનાં પરિણામ હિંસાના નહિં હોવા છતાં આકસ્મિક સંયગેજ હિંસા થવા પામી છે.
આવા સમયે જ મનને વિશુદ્ધ કહેવું વ્યાજબી ગણાય છે. છતાં તેવી રીતે આકસ્મિક સંગે થતી હિંસાના કાર્ય માટે પશ્ચાતાપ હોય અને પુનઃ પુનઃ ગુરૂ પાસે તેની આલોચના કરે. પણ મેં કયાં પરિણામથી હિંસા કરી? એમ ઉપેક્ષાવૃત્તિ ન સેવે. આ ઉપરથી ખાસ લક્ષમાં લેવાનું છે કે વિચાર સુધારવા અને વર્તન ગમે તેવું રાખવું, એવી બુદ્ધિ નહિ સેવતાં, વર્તન અને વિચાર અને સુધારવા પ્રયત્ન કરે. વર્તન શુદ્ધ હશે તે વિચારો સારા રહેવા પામશે. વર્તન અને મન બન્નેને અન્ય સંબંધ છે, એ લક્ષમાં રાખવું જરૂરી છે. વિષય ગ્રહણમાં પ્રવર્તતી ઇન્દ્રિયની પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા કરનાર આત્માને, એટલે કે ઈન્દ્રિયેની અવિરતિને નહિં કિનારને, કેઈવખત ઇન્દ્રિયને પ્રવર્તાવવા એગ્ય સંગેની અપ્રાપ્તિ સમયે મનમાં વિકલ્પ ઉપસ્થિત થવાથી તંદુલીઆ મત્સ્યની માફક મન વડે પણ કર્મબંધ થાય છે. કારણકે મનને જવાનું બીજું સ્થાન નથી. ઈન્દ્રિયેના વિષયે સિવાય એને કંઈ વિકલપ કરવાના નથી. માટે મનની સાવધ પ્રવૃત્તિમાં પણ પંચેન્દ્રિયના વિષયે અંગેની અવિરતિના જ કારણે કેવલ મનની જ અવિરતિ, કર્મબંધનું કારણ ન હઈ ઈન્દ્રિય અને મન એ